Abtak Media Google News

રોજર ફેડરરે નડાલને ૩ કલાકના સંઘર્ષ બાદ પરાજય આપ્યો

રોજર ફેડરરે ઈંગ્લેન્ડ કલબ ખાતે રમાતી વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ટેનીસ ટુર્નામેન્ટની મેન્સ સિંગલની બીજી સેમીફાઈનલમાં ૧૧ વર્ષ પછી તેનાં જ હરીફ નડાલને શુક્રવારે હરાવી ૧૨મી વિમ્બલડન ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ફેડરરે ૩ કલાક સુધી રમાયેલી બીજી સેમીફાઈનલમાં રફેલ નડાલને ૭-૬, ૧-૬, ૬-૩, ૬-૪થી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આમ રવિવારે જોકોવીચ અને ફેડરર વચ્ચે મેન્સ સિંગલસની ફાઈનલ મેચ રમાશે.  મેન્સ સિંગલસની પ્રથમ સ્પેનનાં રોબોર્ટો બાતીસ્તા એગુટને હરાવીને છઠ્ઠી વખત જોકોવીચે ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. જોકોવીચે સેમીફાઈનલમાં સ્પેનિસ ખેલાડીને ૬-૨, ૪-૬, ૬-૩, ૬-૨ થી હરાવ્યો હતો.

ડિફેન્ડીંગ ચેમ્પીયન જોકોવીચ રવિવારે પોતાની કારકિર્દીમાં ૨૫મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં રમશે. નોવાગ જોકોવીચ ૨૦૧૧, ૨૦૧૪, ૨૦૧૫ તથા ૨૦૧૮માં ચેમ્પીયન બની ચુકયો છે. રવિવારે જોકોવીચ અને ફેડરર વિમ્બલડન જીતવાનાં ઈરાદા સાથે ફાઈનલ મુકાબલો રમશે.  ૪ વખત ચેમ્પિયન રહેલા જોકોવિચે ૨૧મા ક્રમે રહેલા ગોફિનને ૬-૪, ૬-૦, ૬-૨થી હરાવ્યો હતો. જોકોવિચે બેલ્જિયમના ગોફિનને એક ક્લાક ૫૭ મિનિટની રમતમાં હરાવ્યો હતો. જોકોવિચની વિમ્બલડનમાં આ ૭૦મી જીત છે. સેમિફાઇનલમાં ટોપના ક્રમે બિરાજમાન જોકોવિચનો સામનો સ્પેનના બોતિસ્તા એગુટ સામે થશે. ૨૩મો ક્રમ ધરાવતા બોતિસ્તાએ આર્જેન્ટિીનાના ગુઇડો પેલાના ૭-૫, ૬-૪, ૩-૬ ,૬-૩થી હરાવ્યો હતો.

ગઈકાલે રોજર ફેડરરે નડાલને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ કલબ ખાતે રમાડી વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ટેનીસ ટુર્નામેન્ટનું ફાઈનલ મેન્સ સિંગલ મેચ જોકોવીચ અને રોજર ફેડરર વચ્ચે રમાશે. જોકોવીચને ૨૦૧૩નાં ગ્રાન્ડ સ્લેમમાં પરાજય મળ્યો હતો જોકે હવે ફેડરર કારકિર્દીનાં ૧૦૦ મેચ જીતી ગયો છે અને તે વિમ્બલડન ચેમ્પીયન બનવાનાં ઈરાદા સાથે રમશે.

આજે વિમ્બલડન ફાઈનલમાં સેરેના ૨૪મું ગ્રાન્ડ સ્લેમનું ટાઈટલ જીતી રેકોર્ડ સર્જશે?

Federers-Debutant-Entry-Into-The-Wimbledon-Final
federers-debutant-entry-into-the-wimbledon-final

અમેરિકાની સેરેના વિલીયમસન અને રોમાનીયાની સીમોના હાલેપ વચ્ચે વર્ષની ત્રીજી ગ્રાંડસ્લેમ ટેનીસ ટૂર્નામેન્ટ વિમ્બલડનો મહિલા સીંગલ્સનો ફાઈનલ મેચ આજે રમાનાર છે. સુપર મોમ બન્યા બાદ પોતાના પ્રમ ટાઈટલ જીતવાનો પ્રયાસ કરી રહેલી અમેરિકાની સેરેના વિલીયમસન આજે ટેનીસ જગતમાં નવો ઈતિહાસ રચવાની તક છે. સેરેના વર્ષના ત્રીજા ગ્રાંડસ્લેમ વિમ્બલડન ટેનીસ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે અને આજે સેરેના હાલેપ સામે ખરાખરાની જંગ શે.સેમી ફાઈનલ મેચમાં સેરેનાએ જેક ગણરાજયની ખેલાડી બારબોરા સ્ટ્રાઈકોવાને ૫૯ મીનીટમાં ૬-૧ અને ૬-૨ી હાર આપી હતી જ્યારે હાલેપ અહીં પહેલીવાર ફાઈનલ મેચ રમશે. તેના નામે એક ગ્રાંડસ્લેમ છે જે તેણે ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનના રૂપમાં જીત્યો હતો. હાલેપે સેમીમાં સ્વિતોલિનાને ૬-૧ અને ૬-૩ થી હાર આપી હતી.

ફાઈનલમાં અમેરિકી દિગ્ગજ સેરેના વિલીયમસનની નજર માગ્રેટ કોર્ટના ૨૩ ગ્રાંડસ્લેમના ખીતાબની બરાબરી કરવા પર રહેશે. સેરેના અત્યાર સુધીમાં ૨૩ ગ્રાંડસ્લેમ ટાઈટલ જીતી ચૂકી છે. ૩૭ વર્ષીય સેરેના માતા બન્યા બાદ ટેનીસ કેરીયરના આખરી પડાવ પર છે. સેરેનાનો હાલેપ પર કેરીયર રેકોર્ડ ૯-૧નો છે. ૨૭ વર્ષીય હાલેપનો આ પાંચમો ગ્રાંડસ્લેમ ફાઈનલ રહેશે તેની નજર પહેલીવાર વિમ્બલડનમાં ચેમ્પીયન બનવા પર રહેશે. સેરેના ૮મો વિમ્બલડન ટાઈટલ જીતે તેવી પુરેપુરી સંભાવના દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.