Abtak Media Google News

તીહાઇ-ધ મ્યુજિક પીપલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાત અને મુંબઇની  જાણીતી ફિલ્મી હસ્તીઓ હાજર રહેશે: ૨૦૧૯-૨૦ માં રીલીઝ થયેલી ગુજરાતી  ફિલ્મોના ર૮ જેટલા કલાકારોને નોમીનેશન કરીને ભવ્યાતિભવ્ય સન્માન કરાશે સરકારના સહયોગ વગર આ ઇવેન્ટ કરવી અશકય છે: અભિલાષ ઘોડા

આપણે જાણીએ જ છીએ કે ગુજરાતી ફિલ્મ જગતમાં હંમેશા કંઇ નવું, કંઇ પડકારરૂપ, કંઇ અલગ કરવા માટે નિર્માતા/ દિગ્દર્શક અને સફળ ઇવેન્ટ ડીઝાઇનર એવા અભિલાષ ઘોડાનું નામ પ્રથમ હરોળમાં જ લેવું પડે. હમણાં જ ગત ૩ જાન્યુઆરી એ તેમણે તેમની કંપની તીહાઇ –  ધ મ્યુઝીક પીપલ દ્વારા ગુજરાતી ફિલ્મોના મસમોટા એવોર્ડ સમારંભ ની જાહેરાત કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એક જબરદસ્ત સિકસર મારી છે. ભુતકાળ ના અનુભવો ના આધારે લગભગ ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝએ અભિલાષ ઘોડાના નામ પર આ ઇવેન્ટ માં ઉપસ્થિત રહેવા સંમતિ આપી દીધી છે. અભિલાષ ઘોડાની ખાસિયત એ છે કે તે પોતે એક સારામાં સારા ઇવેન્ટ ડીઝાઇનર તો છે જ સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ નો અનુભવ, ટેકનીકલ કુશળતા, મીડીયા સાથેના ગાઢ સંબંધો, રાજકીય અને બીઝનેસ હાઉસ સાથેના સંબંધો અને વિસ્તૃત હકારાત્મક ટ્રેક રેકોર્ડ ધરાવતા હોવાને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર પણ તેમની પર પુરો ભરોસો મુકી ઉપસ્થિત રહેવા સંમત થયા છે.

આજે ‘અબતક’ દ્વારા તીહાઇના ડીરેક્ટર ખુદ અભિલાષ ઘોડા સાથે થયેલી વાતચીત ના કેટલાક અંશો…

Img 20210120 Wa0203

સવાલ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે જે રીતે ગતી પકડી છે તે કાબિલેદાદ છે. અનેક સફળ ગુજરાતી ફિલ્મો એ સીનેમા ગજવ્યા ના દાખલા છે. ૨૦૧૯ માં “હેલ્લારો” અને “રેવા” જેવી ફિલ્મો એ નેશનલ એવોર્ડ મેળવી ગુજરાતી ફિલ્મોને વધુ સન્માન અપાવ્યું છે. ત્યારે તમે શું અલગ આયોજન કર્યું છે ???

જવાબ: નેશનલ એવોર્ડ ની એક અલગ ગરીમા છે, તેને હું સંપુર્ણ સન્માન આપું છું. પરંતુ ખાનગી ધોરણે આ એવોર્ડ નું આયોજન અભુતપૂર્વ રીતે અમે કચ્છના ધોરડો ખાતે આવેલા સફેદ રણ ના ટેન્ટ સીટી માં કર્યું છે. ગુજરાતી ફિલ્મ સાથે જોડાયેલા અને હીન્દી ફિલ્મો સાથે જોડાયેલા ગુજરાતી કલાકારો ને  નિમંત્રણો આપ્યા છે. અને મને જણાવતા આનંદ થાય છે કે મોટાભાગના એ ઉપસ્થિત રહેવા સંમતી આપી છે.

સવાલ: એક લગ્નની જાન સાચવવી અને દિગ્ગજ સ્ટાર લોકોને સાચવવા આ બે માં બહુ ફરક છે કેવી રીતે મેનેજ કરશો??

જવાબ: હું ચોથી જાન્યુઆરીથી જ જાતે સતત પ્રવાસ કરી દરેક દિગ્ગજ કલાકારો સાથે વ્યક્તિગત સંપર્કમાં છું. દરેક ને મેં વ્યક્તિગત આખી ડીઝાઇન સમજાવી છે. અને દરેક ને છાજે તેવી ઝફિક્ષતાજ્ઞિફિંશિંજ્ઞક્ષ ની વ્યવસ્થા ઉપરાંત ટેન્ટ સીટી માં બે નાઇટ, ત્રણ દિવસ લકઝુરીયસ ટેન્ટમા રહેવાની પણ સુંદર વ્યવસ્થા કરી છે.  એટલે વ્યવસ્થા માં સહેજ પણ કચાશ ન રહે તેની પર પુરતું ધ્યાન આપવામાં આવશે.

