Abtak Media Google News

મુંબઈ ઇન્ડિયન્સના મજબૂત સ્કોર સામે વિરાટ કોહલી સિવાય કોઈ તકી ન શક્યું

મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-૧૧માં પ્રથમ વિજય મેળવતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને ૪૬ રને પરાજય આપ્યો હતો. વિરાટ કોહલીની લડાયક બેટિંગ છતાં સામે છેડે અન્ય બેટ્સમેનો સાથ ન મળતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને હારનો સામનો કરવો પડયો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં રોહિતના ૯૪ રન અને લુઇસના ૬૫ રનની મદદથી ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૨૧૩ રન બનાવ્યા હતા જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ટીમ ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૧૬૭ રન બનાવી શકી હતી. વિરાટ કોહલી ૯૨ રન બનાવી અણનમ રહ્યો હતો જ્યારે અન્ય બેટ્સમેનો ૨૦નો સ્કોર પણ પાર કરી શક્યા નહોતા. મુંબઈ તરફથી કૃણાલ પંડયાએ ત્રણ જ્યારે બુમરાહ અને મેક્લેઘને ૨-૨ વિકેટ ઝડપી હતી.

૨૧૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ટીમને કોહલી અને ડી કોકે ચાર ઓવરમાં ૪૦ રન બનાવી આક્રમક શરૂઆત અપાવી હતી. પાંચમી ઓવરમાં મેક્લેનઘને ડી કોક અને એબી ડી વિલિયર્સને આઉટ કરી આરસીબીને બેવડો ઝટકો આપ્યો હતો. તે પછી કૃણાલ પંડયાએ એક પછી એક ત્રણ ઝટકા આપતાં મનદીપસિંહ, કોરી એન્ડરસન અને સુંદરને આઉટ કરતાં ૮૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી એક છેડે સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ સામે છેડે અન્ય ખેલાડીઓનો સાથ ન મળતાં પરાજય મળ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.