Abtak Media Google News

“મીરાજ શેખની વિનંતીને કારણે વાસ્તવિક સત્ય : સમરસતા અને જાતીગત વફાદારીના સ્વભાવવાળા જયદેવે સત્ય અને માનવતા ખાતર ગોધરા ખાતે રહેલા રેલવે પોલીસવડાને ટેલીફોન કર્યો !

જયદેવ લઘુમતીના લોકોને મકતુપુર તેમના મહોલ્લામાંથી જ પરંતુ મોતના મુખમાંથી તો મહામહેનતે બચાવીને નીકળ્યો પરંતુ હજુ ઉનાવા પહોચતા પહેલા ઉંઝા શહેર રસ્તામાંજ આવતું હતુ જયાં તોફાની ટોળાઓ હાઈવે ઉપર પણ ઘુમરા મારી રહ્યા હતા આથી જયદેવે સેક્ધડ મોબાઈલના ડ્રાઈવરને પાકકી સૂચના કરીકે કોઈ પણ સંજોગોમાં રસ્તા ઉપર વાહન ઉભુ રાખવું નહિ જો આગળ જઈ શકાય તેમ ન હોય તો ઉભા રહ્યા સિવાય તુર્ત જ વાહન પાછૂ વાળીને સિધ્ધપૂર તરફ ભાગવાનું છે. જોકે મકતુપુર ગામેથી જ આ લઘુમતી કોમના અમુક લોકોએ ઉનાવા જવાનો વિરોધ કરેલો કે તેમને ઉનાવા વાળા તેમની કોમના લાકો સાથે સાંપ્રદાયીક વાંધો છે. પરંતુ તે સમયે જયદેવને થયેલું કે સિધ્ધપૂર તો બીજા જીલ્લાનું છે. વળી ત્યાં તેમને કોઈ જગ્યાએ ઉતારવા? અને ત્યાં કોઈ પ્રશ્ર્ન ઉભો થાય તો? આથી જયદેવે તે તબકકે ઉનાવા જ સલામત છે.તેમ માની ઉનાવા જ જવા રવાના થવાનું મુનાસીબ માનેલું.

બંને વાહનો જયારે ઉંઝા શહેરમાંથી હાઈવે પોલીસ ચોકી ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. ત્યારે રોડની બંને બાજુ ટોળાઓ તો હતા જ ચાર રસ્તાની પશ્ર્ચિમ દિશાએ પાટણ રોડ કોર્નર ઉપરનું બેમાળનું વિશાળ સરિતા વિહાર ગેસ્ટહાઉસ ભડકે મળી રહ્યું હતુ જોકે લારી ગલ્લા પણ સળગીને હવે ધુમાડા કાઢી રહ્યા હતા. કોમવાદની કમાલ જુઓ સરિતા વિહાર ગેસ્ટ હાઉસના માલીક બહુમતી કોમના હતા પણ તેમણે ગેસ્ટ હાઉસ ચલાવવા માટે ઉધડુ કોઈ લઘુમતી કોમની વ્યકિતને સોંપેલુ તો ગેસ્ટ હાઉસનો પણ અગ્ની સંસ્કાર થઈ ગયો હતો!

7537D2F3 21

જયદેવે તેના આયોજન મુજબ જ બંને પોલીસ વાહનો આ ઉંઝા હાઈવે પોલીસ ચોકી ચાર રસ્તા પાસેથી પૂરઝડપે પસાર કરાવી દીધા. ઉંઝા શહેર પસાર થઈ જતા જ જયદેવે સેક્ધડ મોબાઈલના ડ્રાઈવરને હાથ વડે એકલા જ ઉનાવા જવા ઈશારો કરી દીધો અને પોતે પાછો મકતૂપૂર ગામે આવવા રવાના થયો.