સવાલ : તમે મુંબઈ ખાતે પણ ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મો ના એવોર્ડ કરો છો..તો આ નવી જાહેરાત કેમ??

જવાબ: આપની વાત સાચી છે, પરંતુ તે એવોર્ડ હું નહતો કરતો, હું તો છેલ્લા ૧૯ વર્ષથી ટ્રાન્સમીડીયા સાથે માત્ર એક ઇવેન્ટ ડીરેક્ટર તરીકે કાર્યરત હતો. આ માટે હું ટ્રાન્સમીડીયાના સી.એમ.ડી. જસ્મિનભાઇ શાહ નો દિલથી આભારી છું. ત્યાં હું ઘણું શીખ્યો છું. પરંતુ મારી પોતાની પરીકલ્પનાને ઉડાન ભરાવવા મારે પોતે જ આયોજન કરવું પડે અને માટે ગુજરાતી ફિલ્મોને નેકસ્ટ લેવલ પર લઇ જવા મેં મારા અનુભવો, સંબંધો અને આવડતને કામે લગાડી છે. એક વાત ખાસ ટાંકજો.. હું કોઇની હરીફાઈ માં નથી, ગુજરાતી ફિલ્મો માટે યોજાતા અન્ય તમામ એવોર્ડ સમારંભ શ્રેષ્ઠ જ હોય છે. પરંતુ મારી સ્કીલ નો વધુ સારો ઉપયોગ થઇ શકે અને હું સ્વતંત્ર રીતે કામ કરી શકું તે માટે મે આ નિર્ણય લીધો છે. એવોર્ડ કરવા એ સરળ નથી ખુબ મોટું આર્થિક પીઠબળ જોઇએ , તમારા વ્યક્તિગત સંબંધો હોવા જોઈએ અને આ બધાની સાથે મેનેજમેન્ટ સ્કીલ પણ એટલી જ જરૂરી. ઇશ્ર્વરના આશીર્વાદ થી અમે ચોક્કસ આ અગ્ની પરીક્ષા માંથી સુંદર રીતે પાર ઉતરીશુ.

સવાલ: જે પ્રકારે આપનું આયોજન દેખાય છે તે જોતાં આખી ઇવેન્ટ સૌથી વધુ ખર્ચાળ દેખાઇ રહી છે. આર્થિક આયોજન કેવી રીતે કરશો??

જવાબ: આ સવાલ અનેક લોકોના મનમાં છે, અને હોય જ તે સ્વાભાવિક છે. ટ્રાન્સમીડીયા ના જસ્મિનભાઇ શાહ અને જીફા ના હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા એ પોતપોતાની ઇવેન્ટ સફળ બનાવવા પોતાના ખીસ્સા માંથી મોટી રકમો નાખી છે જેનો હું તાજનો સાક્ષી છું. ફરી કહું છું કે મેં વાવેલા આંબા જેવા સંબંધો થકી આજે ફળરૂપ કેરી ખાવાનો સમય આવી ગયો છે. તારીખ ૩૧ જાન્યુઆરી એ અમે નોમીનેશન ની વિધીવત જાહેરાત કરવાના જ છીએ ત્યારે આર્થિક આયોજનનો અંદાજ અમારા પ્રાયોજકો ને જોઇને આપને આવી જ જશે. હા,  હું એટલું જરૂર કહીશ કે હું નસીબદાર છું. મારી સાથે મારો ભાઇ, દિકરાઓ અને ભત્રીજા સહિત મારી અમદાવાદ, મુંબઈ અને સૌરાષ્ટ્ર ની કુશળ ટીમ દિવસ રાત આયોજનમાં વ્યસ્ત છે.

સવાલ: સરકાર તરફથી કોઇ ટેકો મળ્યો છે??

જવાબ: હું ગર્વ સાથે કહીશ કે ગુજરાતી ફિલ્મોના ઉત્થાન માટે ગુજરાત સરકાર ખુબ સારૂં કામ કરે છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતી ફિલ્મો ને પ્રોત્સાહન આપવા અનેક યોજના ઓ અમલી છે. બોલીવુડ અને ગુજરાત ના નિર્માતા ઓ વધુ સરળતાથી ગુજરાતના લોકેશન પર શુટ કરી શકે તે માટે જશક્ષલફહ ઠશક્ષમજ્ઞૂ ઙયળિશતતશજ્ઞક્ષ ની પણ વ્યવસ્થા અમલી છે. અને તેમાં સમય સમય પર વધુ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ઈશક્ષયળફશિંભ ઝજ્ઞીશિતળની પણ રચના કરવામાં આવી છે. સરકાર ના સપોર્ટ વગર આ લેવલની ઇવેન્ટ કરવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે તેમ કહીશ તો સહેજ પણ આસ્થાને નહીં ગણાય. હા, મને પણ સરકાર સહિત અનેક દિગ્ગજ કંપનીઓ તરફથી સહકાર મળ્યો છે. જેની વિધિસર જાહેરાત અમે તારીખ ૩૧ જાન્યુઆરી એ સાંજે ચાર વાગે યોજાનાર નોમીનેશન એનાઉન્સમેન્ટ વખતે જરૂર કરીશું.

