મુંબઇમાં ફરસાણની દુકાનમાં આગ: ૧૨ ભડથુ

mumbai
mumbai

વહેલી સવારે ૪:૧૭ વાગ્યે આગ લાગવાને સંદર્ભે ફાયર બ્રિગેડમાં ફોન આવતા ૩ ફાયર એન્જિન અને ૪ વોટર ટેન્ક ઘટના સ્થળે દોડાવાયા

સાકી નાકામાં ખૈરાણી રોડ ઉપર આવેલી ભાનુ ફરસાણ નામની દુકાનમાં આગે ૧૨ના ભોગ લીધા હતા તો આ અકસ્માતમાં ૪ લોકોને ઈજા પહોંચી હતી. જોકે આગ એટલી વ્યાપે વકળી હતી કે ફરસાણની દુકાન થોડીવારમાં જ ભસ્મીભુત બની ચુકી હતી તો ઘટનામાં ઘાયલ થયેલા લોકોની તત્કાલ સારવાર માટે તેમને રાજાવાડી હોસ્પિટલે ખસેડાયા હતા. તો દુકાનની બહાર પર લોકોની ભીડ જામી ચુકી હતી.

જોકે મુંબઈ પોલીસને શંકા છે કે કોઈએ જાણી જોઈને આગ લગાવી છે. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે સ્થિત ભાનુ ફરસાણમાં આગ લાગવાને સંદર્ભે વહેલી સવારે ૪:૧૭ વાગ્યે ફાયર બ્રિગેડમાં ફોન આવ્યો હતો તો ત્રણ ફાયર એન્જીન અને ચાર વોટર ટેન્ક તરત જ ઘટના સ્થળે પહોંચવા નિકળી ગયા હતા. આ આગે ફર્નિચર, સ્ટોક સહિતની વસ્તુઓ રાખ કરી હતી.

Loading...