Abtak Media Google News

આજનો ઉપાય :

વેપારમાં વૃદ્ધિ

તમારા વ્યવસાયમાં પ્રગતિ આવે તે માટે ગોમતી ચક્ર લઈ આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો મંત્ર: ऊँ ह्रीं श्रीं क्लीं नम: ध्व: ध्व: स्वाहा તેને એક લાલ કપડામાં બાંધી દરવાજા પર એવી રીતે ટીંગાવો કે ગ્રાહક તેની નીચે થઈને આવે. તેનાથી વેપારમાં વૃદ્ધિ થાય છે.

મેષ :

મેષ 5
તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. ઘરમાં કોઈક વિધી કરાવશો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. જયેશભાઈ કહે છે કે આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

વૃષભ :

વૃષભ 4
તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે.જયેશભાઈ કહે છે કે તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે.તમારા જીવનસાથી સાથે એક અદભુત સાંનું આયોજન કરો.

મિથુન :

મિથુન 4
ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે.જયેશભાઈ કહે છે કે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. ફૅશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારૂં પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે.

કર્ક :

કર્ક 4
તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. જયેશભાઈ કહે છે કે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો.

સિંહ :

સિંહ 4
વધુ પડતો શ્રમ લેવાનું ટાળો કેમ કે એ તમને તાણ અને થાક તરફ દોરી જશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે.જયેશભાઈ કહે છે કે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે. આનાથી તમને કોઈ લાભ થવાનો નથી. તમારી ટેવ બદલવી એમાં જ સાર છે. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો.

કન્યા :

કન્યા 4
એક કરતાં વધારે નર્વસબ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો.જયેશભાઈ કહે છે કે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો. પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં

તુલા :

તુલા 4
તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે.જયેશભાઈ કહે છે કે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે.

વૃશ્ચિક :

વૃશ્ચિક 4
આજે તમારે બેસવાની અને આરામ કરવાની-તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. પત્ની તમને તમારૂં જીવન બદલવામાં મદદ કરશે. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. જયેશભાઈ કહે છે કે તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે.

ધન :
ધન 4
તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. જયેશભાઈ કહે છે કે સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો.

મકર :

મકર 4
તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. તમારા પાસેની માહિતી તથા અનુભવ તમે અન્યો સાથે વહેંચશો તો તમારી સરાહના થશે. જયેશભાઈ કહે છે કે તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે.

કુંભ :
કુંભ 4
લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. જયેશભાઈ કહે છે કે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે.

મીન :
મીન 4
અવિચારી નિર્ણય તમારી માટે કેટલીક મુશ્કેલીઓ સર્જી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા શાંતિપૂર્વક વિચારજો. જયેશભાઈ કહે છે કે આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. એક જૂનો મિત્ર અણધારી મુલાકાત લેશે અને ખુશીભરી યાદોને પાછી લાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.