Abtak Media Google News

પોલીસે માર મારી બાઇક ડિટેઇન કર્યાનો ફાયરમેનનો આક્ષેપ: ફાકીના પાર્સલની ડિલેવરી કરવા નીકળતા પકડયાનો પોલીસનો પ્રતિ આક્ષેપ :અંતે મામલો થાળે પડયો

કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા લોક ડાઉનનો અમલ કરાવતા પોલીસ સ્ટાફને અવાર નવાર ધર્ષણ થતું હોય છે. કોઠારીયા રોડ પર ફાયરમેન અને પોલીસમેન વચ્ચે જાહેરનામા ભંગ અને વાહન ડીટેઇનના મુદ્દે ઉગ્ર જીભાજોડી થયા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ વચ્ચે બેઠક યોજવા બાદ બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફાયર બ્રિગેડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સાજીદ મકવાણા ગતરાતે પોતાની ફરજ પરથી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે આજી ડેમ પોલીસ સ્ટાફે ફાયરમેનને રોકી તેની અટકાયત કરી બોલાચાલી બાદ ફાયરમેનનું બાઇક ડીટેઇન કર્યુ હતું.

Img 20200403 Wa0020

ફાયરમેન સાજીદ મકવાણાની આજીજી બાદ પણ તેનું બાઇક ડિટેઇન કરતા આજરોજ જુના બસ સ્ટેન્ડ પાસે સેન્ટ્રલ ફાયર બ્રિગેડ પર ઉચ્ચ ફાયર અધિકારી અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજી મઘ્યસ્થ દ્વારા સમાધાન થયાની ભીતી લાગી રહી છે.

જયારે બીજી તરફ પોલીસ દ્વારા પ્રતિ આક્ષેપ કરતા ફાયર બ્રિગેડના જવાન પાસે ફાકીના ર૦ પાર્સલ હોય અને વાહનના કાગળીયા પણ ન હોવાથી પોલીસે બાઇક ડિટેઇન કર્યાનું જણાવ્યું હતું. જયારે પીએસઆઇ કડછાએ ફાયરમેનને બાઇક પરત આપવાનું કહેવા છતાં સાજીદ મકવાણાએ લોકો ભેગા કર્યાનું પ્રતિ આક્ષેપ કર્યો હતો. ઘટના બાદ સેન્ટ્રલ ફાયર બ્રીગેડ પર ઉચ્ચ અધિકારીઓ મઘ્યસ્થી બની મામલો ઠાળે પાડયો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.