આ દરમ્યાન જયદેવના મોબાઈલ ફોન ઉપર રીંગ આવી, જયદેવે જોયું કે આ ફોન ગોધરા રેલવે કોલોનીમાં રહેતા ગોધરા નગર પાલીકાના પૂર્વ ઉપ સભાપતી સીરાજ શેખ જનતા પક્ષના નાનાભાઈ મીરાજ શેખ કે જે હવે રેલવેમાં ટીકીટ ચેકર બની ગયો હતો. જુઓ પ્રકરણ ૯૧ રેલવેનાં અનુભવો. જયદેવ તેર-ચૌદ વર્ષ પહેલા ગોધરા રેલવે પોલીસ સ્ટેશનનો ફોજદાર હતો ત્યારે આ મીરાજ કોલેજમાં અભ્યાસ કરતો અને વધુમાં તે તેના મોટાભાઈ સીરાજના મતવિસ્તાર ખાડી ફળીયા અને રેલવે કોલાનીની સમાજ સેવા કરતો રહેતો. તેનું સંકલન ગોધરા શહેરના વિવિધ સરકારી ખાતા તથા રેલવેના વિવિધ ખાતાઓ સાથે બહુ સા‚ એવું હતુ અને જયદેવ માટે પણ તે હાથ વાટકા જેવો હતો.

ફોન ઉપર જ રડતા અવાજે મીરાજે જયદેવને કહ્યું કે આ સાબરમતી એકસપ્રેસ સળગાવ્યો અહીના લઘુમતી અઠંગ અને ધંધાદારી ગુનેગારોએ પણ આ પકડાયેલા ગુનેગારોએ મારાભાઈ સીરાજનું નામ પણ ખોટી રીતે આરોપી તરીકે પોલીસને આપતા પોલીસ મારા ભાઈ સીરાજને પણ પકડી ગઈ છે. તમે તો જાણો છો કે આપણે બીજાને મદદરૂપ થઈએ આવા કામમાં ન હોઈએ તેણે વધુમાં કહ્યું કે પશ્ર્ચિમ રેલવે પોલીસ વડા અહી ગોધરા રેલવે સ્ટેશનમાં જ મૂકામ કરી રહેલા છે. તેમને તમે કાંઈ ભલામણ કરી શકો કે અમે તો સમાજની સેવા કરવા વાળા છીએ આવા ગુન્હા કરવા વાળા નથી.

તે વખતે રેલવે પોલીસ વડા તરીકે એ અધિકારી હતા કે જયારે જયદેવ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનનો ફોજદાર હતો ત્યારે તેઓ ભાવનગર જિલ્લાના નવા પોલીસ વડા તરીકે નીમણુંક પામેલા જયદેવને તેમની સાથે ખૂબ આત્મિય અને નીખાલસ સંબંધ હતો. છતા જયદેવને મનમાં થયું કે આવા વખતે જયારે આખુ ગુજરાત આ ગોધરાના દેશદ્રોહી આતંકીઓના ગુન્હાના કારણે કોમી તોફાનોમાં સળગતુ હોય તેવા સંજોગોમાં તે જ ગુન્હાના કામે ભલામણ પણ કેમ કરવી? પરંતુ વાસ્તવિક સત્ય, સમરસતા અને જાતીગત વફાદારીના સ્વભાવવાળા જયદેવને થયું કે આ નિર્ણાયક તબકકે જ સાચા અર્થમાં આ માનવતા વાદી સમરસ વિચારધારાના પ્રગતીશીલ વ્યકિતને જો પોતે મદદ નહિ કરે એટલે કે સાચી ભલામણ નહિ કરે તો દુનિયામાં સત્ય, માનવતા અને સંબંધો જેવું કાંઈ નહિ રહે, આથી અડધી રાત્રી થવા આવી હોવા છતાં જયદેવે ગોધરા મુકામ કરી રહેલા રેલવે પોલીસ વડાને ફોન લગાડયો રેલવે પોલીસ વડાએ પણ જરા પણ અણગમો, અનિચ્છા દર્શાવ્યા સિવાય જયદેવ સાથે વાતચીત કરી. જયદેવે તેમને પોતાનો ગોધરા રેલવેનો આ શેખ પરિવારનો અનુભવ જણાવ્યો જોકે કલ્પનાતિત યાદ શકિત ધરાવતા રેલવે પોલીસ વડા તે બાબત જાણતા જ હતા. જુઓ પ્રકરણ ૧૭૮ ‘ફરી બદલીની તૈયારી’ જયદેવે પોલીસ વડાને જણાવ્યું કે ગોધરાના દેશદ્રોહી ગુનેગારોએ એક સીધા સાદા અને સમરસ વિચારધારા વાળા, સેવાભાવી વ્યકિતને ફકત બહુમતી સમાજ સાથે જોડાયેલોે હળેલો મળેલો હોઈ તેથી જ તે કારણસર દ્વેષબુધ્ધિથી ખોટી રીતે સીરાજનું નામ આપી ગુન્હામાં સંડોવ્યો હોવાનું કહ્યું.

