Abtak Media Google News

ઘટના સ્થળે મામલતદાર અને પી.આઇ. પહોંચી માહીતી મેળવી

 ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે આવેલ વ્રજભૂમી આશ્રમના ભોજનાલયમાં રાત્રે આગ લાગતા ૩પ ગાડી લાકડા અને ભોજનલયનો શેડ બળીને ખાખ થઇ જતા રૂપિયા બાર લાખનું નુકશાન થવા પામેલ છે. ઘટના સ્થળે મામલતદાર અને પોલીસ પહોંચી બનાવની જીણવત ભરી તપાસ આદરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ડુમીયાણી ટોલનાકા પાસે આવેલ પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બળવંતભાઇ મણવર સંચાલીત વ્રજભૂમી આશ્રમ શાળાના સામેના ભાગમાં આવેલ આશ્રમના ભોજનાલયમાં રાત્રષ બે વાગે આગ લાગતા ભોજનાલય પાસે પડેલા ૩૫ ગાડી સુકા લાકડા અને ભોજનાલયનો શેડ બળીને ખાખ થઈ ગયો હતો આગને બુઝાવવા મોડીરાત્રે ઉપલેટા અને ધોરાજીના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ હતી.

પણ ત્યાં ધીમાંતો આગ સંપૂર્ણ પ્રસરી ચૂકી હોવાથી ભોજનાલયમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી આગનું કારણ આજુબાજુમાં રહેલ ખેતરોમાં સેઢા પાળા સળગાવતા આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. આગની ઘટનાની જાણ થતા મામલતદાર સોલંકી નાયબ મામલતદાર બોરખતરીયા પીઆઈ એલ.એલ. ભટ્ટ સહિતનો સ્ટાફ ઘટના સ્થલે જઈ તપાસના ધમધમાટ શ‚ કરેલ હતો સદનસીબે આગ રાત્રીના મયે લાગતા ભોજનાલયમાં રસોઈ કરતા સ્ટાફ અને ભોજન માટે આવતા બાળકો કોઈ જાનહાની થવા પામેલ નહોતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.