Abtak Media Google News

બેન્ડવાજાની સૂરાવલી સાથે વરઘોડામાં હજારો શ્રાવકો જોડાયા: તપસ્વીઓના પારણા અને અનુમોદનાર્થે જિનાલયો ભાવિકોથી ખીચોખીચ: સંઘ જમણમાં ‘અન્ન ભેગા તેના મન ભેગા’ ઉકિતને જૈન સમાજે સાર્થક કરી

પર્યુષણ મહાપર્વની આઠ દિવસની ઉગ્ર તપસ્યા તેમજ ગુ‚ભગવંતની ભક્તિભાવપૂર્વક ભાવના કર્યા બાદ સ્થાનકવાસી અને દેરાવાસી જૈન સમાજે શ્રમાપના પાઠવી સંવત્સરી મહાપર્વની હર્ષોલ્લાસભેર ભાવભીની ઉજવણી કરી હતી. રાજકોટ શહેરનાં તમામ જિનાલયોમાં જુદાં-જુદાં સંઘો દ્વારા સંઘ જમણ, તપસ્વીઓનાં પારણા તેમજ ભવ્યાતિભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તપસ્વીઓની વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હજારો જૈન લોકો વરઘોડામાં તપસ્વીઓની અનુમોદના અર્થે એકઠા થયા હતા.તપસ્વીઓની વાજતે-ગાજતે જિનાલયોમાં પધરામણી થયા બાદ તપસ્વીઓને ગોળનું પાણી, મગનું પાણી, મગ ગુંદની રાબ તથા અવારી સહિતનાં આરોગ્યપ્રદ ભોજનથી પારણાં કરાવવામાં આવ્યા હતા. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ પૂર્ણ થતા બીજા દિવસે ‘અન્ન ભેગા તેના મન ભેગા’ ઉકિતને સાર્થક કરવા વર્ષોથી પરંપરા મુજબ સંઘ જમણનું આયોજન કરવામાં આવે છે. સંઘ જમણ સ્વ‚ચિ ભોજન, સ્વામી વાત્સલ્ય અને ગૌતમ પ્રસાદ એવા અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. સંઘ જમણથી પરસ્પરની લાગણી, પ્રેમ અને પરિચય તેમજ વિચારોની આપ-લે થાય છે.

શેઠ ઉપાશ્રય જૈન સંઘ

૨ોયલપાર્ક અને શેઠ ઉપાશ્રય સનક્વાસી જૈન સંઘની ઉલ્લાસભ૨ી વિનંતીને સ્વીકા૨ી ગોંડલ સંપ્રદાયના પ્રાણ પિ૨વા૨ના તપસમ્રાટ પૂ. ૨તિલાલજી મ઼સાહેબના શિષ્યા અપૂર્વશ્રુત આ૨ાધિકા પૂ. લીલમબાઈ મ઼સ.ના સુશિષ્યા સાધ્વી૨ત્ના પૂ. દિક્ષ્ાિતાબાઈ મહાસતીજી એવમ ડો. પૂ.પન્નાબાઈ મહાસતીજી તા પૂ. ચાંદનીબાઈ ઠાણા-૩ અત્રે સુખસાતામાં બિ૨ાજમાન છે. ચાતુર્માસના દિવસોમાં સાધ્વી૨ત્ના પૂ. દિક્ષ્ાિતાબાઈ મહાસતીજી તા સાધ્વી૨ત્ના ડો.પૂ.પન્નાબાઈ મહાસતીજી ૨ોજ પ્રવચન તા વાંચણી ફ૨માવેલ. આ આ૨ાધનામાં ઉત્સાહ-જોમ-જોશ વધા૨વા અને આ પર્વને વધાવવા નવત૨ અભિયાનો જેવા કે પ્રતિક્રમણ, ગેઈમ-સ્પર્ધા તેમજ શિબિ૨ સહિતનાં કાર્યક્રમો ૨ાખવામાં આવ્યા તેમજ માં-બાપને ભુલશો નહિ, દર્શન-તપ-ચિ૨ત્રનું મહત્વ, ક્ષ્ામા વી૨નું આભુષ્ાણ, ભગવાન મહાવી૨ સ્વામીની માતા ત્રિશલાના ૧૪ સ્વપનની ઉછામણી, સત્સંગી જ્ઞાનની વૃદ્ઘિ, દાનનો મહિમા-અપ૨ંપા૨, ખતમ-ખમાપણાનું મહત્વ તા વે૨ના વધામણા તેમજ આલોચના જેવા કાર્યક્રમો ૨ાખવામાં આવ્યો હતો. ગઈ કાલે પ૪ તપસ્વીઓના પા૨ણા અને ૨વિવા૨ે સંઘ જમણ ૨ાખવામાં આવેલ હતુ જેમાં ૩૦૦૦ સભ્યોએ પ્રસાદી લીધી હતી. બુધવા૨ેી ૨ાબેતા મુજબ વ્યાખ્યાન તા વાંચણી ચાલુ ૨હેશે.

