Abtak Media Google News

સંગઠનનાં નવા હોદેદારોની નિમણુકને તમામ સભ્યોએ આવકારી: વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન પણ ઘડાયુ

રાજકોટ શહેર તેમજ ગ્રામ્યના મળી કુલ ૯ જનરલ પ્રેકટીશનર્સ ડોકટર એસોશિયેશનના બનેલા ફેડરેશનના વર્ષ ૨૦૧૯-૨૦ના હોદેદારોની વરણી સર્વાનુમતે થઈ હતી. આ વરણીને વધાવવા તમામ એસોશિયેશનના ડોકટર મિત્રો સાથે મળી પ્રથમવાર જ ફેડરેશનના ઈનસ્ટોલેશન સેરેમનીનું આયોજન કરેલ હતું. આ આયોજનમાં રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યના તમામ ડોકટર એસોશિયેશનના કારોબારી સભ્યો હાજર રહી નવા વરાયેલા પ્રમુખ, મંત્રી તથા કમિટિને હર્ષોલ્લાસથી વધાવી હતી.

નવા વરાયેલા પ્રમુખ અને મંત્રીએ ફેડરેશનની પ્રવૃતિઓનો વિસ્તાર વધારવા તેમજ ડોકટર પરિવાર માટે નવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે ખાતરી આપી હતી અને ફેડરેશનને બને તેટલી ઉંચાઈ ઉપર લઈ જવા મકકમ નિર્ધાર કરેલ. ફેડરેશનની ઈન્સ્ટોલેશન સેરેમનીને સફળ બનાવવા માટે ફેડરેશનના ફાઉન્ડર મેમ્બરો અને દરેક એસોશિયેશનના કમિટિ મેમ્બરોએ અને ડો.મનસુખ રંગાણીએ જહેમત ઉઠાવી હતી.

આ સિવાય ફેડરેશનનાં પ્રમુખે સામાજિક અવેરનેસ જેવા કે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને ડોકટરોની ફીટનેશ વધે અને બાળકો અને સમાજ પ્રોત્સાહિત થાય તે માટે રમત-ગમત જેવી કે આઉટડોર, ગઈમ, ઈનડોર ગેઈમ, સાઈકિંલગ વગેરે સ્પર્ધાઓનું વર્ષ દરમિયાન આયોજન કરશે એવી ખાતરી આપી હતી.

તેમજ માનસિક શાંતિ મળે તે માટે મ્યુઝીકલ ઈવનીંગ, કરાઓકે, પિકચર, નાટક, હાસ્યરસ પ્રોગ્રામના આયોજનની કોશિશ કરશે એવી આ તકે પ્રમુખ તથા મંત્રીએ ખાત્રી આપી હતી. અંતમાં ફેડરેશનના નવા વરાયેલ પ્રમુખ ડો.મહેશ શિંગાળા તથા મંત્રી દેવેશ જોષીએ ફેડરેશનના ફાઉન્ડર મેમ્બરો, એસોશિયેશનનાં પ્રમુખ તથા મંત્રીઓ તેમજ બધા જ એસોશિયેશનના કમિટિ મેમ્બરનો આભાર વ્યકત કર્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.