Abtak Media Google News

એરપોર્ટ, રેલવે, બેંકો સહિત પબ્લિક ટોયલેટમાં પણ લગાડાયા ફેસ રેકોગનાઈઝેશન કેમેરા

ચીને સુરક્ષા નિયમોને ચુસ્ત કરવા ચહેરો ઓળખતા કેમેરાની શોધ કરી છે. જે એક ફિંગર પ્રિન્ટ ડોર લોક જેવું કામ કરે છે. ૪૦ વર્ષના માઆ યા જણાવે છે કે આ એક સારો વિકલ્પ છે. મારા બન્ને હાથમાં બેગ હોય તો મારે ફકત સામે જ જોવાનું તે તરત દરવાજો ખુલી જાય છે પરંતુ પોલીસ આ કેમેરાનો વિવિધ સુરક્ષાના માપદંડો તરીકે પણ ઉપયોગ કરે છે.

સૌજન્ય વોશિંગટન પોસ્ટ

હવે તેઓ કૃત્રિમ ક્ષમતા દ્વારા જાણી શકે છે કે કોન પ્રવેશે છે કે કોન પ્રવેશે છે કોણ જાય છે. તેથી આરોપીઓ, ચોરો અને ઘુસણખોરોને પરખી શકાય છે.ફેશીયલ રેકોગનાઈશન ચીનમાં હાલની હોટ ટેકનોલોજી છે. જે બેંકો, એરપોર્ટ, હોટલ સહિત પબ્લીક બાથ‚મમાં પણ લગાડવામાં આવી છે. નવી ટેકનોલોજી વિશે લોકો ખુબ જ ઉત્સાહી જણાઈ રહ્યા છે. આ સિકયોરીટી તમે કેમેરા રોડ રસ્તા સ્કેમ કરી શકે છે.

તેમજ આટીફિશીયલ ઈન્ટેલિજન્સથી સ્વભાવ, ગુનો, શરીર, સ્થળ પર જાણી શકો છો. ગત વર્ષે જ ચીને તમામ ભ્રષ્ટાચારીઓનો સફાયો કર્યો હતો તો હવે આ નવીન કેમેરાથી દેશની રક્ષા કરવા ચીન કાર્યરત છે. તમામ ડેટાને પોલીસ કલાઉડમાં રાખવામાં આવશે. તેની લિંક મેડિકલ રેકોર્ડ, ટ્રાવેલ બુિકંગ, ઓનલાઈન ખરીદી માટે લોકોને ફેસ રેકોગનાઈઝ દ્વારા ઓળખવામાં આવશે.

ચીનના અભ્યાસ મુજબ ૯૦ ટકાના ગુના ૧૦ ટકા લોકો દ્વારા કરવામાં આવે છે તો સ્ટ્રીટ કેમેરો લોકોના વાળની લંબાઈ જાતી તેમજ એક જુથની પરખ કરી શકે છે અને ભવિષ્યમાં તેના પર એપ્લીકેશન પણ બનાવવામાં આવશે માટે લોકો તેમના ચહેરાની સુંદરતા જોઈ શકે. ચીનને આમા બેંકો તેમજ નાણાકીય મદદ લઈ રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.