Abtak Media Google News

“નાગોરી બિલ્ડીંગના ત્રીજા માળેી ૨૮ વ્યક્તિઓને નીચે ઉતારી થોડે દૂર સેક્ધડ મોબાઈલ પાસે જતા જ હિંસક ટોળાનો હુમલો તા પોલીસે લાઠીચાર્જ, ગેસ અને છેલ્લે ગોળીબાર કરવાની નોબત આવી” !

ઉંઝા પીઆઈ જયદેવે સળગતા મકાનના ત્રીજા માળે રહેલા નાગોરી કુટુંબના સભ્યોને નિચે આવી જવા કહ્યું પરંતુ તે ગભરાયેલા લોકોએ નિચે આવવાની ના કહી દીધી ઉપરના માળે જવાનો દાદરો પાકો અને મકાનમાં મુખ્ય પ્રવેશ દ્વારની એક બાજુમાં જ હતો આગ નિચેના માળમાં સંપૂર્ણ રીતે પ્રસરી ગઈ હતી. અને બીજા માળ સુધી લબકારા લેતી હતી જો હવે વધુ સમય પસાર થાયતો ખૂબજ ગંભીર સ્થિતિનું નિર્માણ થાય અને કેટલીય જીંદગીઓ સ્વાહા થઈ જાય તેમ હતી.

આથી સમય અને સંજોગો જોઈને જયદેવે જાતે જાનના જોખમે દાદરો ચડી બીજા માળ સુધી જતા જ નાગોરી યુવાનો સામે આવ્યા અને કહ્યું સાહેબ આ દરિયા જેવી વિશાળ હિંસક માનવમેદની જોઈને ગભરાઈ ગયા છીએ આથી તુર્ત જ જયદેવે પોતાના પાઉચમાં રહેલ લોડેડ રીવોલ્વર બહાર કાઢી અને કહ્યું મુંઝાવ નહી અમે તમારા રક્ષણ માટે જ છીએ. જવાનો પાસે પણ હથીયાર છેજ. આથી નિર્ભય થઈને તમામને મકાનની બહાર લાવો સામેજ મોટુ વાહન છે. તેમાં બેસાડી દો તમામને સલામત જગ્યાએ પહોચાડી દઈએ છીએ. આથી આ લોકોને હિંમત અને વિશ્ર્વાસ બેસતા પ્રથમ બાળકો અને મહિલાઓના જથ્થાને નીચે ઉતારી પચ્ચીસ મીટર દૂરવાહનમાં બેસાડયા ત્યારબાદ પૂ‚ષો મકાનની બહાર નીકળતા જ દૂર ઉભેલા સશસ્ત્ર હિંસકટોળાઓ તેમની તરફ ઘસી આવતા પોલીસે તેમને ચેતવણી આપવા છતા બળજબરી કરવા લાગતા પોલીસ જવાનોએ લાઠી ચાર્જ કર્યો તેમ છતા અફડાતફડી ચાલુ રહેતા અશ્રુવાયુના સાત સેલ અને બે હેન્ડ ગ્રેનેડ સેલનો મારો તેમના ઉપર કરવામાં આવ્યો તેમ છતા ટોળાઓની આક્રમકતા ચાલુ રહેતા જયદેવે મોટેથી ત્રાડ પાડી પોતાની સર્વિસ રીવોલ્વરમાંથી એક કાર્ટીસ હવામાં ફાયર કરતા અને તેનો અવાજ થતાજ સન્નાટો છવાઈ ગયો. આ દરમ્યાન આ ભોગ બનનાર નાગોરીઓ પોલીસ મોબાઈલવાનમાં ગોઠવાય જતા જ ફોજદાર ચૌધરી અને તેના ડ્રાઈવરે વાનને ફુલરેસ કરીને પોલીસ સ્ટેશન તરફ દોડાવી મૂકયું.

7537D2F3 8

જયદેવ પણ પોતાની ઉંઝા વન જીપમાં વાનની પાછળ પાછળ તેનું એસ્કોર્ટીંગ કરતો રવાના થયો.