7537D2F3 21

રેલવે પોલીસ વડા ખરેખર ખૂબજ બુધ્ધિશાળી હતા, તેમણે પોતે પણ દિવસ દરમ્યાન તપાસમાં આ બાબતની વાસ્તવિકતા જાણી જ હશે તેથી તેમણે ટુંકમાં કહ્યું કે ‘તમો કહો તે બરાબર જ હોય તેમ છતા મીરાજ શેખને જણાવો કે તે મને સવારે રેલવે સ્ટેશન ઉપર મળવા આવે અને જે સાચુ હશે તેજ કાયદાની મર્યાદામાં રહીને થશે. ન્યાયની અદાલતમાં તો આમેય ‘નિર-ક્ષિર ન્યાય’ જ થતો હોય છે. કોઈ નિદોર્ષ ને સજા થતી નથી !’

બીજે દિવસે મીરાજ શેખ રેલવે પોલીસ વડાને મળેલો તે પછી જયદેવને ફોન કરીને તેણે જણાવ્યું કે ‘સાહેબ તમે પોતે આવા વિકટ સંજોગોમાં હોવા છતા અમોને આવા સંકટ સમયે મદદ કરી જે સામાન્ય રીતે કોઈ આવા વાતાવરણમાં ભલામણ કરવાની હિંમત કરે નહિ રેલવે પોલીસ વડાએ મને ખૂબ પ્રેમ અને શાંતિ સાંભળ્યો અને ન્યાયીકતપાસ જ થશે તેવું વચન આપેલ છે. તેથી મને અને મારા કુટુંબને ખૂબજ સંતોષ થયો છે. અને તે પણ હાલમાં જે રીતે ગોધરા અને ગુજરાત ભડકે બળી રહ્યું છે ત્યારે ! તેમ તેણે જણાવ્યું.

ત્યારબાદ તો ગુજરાતમાં મીડીયામાં તથા રાજકીય રીતે ખૂબજ સાચી ખોટી આક્ષેપબાજીઓ ચાલી, અમુક ઢોંગી અને સ્વાર્થી એનજીઓ પણ કુદી પડયા. પરંતુ બધુ પતી ગયા પછી જસ ખાટવા અને પોતના સ્વાર્થ માટે ! બાકી ઉંઝા ખાતે જે ચારેક ઘટનાઓ માનવતા માનવ અધિકાર માટે નિ:સ્વાર્થ ભાવે બનેલી તેની તો કોઈએ એટલે કે સરકારી કે એનજીઓ કે બીજી ખાનગી કોઈ સંસ્થાઓએ નોંધ પણ લીધી નહતી. અને આજદીન સુધી પણ નોંધ લેવાયેલ નથી. જો ખરેખર તેઓ માનવ અધિકારના હમદર્દી હોય તો આજની તારીખે પણ આ ઉંઝા ખાતેના આ માનવતાના બનેલ બનાવોનું સન્માન કરે અરે માનવ અધિકાર મંચને પણ આ અંગે ચેલેન્જ છે. કે આ કોઈ કાલ્પનીક વાર્તાઓ નથી આ ધરતી ઉપર ગોધરા કાંડ દરમ્યાન બનેલ ઘટનાઓ છે કે જેનો સંદેશો છે કે હિન્દુસ્તાનમાં પૂરી માણસાઈ છે હજુ મરી પરીવારી નથી હિન્દુસ્તાનની જનતા પાકિસ્તાનની ધર્મ ઝનૂની આતંકીઓ કે પાક પ્રેરીત લેભાગુ આતંકીઓ જેવી નથી હજુ સમાજમાં સમરસતાની સુગંધ ભભકી રહી છે.

