Abtak Media Google News

ભારતીય મહિલાઓમાં ટોટલ ફર્ટીલીટી રેટ સતત ધટતો જાય છે !!!

ભારતમાં બેરોજગારી, ગરીબી, પોષણક્ષમ આહાર વગેરે જેવા મુદ્દાને લઇ જટીલ પ્રશ્ર્નો ઉભા થયા છે. ત્યારે હવે આગામી સમયમાં સ્ત્રીઓનો ફટાલીટી રેટ પણ પડકારરુપ બને તેવી ભીતી સર્જાઇ છે. ભારતમાં સ્ત્રીઓનો ફર્ટાલીટી રેટ સતત ઘટતો જાય છે.

ફર્ટાસીટી રેટ એટલે કે સ્ત્રીમાં રહેલી પ્રજનન ક્ષમતા જો આ પ્રજનન ક્ષમન સતત ઘટતી જ રહેશે અને આમ જ ચાલતુ રહેશે તો આ દુનિયા એક દિવસ માનવ વિહોણી બની જશે. વાત કરીએ ભારતીય સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતાની તો જૈન સ્ત્રીઓમાં ફર્ટાલીટી રેટ સૌથી ઓછો છે. જયારે મુસ્લિમ મહીલાઓમાં સૌથી વધુ છે.

સ્ત્રીઓમાં ટોટલ ફર્ટાલીટી રેટને લઇ વર્ષ ૨૦૦૪-૦૫ માં સર્વે થયો હતો. જેમાં ફર્ટાલીટી રેટ ૨.૮ નોંધાયો હતો જયારે હાલ આમાં ઘટાડો થઇ ૨.૧ નોંધાયો છે.

વર્ષ ૨૦૧૫-૧૬ ના નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના સૌથી વધુ ફર્ટાલીટી રેટ મુસ્લિમ મહિલાઓમાં હોવાનું જાણવા મળ્યું છે. તેમાં પણ ઘટાડો જરુર થયો છે. પરંતુ અન્ય સમાજની મહીલાઓ કરતા મુસ્લિમ મહીલાઓમાં ફર્ટાલીટી રેટ વધુ છે. જયારે જૈનોમાં ફર્ટાલીટી રેટ નોંધાયો છે. અને શિક્ષણનું પ્રમાણ પણ વધુ જૈનોમાં જોવા મળ્યું છે.

સર્વે અનુસાર ૩૦ ટકા મહિલાઓ એવી છે કે જે એક બાળકને જન્મ આપી વ્યધીંકરણ મેળવે છે. એટલે કે ૩૦ ટકા મહિલાઓ એવી છે કે જે એક કરતાં વધુ બાળક ઇચ્છતી નથી. જયારે ૮૪ ટકા સ્ત્રીઓ બે બાળકોને જન્મ આપી વ્યધીંકરણ એટલે કે ઓપરેશન કરાવી લે છે.

આ ઉપરાંત ૭૭ ટકા ગરીબ મહીલાઓ એવી છે કે જે બે બાળકો ધરાવે છે તેમ સર્વે પરથી જાણવા મળ્યું છે.

Table

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.