Abtak Media Google News

૨૦૨૨ સુધીમાં મેલેરીયા તાવને નેસ્તાબૂદ કરવાનો રાજય સરકારનો ઈરાદો

મેલેરીયા તાવને વર્ષ ૨૦૨૨ સુધીમાં નેસ્તાબૂદ કરવાના ઈરાદા સો ગુજરાત સરકાર કામ કરી રહી છે. જે અંતર્ગત ફિવર હેલ્પલાઈન માટે ૧૦૪ની સેવાનું આગામી ૭મી મેના રોજ રાજકોટ ખાતેી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે લોન્ચીંગ કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ ૨૦૨૨ સુધીમાં મેલેરીયાને નેસ્તાબૂદ કરવા માટે રાજય સરકારે બીડુ ઝડપયું છે જે અંતર્ગત ફિવર હેલ્પલાઈન ૧૦૪ની સેવા રાજયભરમાં શ‚ કરવામાં આવશે. આગામી ૭મી મેના રોજ રાજકોટ ખાતેી મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે આ સેવા શ‚ કરાશે. પ્રમ તબકકે ગુજરાતના ‚રલ એરીયામાં આ સેવા શ‚ શે. ત્યારબાદ બીજા તબકકામાં અર્બન એરીયાને આવરી લેવામાં આવશે. રાજકોટ મહાપાલિકા દ્વારા મેલેરીયા નાબૂદી માટે હાલ શહેરમાં ૨૨ ઝુંપડપટ્ટીઓ શોધી કાઢવામાં આવી છે. જયારે ટીમો કાર્યરત રહેશે અને સેવાકીય સંસઓ, મહાપાલિકાના સ્ટાફ સહિત ૨૫૦ વ્યક્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી કરશે.

ઈમરજન્સી ૧૦૮ની સેવાની માફક ૧૦૪ની સેવા ફિવર હેલ્પ લાઈન તરીકે ઓળખાશે તેમાં મેલેરીયા સહિતના તાવના દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે કામગીરી કરવામાં આવશે. આટલું જ નહીં સિવિલ હોસ્પિટલ ખાતે એક મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ પણ શ‚ કરવામાં આવશે. શહેરના મધ્યમાંી પસાર તી આજી નદીના પ્રદુષણને કારણે મેલેરીયાની બીમારી ફેલાઈ છે ત્યારે આજી નદીમાંી ગંદકી દૂર કરવા મશીનરી ફાળવવામાં આવી છે અને નાઈટ્રોજનનો વધારો કરી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી પણ શ‚ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.