અમદાવાદની કોવિડ-૧૯ શ્રેય હોસ્પિટલમાં આગ: ૮ દર્દીના મોત

વહેલી સવારે ૩.૩૦ કલાકે કોરોના વોર્ડમાં આગ લાગી: આખો વોર્ડ ખાખ

મૃતકોમાં પાંચ પૂરૂષ, ત્રણ મહિલા: ૪૧ દર્દીઓને અન્ય હોસ્ટિલે ખસેડાયા, પીએમ ફંડમાંથી મૃતકોને બે-બે લાખ અને સીએમ ફંડમાંથી ચાર ચાર લાખની સહાય

શહેરનાં નવરંગપૂરા વિસ્તારમાં આવેલી કોવિડ ૧૯ ડેઝાગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં મધરાત્રે ૩.૩૦ વાગ્યા આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગમાં પાંચ પુરૂષો અને ત્રણ મહિલાના મોત થયા હતા. અને ત્રણ મહિલાના મોત થયા હતા આગમાં આઈસીયુ વોર્ડ આખો ભળી ગયો હતો આગને લીધે અન્ય ૪૧ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. જોકે આ અંગે ફાયર વિભાગ વધુ તપાસ કરે છે.

આગ અંગેની જાણ થતા દર્દીઓનાં સગા સ્નેહીઓ સહિત લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે એકત્ર થઈ ગયા હતા જેના લીધે પોલીસ સાથે ઘર્ષણનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે આવી પહોચે તે પહેલા કોરોના વોર્ડ આખો બળી ગયો હતો.

ઘટનાની જાણ થતા આરોગ્ય સચિવ જયંતિરવિ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને જણાવ્યું કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને આ ઘટનામાં કોની બેદરકારી છે તેની પણ તપાસ કરાશે.

વહેલી સવારે ૩.૩૦ કલાકે ફાયર વિભાગને આગ લાગ્યાનો ફોન આવતા ફાયરનાં એડીશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ સહિત ૩૫ જેટલા ફાયર જવાનો ૧૮ ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા.હોસ્પિટલમાં ૪૧ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અને આખી શ્રેય હોસ્પિટલને ખાલી કરી દેવાઈ છે. કોરોના દર્દીઓનાં સીધા સંપર્કમાં આવેલા તમામ જવાનો હાલ સેલ્ફ કવોરેન્ટાઈન થઈ ગયા છે.

તત્કાલ તપાસનો આદેશ કરતા મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપૂરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દૂર્ઘટનાની તાત્કાલીક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજયનાં વરિષ્ઠ આઈએએસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરીની નિયુકિત કરી છે.

મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ ૩ દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નકકી કરવા સહિતનો અહેવાલ રાજય સરકારને આપવા સૂચના આપી છે.

કોર્પોરેશને તુરંત જ કાર્યવાહી કરી: નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ

અમદાવાદમાં નવરંગપૂરાની ખાનગી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે આગ લાગતા ૮ જેટલા કોરોનાના દર્દીઓનું દર્દનાક મોત નિપજયું છે. આ સમગ્ર ઘટનાએ રાજનીતિનું જોર પકડયું હોય તેમ લાગી રહ્યું છે. આ મામલે અમિત ચાવડા એ સમગ્ર ઘટનાને સરકારની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર ગણાવી હતી ત્યારે ઘટના સ્થળની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે હોસ્પિટલમાં કોરોના સિવાય પણ અન્ય વોર્ડમાં દર્દીઓ દાખલ હતા. પીપીઈ કીટ પહેરેલ પેરામેડીકલ સ્ટાફ પણ દાઝયા છે. આ ઘટનાને પગલે કોર્પોરેશન દ્વારા પણ તુરંત કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શકયતા છે. એફએસએલની મદદથી આગની દુર્ઘટનાની તપાસ કરાશે આ તબકકે પીએમ કેરમાંથી મૃતકના પરિવારજનો ૨ લાખની સહાય ચૂકવાસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ તાત્કાલીક સમગ્ર ઘટનાનો રીપોર્ટ ૩ દિવસમાં જારી કરવાનો કડક આદેશ કરાયો છે.

જવાબદારો સામે કડક પગલા લેવાશે:આરોગ્ય સચિવ જયંતિ રવિ

શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની સમીક્ષા કરવા આરોગ્ય સચિવ જયંતી રવિ તાત્કાલીક ઘટના પગલે પહોચ્યા હતા તેમણે જણાવ્યુંહ તુ કે તમામ મામલે પૂરતી તપાસ કરવામાં આવશે જવાબદારો સામે કડક પગલા લેવાશે હાલ તો વધુ કોઈ મોત ન થાય તેની ચિંતા છે. તમામ વસ્તુઓની તપાસ ચાલુ જ છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાશે.

Loading...