Abtak Media Google News

ભાજપના પ્રહારો કોંગ્રેસ પર વધારે અને ગઠ્ઠબંધન પર ઓછા હોય; ગઠ્ઠબંધનના નેતાઓ આ ચૂંટણીમાં કોંગ્રેસ વગરા ‘ફીલગુડ’ કરી રહ્યા છે

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાન હેમખેમ પૂર્ણ થયા બાદ આવતીકાલે બીજા તબકકાનું મતદાન યોજાનાર છે. ત્યારે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ વગરના વિપક્ષી ગઠ્ઠબંધનને ભાજપ અને કોંગ્રેસ સામે આકરા ચૂંટણી પ્રહારો કરવાની તક મળી ગઈ છે. જયારે ભાજપ અને વડાપ્રધાન મોદી દ્વારા મુખ્યત્વે કોંગ્રેસ પર વાકપ્રહારો કરવામાં આવતા હોય વિપક્ષી ગઠ્ઠબંધનના આક્ષેપોમાંથી બચાવ થઈ રહ્યો છે. જેથી વધુ આક્ષેપોનો સામનો કર્યા વગર વિપક્ષી ગઠ્ઠબંધનને ભાજપ કોંગ્રેસ બંન તરફ પ્રહારો કરવાની તક મળતી હોય આ ગઠ્ઠબંધનના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ફીલગુડ કરી રહ્યા છે.

સમાજવાદી પાર્ટી બસપા અને આરએલડી સતત પણે સંઘર્ષમય સ્થિતિમાં સંયુકત પ્રચારથી રાજયમાં પોતાના તરફે વાતાવરણમાં સફળ દેખાય રહ્યા છે. મોદીએ આ ગઠબંધનને શરાબ અને મહામિલાવટ સાથે સરખાવીને ચૂંટણી પ્રચારમાં ભારે પ્રહારોનું નિમિત બનાવી હતી ત્યારે મહાગઠ બંધનને કોંગ્રેસના શાસનકાળનાં કથિત ભ્રષ્ટાચાર અને વંશવાદ જેવા ભાજપના પ્રહારજનક મુદાઓથી કોંગ્રેસ વગરના ગઠબંધનને ઘણી રાહત થાય છે.

ગઠ્ઠબંધન માટે પાકિસ્તાન અને ધ્રુવીકરણ જેવા મુદાઓ હવે કોઈ મતલબ રાખતા નથી. ભાજપ ઉત્તરપ્રદેશના રાજકારણમાં ગઠબંધન સામે પ્રચારમાં કોંગ્રેસ સંબંધીત મુદાઓનો ગઠબંધન સામે હથીયારભરી ઉપયોગ કરી શકે તેમ નથી તેની સામે ઉત્તર પ્રદેશનું ગઠબંધન કોંગ્રેસ વગર ફુલગુડ અનુભવે છે. ઉત્તર પ્રદેશનો પશ્ર્ચિમ વિભાગ ૨૦૧૪માં હિન્દુ મુસ્લિમ મતોનું ધ્રુવીકરણનું કેન્દ્ર બન્યો હતો.

બસપાના માયાવતી સપાના, અખિલેશ યાદવે લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપને મહાત કરવામાં યુપીની ચૂંટણીમાં ઓબીસી, યાદવ, જાટ, મતદારોલ, મુસ્લિમ સમાજનાં જ્ઞાતિ આધારીત મતોનું રાજકારણ મહત્વનું બની રહેશે. જયારે આ પરિસ્થિતિમાં કોંગ્રેસને બહાર રાખવાથી ગઠબંધનને ભાજપનાં કોંગ્રેસ સામેના પ્રહારોથી છૂટકારો મળ્યો છે. અને ગઠબંધનને માત્ર સ્થાનિક મુદાઓને ધ્યાને લઈને જ ચૂંટણીમાં કવાયત કરવાનું ભાગમાં આવ્યું છે.જેનાથી કોંગ્રેસ વગરનું આ ગઠબંધન નેતાઓને માટે ફિલગુડ કરાવના‚ અનુભવ રહ્યું છે.

ઉતરપ્રદેશનું આખુ રાજકારણ અત્યારે મોદી તરફી અને મોદી વિરૂધ્ધ રણનીતિમાં સાથે ચૂંટણી જંગમાં છે. ત્યારે કોંગ્રેસ સામેનું ભાજપ અને નરેન્દ્ર મોદીના આક્રમક વલણનું દબાણ યુ.પી.માં કોંગ્રેસ સાથે ન હોવાથી ભાજપનો કોંગ્રેસ સામેનો પડકાર નડતો નથી અને કોંગ્રેસ વગર ગઠબંધનને ફિલગુડનો અનુભવ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.