Abtak Media Google News

ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે યાત્રાળુઓ તેમજ સ્થાનીય લોકોની અવર જવર માટે ચાલતી ફેરીબોટ સર્વિસ આજે સવારે ભારે પવન તથા ખરાબ હવામાનના કારણે ઓખા મેરીટાઈમ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવતા હજારો ભાવિકો બેટ અને ઓખા એમ બન્ને બાજુ અટવાયા હતા.

ઓખા-બેટ દ્વારકા વચ્ચેના ઉંડા દરિયામાં ભારે પવનના કારણે મુસાફરો ભરેલી ફેરી બોટ ઉથલી ન પડે અને અકસ્માત ન સર્જાય તે હેતુથી અગમચેતીરૂપ આજરોજ બપોરના ૧૨ વાગ્યા આસપાસના સમયથી આ ફેરીબોટ સર્વિસ બંધ કરાઈ હતી અને ૧૭૦ જેટલી ફેરીબોટને બંને તરફના જેટી પર લાંગરી દેવામાં આવી હતી.

પરંતુ આના કારણે સ્થાનિય લોકો તેમજ દ્વારકાધીશ મંદિરે દર્શન કરવાથી અનેક ભાવિકો વંચિત રહી ગયા હતા અને જેટી ઉપર યાત્રાળુઓ બોટ સર્વિસ ચાલુ થવાની રાહ જોતાં કલાકો સુધી જોવા મળ્યા હતા. હાલમાં પુરુષોતમ માસ ચાલતો હોય અને વેકેશનનો સમયગાળો પણ હોય હજારો યાત્રિકો બંને તરફની જેટી પર અટવાઈ પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.