Abtak Media Google News

શહેરનાં જયુબેલી ચોક પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયામાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની અરસામાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.Dsc 8486

પરોઢીયે આગ લાગતા કોઈ જાગૃત નાગરીકે ફાયર બ્રિગેડમાં જાણ કરતા ત્રણ ફાયર બ્રિગેડ બંબા ઘટના સ્થળે પહોચી ફાયરના જવાનોની એક કલાક જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નહતી. પરંતુ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના એરક્ધડીસનર પેનલ તથા રેકર્ડરૂમ પ્રિન્ટર અને મોટર સાયકલ નંબર જી.જે.૩ બી.જી. ૧૯૭૪ પણ બળીને ખાખ થઈ ગયું હતુ ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લઈ બેકમાં રહેલી રોકડ તથા અન્ય મહત્વના ડોકયુમેન્ટસ જયાં હોય ત્યાં સુધી આગને પહોચતા રોકી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગ કયા કારણોસર લાગી, કેટલુ નુકશાન થયું તે અંગે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.