Abtak Media Google News

રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપર નજીક સીએનજી પેટ્રોલ પંપ પાસે ઘાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકતા હાઇવે પર નાસભાગ મચી ગઇ હતી. ટ્રક ચાલકે સમય સુચકતા સાથે ટ્રકને સાઇડમાં ઉભો રાખી નીચ ઉતરી ગયો હતો. આગની ઘટના અંગે ફાયર બિગ્રેડને જાણ થતા ફાયર બિગ્રેડ સ્ટાફે ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.2 73 કેશોદથી ભૂજ લઇ જવાતા ઘાસનો જથ્થો અને ટ્રક આગના કારણે સળગીને ખાખ થઇ ગયો છે. સીએનજી પંપ નજીક જ ઘાસ ભરેલા ટ્રકમાં લાગેલી આગની ઘટનાની ગંભીરતા સાથે ફાયર બિગ્રેડ સ્ટાફે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો. મોટી દુર્ઘના સર્જાવવાની દહેશત સાથે દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની ઘટના અંગે પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.