દરમ્યાન કલાક ૧૩.૧૫ વાગ્યે વાયરલેસ ઉપર સંદેશો આવ્યો કે ગુજરાત વિધુત બોર્ડ, ટેલીફોન ઓફીસ, ઓ.એન.જી.સી. પોસ્ટ ઓફીસ તેમજ બીજી મહત્વની ઓફીસોમાં બંદોબસ્ત રાખવો. જયદેવને થયું કે હવે જયાં અમૂલ્ય માનવ જીંદગીઓ જ સલામત ન હોય અને તેઓ પણ નસિબ ભરોસે જ જણાતા હોય ત્યાં આવી જગ્યાએ મૂકવા માટે બંદોબસ્તના જવાનો કયાંથી કાઢવા ?

પરિસ્થિતિ અતિ વિકટ બની જતા તૂર્ત જ કલાક ૧૩/૨૫ વાગ્યે ઉંઝા બંદોબસ્ત ઈન્ચાર્જ પેન્થર સરે પોલીસ સ્ટેશનમાં વાયરલેસથી વર્ધી લખાવી કે મુખ્ય મુખ્ય પોઈન્ટ ઉપર જ જવાનો રાખવા છૂટાછવાયા જવાનો રાખવા નહિ, આજ વર્ધી પોલીસ સ્ટેશનમાંથી પાછી જયદેવને આપવામાં આવી. જોકે જયદેવે કયાંય એકલ દોકલ જવાનોને બંદોબસ્તમાં રાખ્યા જ નહતા તેથી તેને હવે તે બાબતે કાંઈ કરવાનું જ નહતુ જો આ સુચના તે આપવા શહેરમાં જાયતો સાંજ પડી જાય અને જે આ મામલો મિશ્ર વસ્તીમાં જાળવી રાખ્યો છે તે ગમે તે સમયે બગડી ,બીચકી શકે તેમ હતો. વળી જવાનોનું સંખ્યા બળ પણ એટલું સીમિત હતુ કે અગાઉથી જ સંભવિત સંવેદનશીલ અને બંને કોમની મીશ્ર વસ્તી હોય તેવી બજારો અને મહોલ્લાઓમાં જવાનોને બે કે ત્રણના જૂથમાં જ ગોઠવી દીધા હતા.

7537D2F3 8

જયદેવે પોલીસ સ્ટેશનમાં આવી ને જોયું તો સેક્ધડ મોબાઈલમાં કુલ અઠીયાવીસ વ્યકિતઓને નાગોરી બિલ્ડીંગમાંથી લવાયા હતા. ૧૨ પેસેન્જરની ક્ષમતા વાળા વાહનમાં ૨૮ વ્યકિતઓ! જેમાં ત્રણ વ્યકિતઓને તિક્ષણ હથીયારોથી ગંભીર ઈજાઓ થયેલ હતી તે સિવાય બાકીના તમામને નાની મોટી ઈજાઓ થયેલી હતી. આથી સાવ સામાન્ય ઈજાઓ વાળાઓને પોલીસ સ્ટેશને ઉતારી વધુ ઈજાઓ વાળાને સરકારી કોટેજ હોસ્પિટલમાં સેક્ધડ મોબાઈલ વાનમાંજ રવાના કર્યા.

હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ થયેલ તે દરમ્યાન તોફાની ટોળાઓને આ બાબતની ખબર પડતા ટોળા હોસ્પિટલ તરફ વળ્યા અને ત્યાં રકઝક થતા જ હોસ્પિટલમાંથી પોલીસ સ્ટેશનમાં ટેલીફોન આવતા અને જયદેવને તે સમાચાર મળતા તે હોસ્પિટલ ઉપર આવ્યો જે ત્રણ જણાને ગંભીર ઈજાઓ હતી તેમને હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મહેસાણા વધુ સારવાર માટે રીફર કરાવી રવાના કરી દીધા. અન્ય ઈજાઓ વાળાને જલ્દી જલ્દી સારવાર કરાવી પોલીસ સ્ટેશને આવતા ત્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મોટા ટોળાઓ એકત્રીત થઈ ગયા હતા.