ત્યાર બાદ તો આ ગોધરા કાંડના ગોધરા સાબરમતી એકસપ્રેસ સળગાવવાના કેસમાં સૌ પ્રથમ જામીન આ નિદોર્ષ સીરાજ શેખને જ મળેલા અને અદાલતમાં આ કેસ ચાલતા જે સાચુ હતુ તે નિર ક્ષિર ન્યાયે સામે આવેલું અને સીરાજ શેખનો નિદોર્ષ છૂટકારો થયેલો અને ખરેખર દોષિતોને મૃત્યુ દંડની સજા જાહેર થયેલી પરંતુ એક વખત તો આ આતંકી ગુનેગારોએ દ્વેષબુધ્ધિથી આ માનવતાવાદી વ્યકિત સીરાજ શેખ અને તેના કુટુંબને દુ:ખી દુ:ખી કરી દીધા હતા. આખરે ‘સત્યમેવ જયતે’ વાસ્તવિક રીતે સાબિત થયું.

જયદેવને રાત્રીનાં પોતે અતીશય થાકેલો અને માનસીક પરીતાપમાં હોવા છતાં પોતે આ મિત્રતા અને માનવતાનું કાર્ય કરવાનો મોકો મળતા તેને આત્મસંતોષ થયેલો અને આવા વિપરીત સંજોગોમાં પણ રેલવે પોલીસ વડાએ જે પ્રમાણે પ્રતિભાવ (રીસ્પોન્સ) આપ્યો તેથી તેને પોતાના કામમાં પણ ખૂબજ પ્રોત્સાહન મળેલું

આ દરમ્યાન જ ઉંઝા શહેરમાં બ્રાહ્મણ શેરીમા એક લઘુમતી કુટુંબ રહેતુ હતુ તે આવા તોફાની માહોલમાં બરાબર ફસાયેલું અને મુશ્કેલીમાં મૂકાયેલું જયારે સાંજના જયદેવે લઘુમતીઓને ઉંઝામાંથી સલામત જગ્યાએ સ્થળાંતર કરાયેલ તે સમયે આ કુટુંબના લોકો એવા વિશ્ર્વાસે બ્રાહ્મણ શેરીમાં રહી ગયેલા કે અહી તો કોઈ પ્રશ્ર્ન જ નથી પોતાનું એકમાત્ર કુટુંબ છે જે વર્ષોથી તમામ સાથે હળી મળી ને રહે છે.

પરંતુ રાત્રીના સમગ્ર શહેરમાં જે રીતે આગજની અને તોફાનો થયા અને થવા લાગ્યા તેનાથી તેઓ ખૂબજ ડરી ગયા. શહેરમાં તોફાની ટોળાઓ વારા ફરતી શોધી શોધીને લઘુમતીઓનાં ઘરો મકાનો ઉપર હુમલા કરતા જતા હતા આ જ રીતે જો કોઈને બ્રાહ્મણ શેરીમાં રહેલુ લઘુમતીનું મકાન યાદ આવી જાય તો આ લોકોની હાલત ખૂબજ ખરાબ થવાની હતી.

પરંતુ આ લઘુમતી કુટુંબના શાણા વડીલે આ બ્રાહ્મણ શેરી વાળા તેમના મકાનના મૂળ માલીક અને તે સમયે રાજય સરકારના વર્ગ ૨ના ગેઝેટેડ ઓફીસર અને તત્કાલીન ઉંઝાના ધારાસભ્ય કમ રાજય સરકારના મીનીસ્ટરના અંગત મદદનીશ રહેલા એવા શિવમભાઈ રાવલને મોબાઈલ ફોન કરી વિગતે વાત કરી અને આ આપત્તીમાંથી કોઈ પણ સંજોગોમાં બચાવવા વિનંતી કરી જયદેવે આ શિવમભાઈને પોતે વ્યકિતગત રીતે ઉંઝાના ચાણ્કયનું બી‚દ આપેલું હતુ કેમકે રાજય સરકારના મંત્રી તંત્ર અને જનતા વચ્ચે જે લોકહીત દેશહિતનું ન્યાયીક મૂલ્યાંકન કરી કાર્ય કરવું જોઈએ તે તેઓ કરતા હતા તેવું પીઆઈ જયદેવનું પોતાનું અવલોકન હતુ.

લઘુમતી કુટુંબની આ રજૂઆત અને વિનંતીથી શિવમભાઈ ઉંઝાની દિપ ગંગા સોસાયટીમાં આવેલા પોતાના નવા ઘરેથી કાર લઈને તાત્કાલીક બ્રાહ્મણ શેરીમાં આવ્યા.

