Abtak Media Google News

અંતરથી કરે તે અજવાળા,

મનુષ્ય હૃદયના ખોલેતે દરવાજા

એવો આ ક્ષમાનો ભાવ

ક્યારેક ના ઇચ્છાતા અપાય જાય,

ક્યારેક ના માંગતા મંગાય જાય,

એવો આ ક્ષમાનો ભાવ

થયેલ પાપોથી અપાવે મુક્તિ,

વચનથી કરાવેતે અભિવ્યક્તિ,

એવો આ ક્ષમાનો ભાવ

મેળાવે માર્ગ હૃદય સુધી પોહોચવાનો,

અપાવે દ્વાર પરમાત્માને અંતર શોધવાનો,

એવો આ ક્ષમાનો ભાવ

કરેલી ભૂલોની અપાવે અનુભૂતિ,

મનથી થાય તેની સમજૂતી,

એવો આ ક્ષમાનો ભાવ

વંદનથી થાય તે વ્યક્ત,

વેદનાઓથી થાય તેનો સ્પર્શ,

એવો આ ક્ષમાનો ભાવ

સવાલો મનમાં થાય અનેક,

જવાબ બસ અપાવે તે એક,

એવો આ ક્ષમાનો ભાવ

જોડી શકે નફતરથી પ્રેમને જે,

શોધી શકે દિલમાં લાગણીને જે,

ઢાંકી શકે થયેલી અનેક ભૂલોને જે ,

બોલી શકાય કોઈ ભેદભાવ વગર જે,

કહી શકે નાના –મોટા સૌ એક બીજને જે,

કરાવે કર્મ, વચન, કાયા અને પાપોથી દૂર જે,

એવો આ ક્ષમાનો ભાવ.

?મિચ્છામી દુક્કડમ?

કવિ : દેવ એસ. મહેતા

7537D2F3 6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.