જયદેવ સમય સૂચકતા વાપરીને એક જવાબદાર વ્યકિતને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવા માટે રાખીને બાકીનાં તમામ ભોગ બનનારાઓને સેક્ધડ મોબાઈલમાં બેસાડીને ઉનાવા ગામે સલામત જગ્યા મીરાદાતારની દરગાહ ખાતે રવાના કર્યા. ઉનાવા ગામને સલામત એટલા માટે ગણેલ કે ત્યાં પ્રમાણમાં લઘુમતીઓની વસ્તી ઘણી વધારે હતી અને ઉનાવા ગામે હજુ સુધી આ તોફાનોની કોઈ અસર થયેલ જણાતી નહતી. પરંતુ જયદેવનું આ ગણીત સાવ ખોટું સાબીત થઈને ખૂબજ મોટી ઉપાધી ઉભી કરવાનું હતુ.

કલાક ૧૩/૫૦ વાગ્યે પેન્થર સરે વાયર લેસથી સંદેશો મહેસાણા કંટ્રોલ ‚મને મોકલીને ૧૦ વોકી ટોકી સેટ ઉંઝા મોકલવા જણાવ્યું.

7537D2F3 8

કલાક ૧૪/૦૦ વાગ્યે મહેસાણા કંટ્રોલરૂમે ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારની ખેરીયતનો રીપોર્ટ માંગતા પેન્થરસરની સૂચના મુજબ ઉંઝા ઓપરેટરે કંટ્રોલને જાણ કરી કે ઉંઝામાં છૂટાછવાયા બનાવો અને પથ્થરમારો ચાલુ છે.આ દરમ્યાન પીએસઓ ઉંઝાએ જયદેવને કહ્યું કે જે રીતે થાણામાં ટેલીફોન આવે છે. અને બનાવો બને છે. તેને કારણે આ નાગોરી બિલ્ડીંગ વાળા બનાવની એફ.આઈ.આર. પોતે લખી શકતા નથી, ફરિયાદ કાયદાકીય રીતે ડ્રાફટ કરી દે તેવા કોઈ અનુભવી જમાદારને મદદમાં આપો. જયદેવને થયુંં હવે આ અભિમન્યુના ચક્રાવામાં ફસાયેલાઓમાંથી ક્યાંથી અનુભવી જમાદાર કાઢવા? વળી સમગ્ર શહેરમાં જે રીતે બનાવો બનવાની વણઝાર ચાલુ હતી તે તમામની ફરિયાદો લખવા માટે શુ કરવું તે વિચારે જ પી.એસ.ઓ. માનસીક રીતે વિચલીત થઈ ગયા હતા.

જયદેવે થોડો વિચાર કરીને પોતાના રાયટર કોન્સ્ટેબલને જ જીપમાંથી નિચે ઉતારીને સમજાવીને કાયદાની ભાષામાં જે રનીંગ ઓફેન્સ કહે છે તે અંગે સમગ્ર શહેરના બનાવો અંગે વિગતવારની એફ.આઈ.આર.આ નાગોરીની પણ લેવાનું જણાવી પોતે પાછો મોરચા ઉપર લાલદરવાજા વિસ્તારમાં આવી ગયો.

દરમ્યાન કલાક ૧૪/૪૦ વાગ્યે વાયરલેસમાં પેન્થરસરની વર્ધી પસાર થતી હતી કે મહેસાણા કંટ્રોલ ‚મને વર્ધી આપો કે ૧૫ લોંગરેન્જ, ૧૫ શોર્ટ રેન્જ અને ૫ હેન્ડસેટ મોકલી આપવા.

કલાક ૧૪/૪૨ વાગ્યે જિલ્લાની ક્રાઈમ મોબાઈલ જે ઉંઝામાં આવી ગઈ હતી. તેણે વર્ધી આપેલ કે ઉનાવા દેશની વાડીએ (ઉંઝા ટાઉનમાંજ) મોટુ ટોળુ એકઠુ થયું છે તેથી ઉંઝા વાન મોબાઈલને જાણ કરો. આથી ઉંઝા ઓપરેટરે આ વર્ધી ઉંઝા વન અર્થાત જયદેવને આપી.

જયદેવને આ ક્રાઈમ મોબાઈલની વર્ધી સાંભળીને મનમાં થયું કે આ ક્રાઈમ પીઆઈ જયદેવને શું ભગવાન વિષ્ણુનો અવતાર સમજતા હશે કે એક મીનીટમાં અહિંથી ત્યાં પહોચી જાય અને ચમત્કાર કરીને તે મામલો નિપટાવી દે ? પોતે પણ સક્ષમ પોલીસ અધિકારી જિલ્લા આખાના છે તો શું તેઓ કોઈ કાર્યવાહિ નહિ કરી શકતા હોય?

