Abtak Media Google News

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં મોડી રાત્રે આગ લાગતા સારવાર લઇ રહેલ 5 દર્દીઓના મોત થયા છે.

01 3

કોવિડ હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાં આઇસીયુ વિભાગમાં કુલ 11 દર્દીઓની સારવાર ચાલી રહી હતી.

Vlcsnap 2020 11 27 05H01M27S106

આઇસીયું વિભાગમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક રાહે એમ્બ્યુલન્સ મારફત અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Vlcsnap 2020 11 27 05H04M21S042

આ ઘટનાને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ , મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ અને મેયર બીનાબેન આચાર્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આગની ઘટનામાં મૃતકોના નામ : 

રામસિંહ ભાઈ (ઉંમર 62 વર્ષ) : 

Screenshot 5 17
નિતિનભાઇ બાદાણી (ઉંમર 61 વર્ષ) :

Screenshot 6 12
રશિકલાલ અગ્રવાત :

કેશુભાઈ અકબરી :

Screenshot 7 4

સંજય રાઠોડ : 

Screenshot 8 2

 

 

Vlcsnap 2020 11 27 05H06M28S280

આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે. ડિવિઆર અમે કબ્જે કર્યું છે સાથે જ એફ.એસ.એલની પણ મદદ લેવામાં આવશે.

Vlcsnap 2020 11 27 05H02M39S443

આગ લાગી ત્યારે અચાનક જ હોસ્પિટલમાં બૂમાબૂમ થવા લાગી અને હોસ્પિટલ બહાર નીકળવા દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફે દોટ મૂકી. એમ્બ્યુલન્સ મારફત અન્ય દર્દીઓને કાળજી પૂર્વક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. થોડીવારમાં જ અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યાં.

Screenshot 2 36

ડો.તેજસ કરમટા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કમનસીબે 5 દર્દીઓના મોત નિપજ્યા છે જેમાં 3 મોત સ્થળ પર જ અને 2 વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. મશિનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Vlcsnap 2020 11 27 05H02M54S362

સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. ફાયર એનોસી તેમજ પૂરતા ફાયર સેફટીના સાધનો પણ ઉપલબ્ધ છે. પરંતુ શા કારણે આગ લાગી તે હજુ સામે આવ્યું નથી.

Vlcsnap 2020 11 27 05H06M42S748

મેયર બીનાબેન આચાર્ય તેમજ કોર્પોરેશન કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ખુબજ દુઃખદ ઘટના બની છે. આગ શા કારણે લાગી તે પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે.જો કોઈ પણ બેજવાબદાવ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે . આગની ઘટના સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત તમામ અધિકારીના સંપર્કમાં રહી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

Screenshot 4 20

મુખ્યમંત્રી એ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

Screenshot 3 26

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ ને જવાબદારી સોંપી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.