સવાલ : ક્યા ક્યા વર્ષની ફિલ્મોને આપે સ્થાન આપ્યું છે ??  જ્યુરીમા કોણ કોણ છે??

જવાબ: તારીખ ૧ જાન્યુઆરી ૨૦૧૯ થી તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ દરમ્યાન રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ની એન્ટ્રી મંગાવી, તટસ્થ જ્યુરી દ્વારા તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી, ૨૮ કેટેગરી ના નોમીનેશન નક્કી કરવામાં આવશે અને તેની વિધીવત જાહેરાત આગામી તારીખ ૩૧ જાન્યુઆરી એ સાંજે ૪ વાગે ઇલેક્ટ્રોનિક ન્યુઝ મીડીયા તથા સોશીયલ મીડીયા ના માધ્યમથી કરવામાં આવશે. જ્યુરી ખુબ તટસ્થ છે, નામી અને અનુભવી લોકો છે. એટલું જ કહીશ. અમારી પોલીસી મુજબ અમે નોમીનેશન એનાઉન્સમેન્ટ પહેલા જ્યુરીના નામો જાહેર નહીં કરી શકીએ..

સવાલ: ડેસ્ટીનેશન એવોર્ડ નો આવો અદભુત વિચાર કોને આવ્યો ?? અને તેને સાકાર કરવા કેટલી મહેનત કરી??

જવાબ: ફિલ્મ એકસેલન્સ એવોર્ડ ૨૦૧૯-૨૦ ના શિર્ષક તળે યોજાનાર આ એવોર્ડ શો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નો પહેલો એવો શો છે કે જે ગુજરાત ની શાન સમા કચ્છ ના સફેદ રણની ધરતી પર નિર્માણ પામેલા “ટેન્ટ સીટી” ખાતે યોજાશે. આ વિચાર મને લગભગ બે મહિના પહેલા જ આવ્યો. સફેદ રણ ની મુલાકાત હું અનેક વખત લઇ ચુક્યો છું. ત્યાં યોજાતી અનેક કોન્ફરન્સ નો હું તાજનો સાક્ષી રહ્યો છું. ત્યારે મને વિચાર આવ્યો કે બધાની જેમ આપણે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા લોકોને લઇને અહી કેમ કશુંક નવું ન કરવું ?? વિચાર પરીવાર અને ટીમ સામે મુક્યો, ડીઝાઇન થવાનું શરૂ થયું. અને વાત વાતમાં ઇવેન્ટ નું સ્તર એટલું મજબૂત બની ગયું છે. દાવા સાથે કહું તો પરદેશમાં યોજાતા બોલીવુડ એવોર્ડ જેવો ટાર્ગેટ રાખીને અમે આગળ વધી રહ્યા છીએ.

સવાલ: કેટલા સેલીબ્રીટી અપેક્ષીત છે??

જવાબ: અંદાજીત ૧૦૦ જેટલા મુંબઈ થી અને ૧૫૦ જેટલા ગુજરાત થી સેલીબ્રીટીઝ આવી રહ્યા છે. જે માટે સફેદ રણ ખાતે નિર્માણ પામેલા લકઝુરીયસ ટેન્ટમાં તમામ લોકોની રહેવા તથા ભોજનની સંપુર્ણ વ્યવસ્થા અમે કરેલી છે. જે માટે અમને સફેદ રણ કમ્પીયન નો સંપુર્ણ સહયોગ સાંપડ્યો છે. અભિલાષ ઘોડા સાથે વાત કરતા અને તેમનો આત્મવિશ્વાસ જોતા એક વાત તો સ્પષ્ટ થઇ કે આ એવોર્ડ સમારંભ બધા કરતાં કંઇક અલગ ઉંચાઇ ધરાવનાર જરૂર હશે. આ આખા આયોજન માં અભિલાષ ઘોડા સાથે તેમના લઘુબંધુ દિક્ષિત ઘોડા,  ટેકનીકલ ડાયરેક્ટર તરીકે તેમના જ બન્ને દિકરાઓ કરન ઘોડા અને વિવેક ઘોડા ભત્રીજો વૃજ ઘોડા, નૃત્ય દિગ્દર્શક તરીકે કૃણાલ સોની, વસ્ત્ર પરીકલ્પના માટે પૌરવી જોષી તથા સમગ્ર આયોજનમાં પીયુષ સોલંકી, ધૃવા પંડ્યા, જીગર રાઠોડ, નિસર્ગ ચૌહાણ જેવી સક્ષમ નિર્માણ ટીમ જોડાયેલી છે. આ ઉપરાંત મુંબઇ ખાતે વિજય રાવલ, જીતેન પુરોહિત, વર્ષા જીરીવાલા, મીરા આચાર્ય જેવા મીત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.