Abtak Media Google News

કાનુની લડત લડતા અનેક માછીમાર આગેવાનો ફિલ્મમાં દેખાશે

સામાજીક ન્યાય કેન્દ્ર સંચાલીત કાનુની સહાય કેન્દ્ર રાજુલા દ્વારા માછીમારોની કાનુની લડત દર્શાવતી ફિલ્મ નિર્માણનું કામ સંસ્થાના અરવિંદભાઇ ખુમાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છે. એક ટીમ ફિલ્મ નિર્માણ માટે કાંઠાના ગામો ખૂંદી રહી છે.

ગુજરાતના ૧૬૦૦ કી.મી. દરીયા કાંઠે વસતા લોકોના હકક માટે કાનુની સહાય કેન્દ્ર રાજુલા દ્વછારા ઘણા કેસોમાં ગુજરાત હાઇકોર્ટ સુધીની કાનુની લડતમાં કાંઠાના લોકોને સહયોગ કર્યો છે. અનેક માછીમાર ભાઇઓ બહેનો દરિયા કાંઠાના લોકો કાનુની લડતમાં જોડાયા છે. ત્યારે ફિલ્મમાં ન્યાય માટેના સંઘર્ષ, મુશ્કેલીઓ , કાનુની પ્રયાસો, સફળતાઓ કાનુની લડવૈયાઓ દ્વારા દર્શાવવામાં આવશે. જેમ કે દરિયામાં દર વર્ષે ૧૦૦ ઉપર માછીમારો મૃત્યુ પામે છે તેને બચાવવા દરીયામાં ૧૦૮ મેડીકલ બોટ ચાલુ કરવા માંગ સાથે હાઇકોર્ટમાં પી.આઇ.એલ. કરનાર શિયાળબેટ ટાપુના મેડીકલ બોટ ચાલુ કરવા માંગ સાથે હાઇકોર્ટમાં પી.આઇ. એલ. કરનાર શિયાળબેટ ટાપુના જંડુરભાઇ બાળધિયા દેખાશે. તેમજ દરીયાનું પાણી આગળ વધતા દરિયાકાંઠાના અનેક ગામો ભય હેઠળ છે. તે બાબતે પગલા લેવાની માગ સાથે હાઇકોર્ટમાં રીટ કરનાર અમરેલીના માનવ અધિકાર એકિટવીસ્ટ અરવિંદભાઇ ખુમાણના અનુભવો દર્શાવશે. તેમજ દરીયા કાંઠે રોજગારી માટે અનેક પરીવારો ગામ છોડી વિસ્થાપિત થતા હોય માછીમારો માટે જેટી બનાવવાની માંગણી સાથે પી.આઇ. એલ. કરનાર તળાજાના સરતાનપરશના ગોવિંદભાઇ જાદવના અનુભવો હશે તેમજ તથા શિયાળબેટ દરિયાઇ ટાપુમાં દવાખાના માટે લડતા ચીંથરભાઇ બાળધિયા અને લાસીબેન શિયાળ ફિલ્મમાં દેખાશે. ફિલ્મ નિર્માણમાં કાનુની સહાય કેન્દ્ર રાજુલાના અરવિંદભાઇ ખુમાણ, સામાજીક ન્યાય કેન્દ્ર અમદાવાદ ધવલ ચોપડા, ક્રિશ્ર્નાબેન તથા દીપકભાઇ સાથેની ટિમ હાલ દરિયાકાંઠાના ગામો ખુંદી રહેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.