વિરાણી પૌષધ શાળા

પૂ.ભાનુબાઈ મ.સ. આદિ ઠાણા-૮ની નિશ્રામાં વિરાણી પૌષધ શાળામાં પર્યુષણ પર્વની આરાધના ઉલ્લાસપૂર્વક સંપન્ન થઈ હતી. તપશ્ર્વીઓના પારણાનો લાભ રશ્મિબેન રમણિકભાઈ જસાણી હસ્તે હિતેનભાઈ જસાણી પરિવારે લીધો હતો. તપસ્વીઓનું બહુમાન પૂ.સૂર્ય-વિજય મ.સ.ના સંસારીબેન જેકુંવરબેન ધીરજલાલ મહેતા તથા માતુશ્રી ઈન્દીરાબેન કામદાર હસ્તે રાજેભાઈ, નીતિનભાઈ કામદાર પરિવારે લીધો હતો. સમૂહ ક્ષમાપનામાં પૂ.ભાનુબાઈ મ.સ.એ ફરમાવ્યું હતું. દર્શનાબેન-સતિષભાઈએ યાવત્જીવન બ્રહ્મ ચર્યના પચ્ચક્ખાણ કર્યા હતાં. સંતોકભાઈ મ.સ.ની પૂણ્યતિથિના ઉપલક્ષે તા.૦૨/૦૯થી ઉપવાસ-આયંબિલ-એકાસણાના લઘુધર્મચક્ર તપનું આયોજન કરાયું છે. તેમ સ્થાનકવાસી જૈન મોટા સંઘના મંત્રી કૌશિકભાઈ વિરાણીની યાદીમાં જણાવાયું છે.

તાડદેવ-વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ

તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે દક્ષિણ મુંબઈમાં પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પૂ.વિમલાજી મ.સ.ની અઠ્ઠાઈ તપશ્ર્ચર્યા તેમજ ૧૨ થી ૨૫ વર્ષના યુવા આલમે અઠ્ઠાઈની હારમાળા સર્જી હતી. ૪૧ અઠ્ઠાઈ સહિત ૭૫ તપસ્યાના સમૂહ પારણાનો લાભ ભદ્રાબેન સુરેશચંદ્ર શાહ (લાઠીવાલા) પરિવારે અને બહુમાનનો શ્રી સંઘ તથા ઈન્દિરાબેન અમીભાઈ શાહે લાભ લીધેલ વર્ધમાન તપ આરાધક પૂ.પદમાજી મ.સ.ની ૭૯મી આયંબિલ ઓળીના પારણા તા.૩/૯ને રવિવારે ઉજવાશે. પારણાનો લાભ મીતાબેન સમીરભાઈ શેઠ અને કલ્પનાબેન પ્રદીપભાઈ નિશર પરિવારે લીધેલ છે.એક ઉપાશ્રયના જિર્ણોધ્ધારનો નયનાબેન અજયભાઈ ખંધારે ‚ા.૪ લાખમાં લાભ લીધેલ તેમજ સાતાકારી પાટનો અનેક ભાવિકો લાભાર્થી બન્યા હતા. પાંચ-પાંચ સુવર્ણગીનીના ડ્રો તેમજ વ્યાખ્યાન જીકારામાં ભાવિકોએ દાનની વર્ષા કરેલ. ચેરમેન ખીમજી છાડવા, પ્રમુખ નેમચંદ છેડા, મંત્રી ચંપક નંદુ વગેરેએ ચાતુર્માસ મળવા બદલ ઋણ સ્વીકાર કર્યા હતા.

