Abtak Media Google News

બેદાગ ચહેરો તમારા શરીરનાં અંદરના અંગોની સારી કામગીરીને સૂચવે છે. જ્યારે કે, ચહેરા પર થયેલી ખીલ ને ફોલ્લી કે ડાધા કહી આપે છે કે તમારે સાવધ થવાની જરૂર છે.  કદાચ સામન્ય લોકો એને ફક્ત એક નાનકડો ખીલ કે ડાઘો ગણી એની અવગણના કરે. પણ, ત્વચાના નિષ્ણાતો માટે જાણે એ એક સ્પષ્ટ સંકેત છે કે શરીરમાં શાની ઉણપ છે.

કપાળ પરની ચામડી સંકેત આપે છે કે પિત્તાશય અને આંતરડામાં કોઈ ગડબડ છે. તમારી પાચનશક્તિ નબળી છે. તમે તણાવનો અને વધુ પડતા પરસેવાનો સામનો કરી રહ્યા છો.

બે ભ્રમર વચ્ચે ખીલ કે ડાઘ તમારું લીવર એટલે કે યકૃત અને ઉદરની ખરાબી બતાવે છે. તમે કદાચ સાવ ઓછું પાણી પીઓ છો અથવા તમારા ખોરાકમાં તેલ વધુ લો છો. અતિશય દારૂ પણ એનું કારણ હોય શકે.

નાક પર થનાર ખીલ હૃદયના આરોગ્યનો સંકેત આપે છે. હૃદય સારી રીતે કામ કરતું ન હોવાથી બ્લ્ડ પ્રેશર એટલે કે રક્તદાબ થાય અને લોહીનું પરિવહન નબળું પડી શકે. ખોરાકમાં વધુ પડતું મીઠું હોવાથી એમ થઈ શકે. -હોઠની આસપાસ થયેલી ફોલ્લી તમારા શરીરમાં રહેલા હૉરમોનના અનિયમનનો સંકેત આપે છે. ગર્ભાશયમાં અંડબીજના અનિયમનનું ચિહ્ન છે. તમારા માસિકચક્ર તેમજ પ્રજનન અંગો પર અસર થઈ શકે.

દાઢી પરનો ખીલ પેટ, કીડની એટલે કે કિડની તેમજ પ્રજનન અંગોના વિકારનો સંકેત છે. એ બતાવે છે કે તમે ચરબીયુક્ત કે તેલી ખોરાક વધુ લો છો.  પાણીની ઉણપ પણ હોય શકે, તેમ જ હૉરમોનનું અસમતુંલન નીપજી શકે.

કાન પર કે ગાલના ઉપરનો ભાગ બતાવે છે કે કિડનીનું કામકાજ બરાબર નથી. તણાવ, પાણીની કમી તેમ જ તૈલી ચહેરો એ એનાં માઠાં પરિણામો છે.

આંખોની આસપાસ કાળા કુંડાળા કિડની, લીવર અને આંતરડાની ખરાબી બતાવે છે. ઊંઘ ન મળવી, પૂરતાં પ્રમાણમાં પાણી ન પીવાથી એમ થઈ શકે. ઉપરાંત, મેકઅપને લીધે કે આંખો ચોળ-ચોળ કરવાથી પણ એ વધી શકે.

ગાલની વચ્ચેના ભાગમાં ડાઘ અથવા ખીલ બતાવે છે કે તમારાં ફેફસાં અથવા શ્વાસ લેવાની પ્રક્રિયા નબળી છે. એલર્જી હોય શકે. પ્રદૂષણ, ધૂમ્રપાન, ધુમાડો, મેલ, મેલા ઓશિકા કે પછી મોબાઈલ ફોનની તરંગો ખરાબ અસર કરશે.

જડબા પરની ચામડી બતાવે છે કે પેટનું આરોગ્ય સારું છે કે નહિ. તમે કેટલી ચોખ્ખાઈ રાખો છો, કેટલી હાયજીન મેન્ટેઈન કરો છો. ગંદકી અને તૈલી ખોરાકથી દૂર રહો.

ગળા ઉપરની ચામડી થાયરોઈડ વિશે સૂચવે છે, જે બીમારીને નોતરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.