આ શિવમભાઈ ઉંઝાની દરેક કોમની માનસીકતા ક્ષમતા અને લાયકાત અંગે અને ગામના તોફાની લોકોની કક્ષાથી બરાબર વાકેફ હતા તેથી તેમનાથી કેમ કામ લેવું તે પણ બરાબર જાણતા હતા.  આ સંજોગોમાં તેમણે જોયું કે ઘર્ષણ કરી સામે પૂર જવા કરતા વચલો રસ્તો કાઢવો. તેમણે વ્યવહારિક રસ્તો વિચાર્યો કે આ લઘુમતીના લોકોને બચાવવા માટે બ્રાહ્મણ શેરીમાંજ રહેતા તેમના એક ખાસ મિત્ર એવા મેવાડા મિસ્ત્રીને સમજાવી લીધા કે આ લઘુમતી કુટુંબને ત્રણ ચાર કલાક પૂરતો આશ્રય તેના ઘેર આપે મિસ્ત્રી સહમત થતા મધ્યરાત્રીના ચૂપચાપ તમામ લઘુમતી સભ્યોને તેના ઘરમાં લઈને સંતાડી દીધા.

ક્રમ બધ્ધ જે તોફાનો ચાલુ હતા તેમ જ બન્યું ટોળાઓ બ્રાહ્મણ શેરીમાં લઘુમતીનું આ ઘર હતુ તેને આગ લગાડી દીધી. સદ્નસીબે ઘરના સભ્યો મિસ્ત્રીના મકાનમાં હતા તે સલામત રહી ગયા.

તોફાનીઓ વહેલી સવારે થાકતા ધીરેધીરે વિખરાઈ જતા વાતાવરણ શાંત થતા, વહેલી પરોઢીયે આ શિવમુભાઈ એ તમામ લઘુમતી સભ્યોને માટે વાહન મંગાવી તેમાં બેસાડી તેમની ઈચ્છા મુજબ સિધ્ધપૂર ખાતે સ્થળાંતર કરાવી એક માનવતાનું ઉમદા ઉદાહરણ પૂ‚ પાડેલું.

જયદેવે ઉંઝા સેક્ધડ મોબાઈલને ઉંઝા ચાર રસ્તા પસાર કરાવી પોતાની જીપ લઈને પાછો મકતૂપૂર ગામે આવ્યો. ગામના પ્રવેશ દ્વાર પાસે આવતા જ ગામમાંથી પાછુ વળેલું ફાયર ફાયટર સામે મળ્યું.

જયદેવે ફાયર ફાયટર ને રોકીને પૂછયું કે કેમ પાછા વળ્યા ? આથી તેના ડ્રાયવરે કહ્યું કે ‘સાહેબ અહિના તોફાની ટોળાએ ફાયર ફાયટર ઉપર હુમલો કરેલો અને પથ્થરમારો પણ કરેલો અમે માંડ માંડ બચીને નીકળ્યા છીએ, જુઓ ફાયર ફાઈટરના કાચ પણ ફોડી નાખ્યા છે. અને ટેન્કરને પણ નુકશાન કરેલું છે. આમ પણ મહોલ્લા સુધી જઈ શકાય તેમ નથી. રસ્તા ઉપર દૂર ન થઈ શકે તેવી મોટી આડશો નાખેલી છે અમોને જાણવા મળ્યું કે મહોલ્લામાં ફસાયેલા લોકોને તો તમો પોલીસ સલામત રીતે બચાવીને લઈ ગયા હતા અને આગ જે રીતે પ્રસરેલી હતી કે હવે તેમાં કાંઈ બચ્યું હોય તેમ લાગતુ નથી અમને બીજી આવી જ આગજની વાળી જગ્યાએ જવાની સૂચના મળી ગઈ છે. કેમ કે ફાયર કંટ્રોલ ઉપર આવા બનાવનો કોલ આવી ગયો છે. ત્યાં તાત્કાલીક પહોચવાનું છે. અમોએ મકતુપુર ગામમાં અહિં માટે ફાયર બ્રિગેડ સ્ટેશનમાં ફોન કરનાર વ્યકિતનો ફોનથી સંપર્ક કર્યો હતો તો તેમણે કહ્યું કે હવે તેમના મકાનને કાંઈ જોખમ નથી તેથી અમે જઈએ છીએ.              (ક્રમશ:)

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.