સ્થાનકવાસી જૈન સંઘ

વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ વાયા દાહોદ પાસે લીમડી (પંચમહાલ) ખાતે પૂ. ધીરગૂ‚દેવના આજ્ઞાનુવર્તી પૂ. નર્મદા વિનય ગૂ‚ણીના સુશિષ્યા પૂ. મીતાજી મ.સ. અને લીમડીના પૂ. સુનંદાજી મ.સ.ની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણમાં રોજના ૮૦૦થી વધુ ભાવિકોની હાજરી અને સુનિતાબેન રાજનભાઈ દુગ્ગડની માસક્ષમણતપની આરાધના સહિત ૩૮ અઠ્ઠાઈ તેમજ અન્ય તપશ્ર્ચર્યા સારી સંખ્યામાં થયેલ તા.૨૭ ને રવિવારે યુવાન યુવતીઓને સાફા બંધાવી તપસ્વીની શોભાયાત્રા મુખ્ય માર્ગે તપસ્યા કરનેવાલે કો ધન્યવાદ ધન્યવાદના જયનાદે ફર્યા બાદ મહાવીરભવનમાં બપોરે અને સાંજે સ્વામી વાત્સલ્ય યોજાયેલ આશાબેન હકાણીની ધર્મારાધનાની અનુમોદના કરવામાં આવી હતી. ગામન પનોતા પુત્રી અને દુગ્ગડ પરિવારના કુલદીપિકા પૂ. સુનંદાજી મ.સ.ના ચાતુર્માસથી સકલ સંઘ ધર્મભાવે રંગાયો છે. યુવા જગતમાં અનેરો ઉત્સાહ વધારવા સંઘ પ્રમુખ રમેશભાઈ સોનીના નેતૃત્વમાં સહુ જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજગિરિ જૈન ઉપાશ્રયથી તપસ્વીઓની શોભાયાત્રા

રાજગિરિ જૈન ઉપાશ્રય ખાતે આચાર્ય ભગવંત પૂ. ડૂંગર-જય માણેક -પ્રાણ-રતિગિરિ ગુ‚દેવોની અવિરત કૃપા વરસી છે. ગઈકાલે ઉપાશ્રયથી તમામ તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ નવકાશી તથા તપસ્વીઓનાં પારણા કરાયા હતા.

