Abtak Media Google News

આજનો ઉપાય :
દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. ઉપાય મામોલી છે પણ કરવાથી સચોટ પરીણામ મળશે.

મેષ :
મેષ 1તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવા નો ઉત્સાહ પૂરો પાડશે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પરિવારના સભ્યની સ્વાસ્થ્યની હાલત તાણનું કારણ બનશે. તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો.

વૃષભ :

વૃષભ 1તમારૂં વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ.

મિથુન :

મિથુન 1કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે.

કર્ક :

કર્ક 1આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. તમારા માતા-પિતાને તમારી માટે ગેરસમજ થવાની શક્યતા છે કેમ કે તમે તમારો મુદ્દો માંડવામાં નાકામિયાબ રહ્યા છો

સિંહ :
સિંહ 1સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-

કન્યા :
કન્યા 1દમના દરદીઓએ દાદર ચડતી વખતે સાવચેતી રાખવી. ઉતાવળે દાદર ચડવાની કોશિષ ન કરતા કેમ કે એવું કરવાથી શ્વસનને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. શાંતિથી ઊંડા શ્વાસ લો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. તમારા પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવી મુકે એવી શક્યતા છે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-

તુલા :
તુલા 1મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. ખોટું બોલતા નહીં, કેમ કે તેનાથી તમારું પ્રેમ પ્રકરણ બગડી શકે છે.

વૃશ્ચિક :
વૃશ્ચિક 1મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો, વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. જમીનને લગતો વિવાદ ઝઘડાનું સ્વરૂપ લેશે. મામલો ઉકેલવા તમારા માતા-પિતાની મદદ લેજો. તેમના માર્ગદર્શન મુજબ ચાલશો તો તમે ચોક્કસ જ સમસ્યા ઉકેલી શકશો.

ધન :
ધન 1
પરિવારના સભ્યો સાથે તમારૂં અન્યાયપૂર્ણ વર્તન વાતાવરણ બગાડશે. તમારી સાથે અન્ય કોઈ જેવું વર્તન કરે એ તમને ગમે એવું જ વર્તન અન્યો સાથે કરો. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. કોઈપણ ભોગે ઘરની જવાબદારીઓ તરફ આંખ આડા કાન કરતા નહીં. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે.

મકર :
મકર 1
લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. જયેશભાઈ કહે છે કે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા દેખાવ

કુંભ :
કુંભ 1
આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો.

મીન :
મીન 1
તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારૂં વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલ્કે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.