પણ બીજી જ મીનીટે કલાક ૧૪/૪૩ વાગ્યે વિસનગર કંટ્રોલે ઉંઝાને પૂછયું કે ભાખર ગામની હકિકત શું છે તે જણાવો. વિસનગરના તે સમયનાં ડીવાયએસપી બહુ ચિંતા ઉપાધી વાળા હતા કેમકે ભાખર ગામનો ભૂતકાળ અને ઈતિહાસ કોમીદ્રષ્ટિએ અતિ સંવેદનશીલ હતો તેથી કદાચ પૂછયું હોય પરંતુ ભાખર ગામના શું હાલ હવાલ છે. તેના હજુ કોઈ સમાચાર જ નહતા તેથી ઉંઝા ઓપરેટરે હકિકત નીલ આપી દીધી.

કરૂ ૧૪/૪૫ વાગ્યે કીંગ સરે (પોલીસવડાએ) જણાવ્યું કે પેન્થરસરને જાણ કરો કે ઉમીયામાતા ચોક આજુબાજુ વધારે બંદોબસ્ત રાખવો અને કિંગસર પધારી રહ્યા છે. જોકે જયદેવે તો અગાઉથી જ ઉમીયા માતા આજુબાજુના લાલદરવાજા, ગૂરૂમહારાજ વિસ્તારોમાં વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને પોતે તેમજ પેન્થર સર પણ આજ વિસ્તારોમાં હતા.

કલાક ૧૫/૦૦ વાગ્યે ઉંઝા પીએસઓએ ઉંઝા સેક્ધડ મોબાઈલને વર્ધી આપી કે એક ફરિયાદીને ઈજા અંગે સારવારમાં દવાખાને લઈ જવાનો છે તેથી પોલીસ સ્ટેશને આવો. પરંતુ જયદેવને ખ્યાલ આવી ગયો કે આ ઈજા પામનાર પેલો નાગોરી બિલ્ડીંગ વાળો ફરિયાદી જ છે જેને પણ ઈજાઓ થયેલી જ હતી આથી જો હવે અત્યારે તેને સરકારી હોસ્પિટલે લઈ જાય તો ત્યાં હવે ચોકકસ પણે બબાલ થાય તેમ હતી. (જોગાનું જોગ તેજ દિવસે વિસનગર સરકારી હોસ્પિટલમાં આવું જ બનેલ હતુ કે તોફાની ટોળાએ ઈજા પામનારને સરકારી દવાખાને સારવારમાંથી જ ઉઠાવીને બીજા માળેથી જમીન ઉપર ફેંકીને પટકી દેતા અતિકરૂણ બનાવ બનેલ પરંતુ જયદેવને તો તે અંગે ચાર પાંચ દિવસ પછી ખબર પડેલી પરંતુ કુદરતે જયદેવને સુમતી સુઝાડી અને ઉંઝા વનમાં આ વર્ધી સંભાળી રહેલા જયદેવે સેક્ધડ મોબાઈલને વાયરલેસથી વર્ધી અપાવી કે ડોકટરને જ પોલીસ સ્ટેશને લઈને પહોચી જવું. પાછળથી જાણવા મળેલું કે સેક્ધડ મોબાઈલ તે સુચનાને અમલ કરી નાગોરી ઈસમની પોલીસ સ્ટેશનમાંજ સારવાર કરાવીને તેને પણ ઉનાવા ગામે મોકલી દીધેલો.

બપોર સુધીમાં તો મામલો અતીશય ગરમ અને ચરમ સીમાએ પહોચી ગયો હતો ઉંઝા ટાઉનના વિવિધ સ્થળોએ હુલ્લડના બનાવો બનવા લાગેલા જે પૈકી કેટલાક બનાવો શહેરની બહાર બારોબારના વિસ્તારમાં પણ બન્યા હતા પણ તેની પોલીસને જાણ જ નહતી. પોલીસતો લઘુમતી બહુમતી મીશ્રીત વસ્તીવાળા વિસ્તારોમાં કોઈ મારામારી જાનહાની ન થાય તે માટે એવી લાગી હતી કે તે બાજુ જવાનું તો ઠીક પણ વિચાર પણ આવતો ન હતો. અને ત્યાં જવા નો કોઈ મોકો પણ નહતો.