નાલંદા ઉપાશ્રય

ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં તપસ્વીઓના પારણા-બહુમાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૃષ્ટિબેનને ૩૬ ઉપવાસની આરાધનાના તપસ્વીને ‚ા.૫૦૦૦/- આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ‚ા.૮૨૦/- આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પૂ.રંજનબાઈ મ.સ., સોનલબાઈ મ.સ. તથા બ્ર.પૂ.મિનળબાઈ મ.સ. પ્રવચન ફરમાવતા હતાં. આ પ્રસંગે દિપકભાઈ દોશી, અશોકભાઈ દોશી, હિમાંશુભાઈ શાહ, રમેશભાઈ દોશી, પ્રફુલભાઈ વોરા, સુનિલભાઈ શાહ, ચેતનભાઈ આણી, દાનરત્ના શારદાબેન મોદી, શૈલેષભાઈ દોશી, આર.આર.બાવીશી પરિવાર, નવિનભાઈ શાહ, સુદિપભાઈ મહેતા, શૈલેષભાઈ ઉદાણી, ઈન્દુભાઈ બદાણી, કૌશિકભાઈ મોદી, મિલનભાઈ વોરા, સંપટભાઈ જૈન, ઉત્તમભાઈ સંચેતી, માનસીબેન, જયેશભાઈ માવાણી, પ્રદિપભાઈ માવાણી, ભૂપેન્દ્રભાઈ મહેતા, જયેશભાઈ સંઘાણી, વિમલભાઈ મહેતા, અશોકભાઈ ખંઢેરીયા, બિપીનભાઈ દોશીએ હાજરી આપી અનુમોદના કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં આદિનાથ ટ્રસ્ટી મંડળ, શાલિભદ્ર તથા સોનલ સેવા મંડળે સતત જહેમત ઉઠાવી હતી. સંઘના પદાધિકારી નિલેશભાઈ શાહે અઠ્ઠાઈ તપની આરાધના કરેલ હતી. દાનરત્ના શારદાબેન મોદીએ ખાસ ઉપસ્થિત રહી તપની અનુમોદના કરી હતી.

અજરામર સ્થાનકવાસી જૈન સંઘ

અજરામર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ ખાતે લીંબડી અજરામર સંપ્રયદાયના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજીસ્વામીના આજ્ઞાનુવર્તી પૂ. વેલ. માણિકય સમુદાયના શાશનપ્રભાવિકા પૂ. ગુરુણીમૈયા ‚ક્ષ્મમણીબાઇ મ.સ. ના શિષ્યા પૂ. અંજનાબાઇ મ.સ. પૂ. સોહિણીજી કુમારીજી મ.સ. પૂ. નંદીનીજી કુમારિજી મ.સ. તથા પૂ. કમલિનીજી મ.સ. આદિ ઠાણા-૪ ની પાવન નિશ્રામાં પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ચાતુર્માસ દરમીયાન છઠ્ઠ તપ તથા આયંબીલ તપની સાંકળ, બાલ સંસ્કાર, મહીલા તથા જ્ઞાન અભિયાન શિબીર તેમજ ઉપકારી મહાપુરુષોના દશ પચ્ચકખાણ બાદ ભકતામર સહીતના આયોજકો થયા હતા. દરરોજ બપોરે વિવિધ ધાર્મિક સ્પર્ધાઓ, સાંજના દેવસીય પ્રતિક્રમણ રાખવામાં આવેલ હતા. અજરામર જૈનશાળાના બાળકો દ્વારા સુંદર અભિયન સાથૈ સંવાદ, મહીલા મંડળ દ્વારા ભકતામરની ૪૮ ગાથાના ભાવ દર્શાવતો સંવાદ તથા ક્ધયા મંડળ તથા પુત્રવધુ મંડળએ કોઇપણ જાતના આરંભ સમારંભ વગર બેનમુન અભિયન સાથે રજુ કરેલ હતો. તપસ્વીઓના સમુહ પારણાનો લાભ માતુશ્રી સરલાબેન શાંતિલાલ શાહ પરીવારે લીધેલા હતો. અજરામર સંધમાં આમંત્રિત મહેમાનો માટે સ્વામી વાત્સલ્ય તા. ૩-૯-૧૭ રવિવારે રાખવામાં આવેલ છે.

