ગામે-ગામ છપ્પન ભોગથી દેવોને રાજી કરાયા

અન્નકૂટ દર્શન

મોરબી અને જસદણમાં ૫૬ ભોગ મહાપ્રસાદના દર્શનથી શ્રઘ્ધાળુઓએ ધન્યતા અનુભવી

જસદણ પંથકમાં આવેલા પ્રખ્યાત શ્રી ધેલા સોમનાથ મંદિરમાં આ વર્ષે નવા વર્ષના પર્વ નિમિતે દાદાને ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભકતજનોની સગવડતા મળી રહે તે માટે હાલ નિવૃત નાયબ મામલતદાર નિ:શુલ્ક સેવા આપી રહ્યા છે.

આ સાથે મોરબી ખાતેના રામધન આશ્રમ તથા આમરણ ગામ સહિતના મંદિરોમાં દેવોને છપ્પન ભોગ ધરીને રાજી કરવાનો ભકતજનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શ્રઘ્ધાળુઓએ છપ્પન ભોગ મહાપ્રસાદના દર્શનનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી.

છપ્પન ભોગ એટલે શું?

સમગ્ર વિશ્ર્વમાં માત્ર અને માત્ર એક ‘કમળ’ જ એવું ફૂલ છે જે સાતો સાત રંગોમાં ખીલે છે લક્ષ્મીજીનું આસન જ કમળ છે. વિષ્ણુ ભગવાનને એટલે જ તો ‘કમળાપતિ’ પણ કહેવાયછે. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર છે. દ્વારકાધીશ અને રણછોડરાય (ડાકોર) ને પદુ-છપ્પન ભોગ ધરાવવાનો આવે છે. એમાં કમળનું કુલ નિમિત છે. કળમનાં ફુલ્માં સામાન્ય રીતે ત્રણ પડ હોય છે સૌથી પહેલા પડમાં આઠ, બીજા પડમાં એનાથી ડબલ સોળ અને ત્રીજા પડના એનાથી ડબલ બત્રીસ  અને કુલ મળીને છપ્પન પાંખડીઓ ખુલી જાય તેની મઘ્યમાં ભગવાન બિરાજે છે. પછી દરેક પાંખડીઓ એક એક ગોપી (રાધા સહિત) ભગવાનને છપ્પન ભોગ અલગ અલગ વાનગીઓ ધરાવવામાં આવે છે તેને જ છપ્પન ભોગ કહેવામાં આવે છે. કળમ એ બ્રહ્મનું પ્રતિક છે. ત્રણપડએ ત્રણ લોકનું પ્રતિક છે. આઠ પાંખડી શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓનું ૧૬ સોળ પાંખડીએ સોળ શણગાર અને સોળ કળાનું અને બત્રીસ પાંખડીએ શરીરમાં બત્રીસ કોઠાનું પ્રતિક છે. છપ્પન ભોગની  સગવડ-અગવડ મુજબ સ્થળ અને સમયને ઘ્યાનમાં રાખીને કંઇક અંકે ફેરફારને આધિન રહેતી હોય છે. સામાન્ય રીતે પદુ (છપ્પન) ભોગ માટે ૭૦ (સીતેર) ડબા શુઘ્ધ ઘી રપ૦ (બસો પચાસ) કિલો મેદો, ૫૦ (પચાસ) ગુણી ખાંડ અને સુકામેવા અને પુરક સામગ્રી વપરાય છે. છપ્પન પ્રકારની મીઠાઇ બનતી હોઇ તેને ૫૬ (છપ્પન) ભોગ કહેવાય છે.

Loading...