આ સમયગાળામાં ઉંઝા પોલીસ સ્ટેશન તાબાના કહોડા અને સિહિગામોએ પણ લઘુમતીકોમની કેબીનો સળગાવાયેલ પરંતુ તેની જાણ બહુ મોડી પાછળથી રાહત છાવણીઓમાં પોલીસને તા.૧૦/૩ના રોજ થયેલી પરંતુ આ તમામ બનાવોમાં ક‚ણ અને ગંભીર બનાવ ઉંઝાની ખજૂરીપોળ પાસે આવેલા તળાવના કાંઠે બારોબાર બનેલા કાચા મકાનોમાં બનેલ જયાં એક લઘુમતી કોમની વ્યકિતનું હિંસક ટોળાએ ખૂનતો કરેલું પણ તેની લાશ અને ઘર વખરીને સંપૂર્ણ પણે સળગાવી દઈ ને તમામ પૂરાવાઓનો પણ નાશ કરી નાખેલો જેની ફરિયાદ રાહત છાવણીમાં દાસજ ગામે તા. ૬/૩ના રોજ લેવામાં આવી હતી.

દરમ્યાન કલાક ૧૫/૩૨ વાગ્યે એક વી.વી.આઈ.પી. મહાનુભાવ અમદાવાદથી પાલનપૂર જઈ રહ્યા હતા પરંતુ હાઈવે ઉપર અને ઉંઝાનો માહોલ જોઈને તેઓ ગભરાયેલા અને ઉંઝા હાઈવે પોલીસ ચોકીમાં આવી ગયેલા અને તેમણે પોલીસ ચોકી વાયરલેસ ઓપરેટર દ્વારા ઉંઝા પોલીસ સ્ટેશનમાં વર્ધી અપાવી કે પાલનપૂરને ગાઈડકાર આપવાનું જણાવેલ છે પરંતુ પાલનપૂર કંટ્રોલજ નો રીપ્લાય થાય છે અને પીએસઓનો નંબર પણ નો રીપ્લાય થાય છે.

પરંતુ આ પહેલા જયદેવે મહેસાણા કંટ્રોલની મંજૂરી મુજબ ઉનાવા આઉટ પોસ્ટ, બ્રાહ્મણવાડા આઉટ પોસ્ટ અને ભાખર બીટ વિસ્તાર માટે ખાનગી જીપો રીકવીજીટ કરાવી તેમાં લોગરેન્જ વાયરલેસ સેટ મહેસાણાથી આવી ગયેલા તે ફીટ કરાવી ને જેતે વિસ્તારનાં જમાદારોને સોંપી તે વિસ્તારનાં ગ્રામ્ય વિસ્તારોનું પેટ્રોલીંગ ચાલુ કરાવી દીધેલ.

આી જયદેવે ભાખર વિસ્તાર હજુ સુધી શાંત જ હોય તેના બીટ જમાદારને કલાક ૧૫/૫૦ વાગ્યે રીકવીજીટ વાહન સાથે મહાનુભાવ સાથે પાલનપૂર તરફ વિદાય કર્યા.

કલાક ૧૫/૫૨ વાગ્યે જયદેવને પી.એસ.ઓ.ની વર્ધી મળી કે તોફાની ટોળુ કોટકુવા મસ્જીદ તોડી રહ્યું છે તેથી ઉંઝા વન (જયદેવ) મોબાઈલે તાત્કાલીક ત્યાં પહોચવું, હજુ આ વર્ધી પૂરી જ થઈ ને તૂર્ત જ પાછળ પાછળ કલાક ૧૫/૫૩ વાગ્યે પી.એસ.ઓ. ઉંઝાએ થાણામાં આવેલ ટેલીફોન મુજબની વર્ધી ઓપરેટર દ્વારા ઉંઝાવન (જયદેવ)ને પાછી આપી કે ઉંઝાવન મોબાઈલે તાત્કાલીક દવે ચકલા ખાતે મોબાઈલ લઈ પહોચી જવું ! જયદેવને થયું કે પોલીસ સ્ટેશનમાં સતત આવતા ટેલીફોનને કારણે પી.એસ.ઓ.ની નિર્ણય શકિત કામ કરતી અટકી ગઈ હતી. આ વર્ધી કોઈ બીજી મોબાઈલને આપવાને બદલે તે પણ ઉંઝા વનને જ આપી દીધી, એક વ્યકિત બે જગ્યાએ કેમ જઈ શકે?

