Abtak Media Google News

: રાજકોટ વાસીઓ ક્રિકેટ રસીયાતો છે જ સાથો સાથ ફુટબોલમાં પણ સારો રસ ધરાવે છે તે હાલમાં રાજકોટમાં યોજાઇ ગયેલ ઓપન સૌરાષ્ટ્ર ફુટબોલ ટુર્નામેન્ટમાં ઉભટી પડેલા દર્શકો પરથી કહી શકીએ સૌરાષ્ટ્રભરની વિવિધ ટીમોને સમાવતી ફુટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ મેચ શનિવારે યોજાયો હતો. જેમાં વરસાદી માહોલે સ્પોર્ટસ રસીકોના ઉત્સાહમાં જાણે વધારો કર્યો હતો તેવું જોવા મળ્યું હતું.

રાજકોટ ખાતે ઓપન સૌરાષ્ટ્ર સેવન સાઇડ ફુટબોલ ટુર્નામેન્ટનૂં આયોજન કરવમાં આવ્યું હતું જેમાં અનેક વિશ્ર્વ ટીમોએ સવિશેષ ભાગ લીધો હતો. જેમાં તા.૯ ના રોજ ૩ ફાઇનલ મેચનું આયોજન થયું હતું. વરસાદ હોવા છતાં તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો..

પ્રથમ ફાઇનલ એડર-૧૪ નો યોજાયો હતો. જેમાં વાયસીસીએ વિરુઘ્ધ લાઇન બોય એ નો મેચ રમાયો હતો. જે મેચમાં લાઇન બોય-એ ટીમ વિજેતા બની હતી. જયારે બીજો ફાઇનલ ૧૪ વર્ષથી માટે યોજાયો હતો. વિ‚ઘ્ધ નો મેચ રમાયો હતો. જેમાં એકસ ઇલેવનનો મેચ જીતી લીધો હતો. ત્રીજો ફાઇનલ દીપા હોપ-એ વિ‚ઘ્ધ દીપાહોપ-બી વચ્ચે રમાયો હતો. આ મેચમાં દીપા હોપએ ટીમ પેનલ્ટી શૂટ આઉટમાં ૪.૩ થી વિજેતા બની હતી.

વિજેતા ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.