જાગનાથ ધર્મનાથ જિનાલય

શહેરના જાગનાથ ધર્મનાથ જિનાલયે પર્યુષણ મહાપર્વ નીમીતે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.સંવત્વરી મહાપર્વની ભવ્ય ઉજવણી બાદ ગઇકાલે તપસ્વીઓમાં પારણા, શોભાયાત્રા અને તવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. તપસ્વીઓના વરઘોડા દરમિયાન હજારો જૈન જૈનેતર માનવ મહેરામણ ઉમટયુ હતું. વાજતે ગાજતે વરઘોડો જિનાલયે પહોચતા તપસ્વીઓના પારણાં કરવામાં આવ્યા હતા. તપસ્વીઓની અનુમોદના બાદ સંઘ જમણનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ભજન, ભકિત સાથે ભોજન પણ સમુહમાં લેવાથી અનેક લાભ

જૈન ધમેના પવોધિરાજ પર્યુષણ મહાપવે પૂણે થયા બાદ સંઘ જમણ – સાધર્મિકના આયોજનો કરવાની પરા પૂવેથી ચાલી આવતી  પરંપરા છે,જે સ્વામી વાત્સલ્ય,સ્વરૂચિ ભોજન,સાધર્મિક ભક્તિ, ગૌતમ પ્રસાદ,સંઘ જમણ વગેરે જુદા – જુદા નામથી ઓળખાય છે.આ આયોજનનો મુખ્ય આશ્ય એ છે કે વષેમાં એકાદ વખત પોતાના સાધર્મિકો સાથે બેસીને કોઈ પણ જાતના ભેદભાવ વગર ,શેઠ અને સાથે કામ કરનાર કમેચારી,રાજા અને રૈયત એક સાથે ભોજન – સંઘ શેષ લેતાં દ્રશ્યમાન થાય છે,જેનાથી પરસ્પર પ્રેમ અને વાત્સલ્યની લાગણી જન્મે છે.એક – બીજાની નજીક આવે છે,વિચારોની આપ – લે થાય છે.બહાર ગામથી કોઈ શ્રાવક – શ્રાવિકા રહેવા આવ્યા હોય તો એકબીજાનો પરીચય થાય છે.એટલે જ કહેવાય છે *અન્ન ભેગા તેના મન ભેગા.*દાતાઓ ઉદાર દિલે અનુદાન આપી પોતાનો પરીગ્રહ ઘટાડી પૂણ્યાનુંબંધી પૂણ્ય ઉપાજેન કરી દાન ધમેને જીવંત રાખે છે.*સંઘનો નાનામા નાનો શ્રાવક પણ પોતાની યથા શકિત પ્રમાણે યોગદાન આપી આનંદની લાગણી અનુભવે છે.સંઘપતિ અને સેવાભાવી કાયેકરો દરેકને પધારો…પધારો કહી સન્માન સાથે ભરપેટ ભોજન કરાવે છે. *જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા જણાવે છે કે જૈન આગમ શ્રી ઠાણાંગ સૂત્રમાં નવમા ઠાણે પૂણ્ય ઉપાજેન કરવાના નવ સ્થાન બતાવેલ છે.*કોઈને અન્ન,પાણી વગેરેનું દાન દેવાથી મહાન પૂણ્ય ઉપાજેન થાય છે.અન્ય ધમેના લોકો પણ તાવા પ્રસાદ,લંગર પ્રસાદ વગેરેનું આયોજન કરતાં હોય છે.સંઘ જમણમાં આયોજકો વિવેક બુધ્ધિ રાખી ઓછામાં ઓછી હિંસા થાય,કોઈ હેઠુ મૂકે નહ,બગાડ થાય નહીં વગેરે બાબતોની કાળજી રાખતા હોય છે.ગ્રંથમાં પૂણ્યા શ્રાવકની સાધર્મિક ભક્તિની વાત આવે છે કે માત્ર બાર દોકડાની આવકમાં પોતાનું જીવન નિવોહ ચલાવનાર પૂણ્યા નામના શ્રાવક પોતે એક દિવસ જમે અને બીજા દિવસે ભૂખ્યો રહી પોતાના સાર્મિકને ભોજન કરાવતો.સાર્મિક ભક્તિનો મહીમા અનેરો અને અદભૂત છે.ભજન – ભક્તિ સાથે કરવાથી સામુદાનિક કમે ખરી અને નિજેરી જાય છે તે ભોજન પણ સૌ સાથે કરવાથી અનેક લાભ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.