Abtak Media Google News

જામનગર હાઇવે પર આવેલા ખંઢેરી સ્ટેડીયમ નજીક મયંક કેટલ ફુડ પ્રા.લી. નામના કારખાનામાં ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે આગ ભભૂકતા અંદાજે રૂ.૪૦ લાખનું નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડ સ્ટાફે બે કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી છે.

સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલી કર્મચારી સોસાયટીમાં રહેતા અંકિતભાઇ વાછાણીની ખંઢેરી સ્ટેડીયમ નજીક આવેલી મયંક કેટલ ફુડ પ્રા.લી.નામની મકાઇના ભૂસાની ફેકટરીમાં વહેલી સવારે ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે આગ ભભૂકતા રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.

આગના કારણે ફેકટરીમાં મશીનરી, સેડના પતરા, વાયરીંગ અને મકાઇનો જથ્થો સળગી જતા અંદાજે રૂ.૪૦ લાખનું નુકસાન થયાનું ફેકટરી માલિક અંકિતભાઇ વાછાણીએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.