Abtak Media Google News

ફણસનું શાક ખાવામાં ટેસ્ટી જ નહિ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકાર હોય છે એ અલગ વાત છે કે તેને બનાવમાં થોડો વધારે સમય લાગે છે પરંતુ તેમાં વિટામિન સી, ઈ, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ વગેરે જેવા વિટામિન હોય છે.જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી શરીરને મળતા બધા જરૂરી વિટામીન્સ પ્રોટીન કેલિશયમ મળી રહે છે.Kathal Ki Sabji

ફણસ ખાવાથી આપણાં શરીરનું પાચનતંત્ર ખૂબ જ મજબૂત બને છે તેના બી માં  ફાઈબરની ભરપૂર માત્રા જોવા મળે છે જેનાથી પેટને સંબંધિત બધી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે અને પેટ સંબંધિત સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના માટે ફણસનું શાક ખાવું ખૂબ જ જરૂરી છે.

ફણસમાં આયરનની માત્રા પણ ભરપૂર હોય છે તેના લીધે હિમોગ્લોબિનની માત્રાનું સ્તર વધે છે જેના લીધે શરિસમાં થતી કમજોરી , નબળાઈ તેમજ લોહીની કમી દૂર થાય છે.Maxresdefault 11

ફણસના બી એંટીઓક્સયડ ગુણધર્મ ધરાવે છે. જેના ગુણ શરીરની કોશિકા ને તૂટવાથી બચાવે છે તેની સાથે સાથે તે કેન્સર જેવી બીમારી સામે પણ રક્ષણ આપે છે.

ફણસમાં વિટામિન ઈ હોય છે જે  આંખોની બીમારી સામે પણ રક્ષણ આપે છે, આંખો ના નંબર, મોતિયા વગેરે જેવી બીમારી સામે તે રક્ષણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.