પરંતુ જયદેવે પેન્થર સર સાથે મોબાઈલ ફોનથી વાત કરી આ કોટકુવા કે દવે ચકલા આ બેમાંથી કયાં જવું તે અંગે પૂછતા તેમણે કહ્યું કે તમે કોટકુવા મસ્જીદ તરફ જાવ આ બાજુ હું જોઈ લઉ છું.

આથી જયદેવે પેન્થરસરને આ લાલદરવાજા સહિતના વિસ્તારનો હવાલો સોંપી તે કોટકુવા વિસ્તાર તરફ રવાના થયો. કોટકુવા વિસ્તારમાં આવતા જયદેવે જોયું કે એક વિશાળ ટોળુ ‘હાથ પડયું તે હથીયાર’ લઈને કોટકુવા મસ્જીદના દરવાજા અને દીવાલો ને તોડી રહ્યું હતુ જયદેવે ઉંઝા વન ની સાયરન વગાડતો ત્યાં પહોચતા જ ટોળુ આ તોડવાનું પડતૂ મુકીને દૂર એક તરફ ખસી ગયું.

જયદેવે જોયું તો આ ટોળાની આગેવાની પેલો આરોપી મહેતાજી: પ્રકરણ નં. ૧૯૦ ‘ભેળસેળ’માં નો ‚પિયા અઢાર લાખના જી‚ની ચોરીનો મુખ્ય આરોપી એવો મહેતાજી જ હતો. જયદેવની યુકિત પૂર્વકની તપાસને કારણે આ મહેતાજીનું રાતોરાત લાખોપતી થવાનું સ્વપ્ન ધૂળમાં રગદોળાઈને જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો હતો. હવે આવા માહોલમાં આ મહેતાજી પોતાનું સ્વપ્ન ધૂળ ધાણી કરનાર મુખ્ય પોલીસ અને ખાસ તો તેનો સુત્રધાર જયદેવને જ સામે આવેલા જોઈને માનવ સહજ રીતે પ્રત્યાઘાત આપે તે રીતે મહેતાજી ઘૂરકીયા કરવા લાગ્યો અને પોતાનો રોષ દર્શાવવા માટે દોડી દોડીને મસ્જીદની દીવાલને કોદાળીથી ઠપકારવા માંડયો જે જોઈને જયદેવના ડ્રાઈવર યુનુસમીયાના હાવભાવ તંગ થઈ ગયા કપાળ અને નમણાની રગો ફુલાવા લાગી. આ જોઈને જયસેવે યુનુસમીંયા સામે પોતાના ચહેરાના હાવ ભાવ અને ધીરેથી માથુ ધુણાવીને શાંત રહેવા ઈશારો કર્યો, કેમકે આ ના લાયક મહેતાજી સિવાય સમગ્ર ટોળુ હજુ પોલીસ અને ખાસ તો જયદેવની ઈજજત કરી શાંત થઈ ગયું હતુ. આ ઈજજત કરવાનું કારણ ખાસ તો એ હતુ કે છેલ્લા એક વર્ષમાં જયદેવ અને તેની પોલીસ ટીમે જે અભૂતપૂર્વ એવી કાર્યવાહી ધંધાદારી ગુનેગારો અને બહારના વિસ્તારોનાં ગુનેગારો સામે ન્યાયીક અને કડક રીતે ઉત્કૃષ્ઠ કાર્યવાહી કરી જનતાની જે સેવા કરી હતી તે હતુ જો હવે એક વખત આ તોફાની ટોળાએ જયદેવ અને પોલીસની આ આંખની શરમ મૂકી તો પછી પોલીસ અને પબ્લીક વચ્ચે જ યુધ્ધ શ‚ થઈ જાય અને સમગ્ર શહેર ભડકે બળવાનું પણ શ‚ થઈ જાય જે રીતે વિસનગર વિગેરે શહેરોમાં બનાવો બનતા હતા અને પોલીસ કયાંય પહોચી શકતી ન હતી. તેમ !

ટોળામાં ના અમુક ‘આંખની શરમ’વાળા લોકોએ આ વંઠેલા મહેતાજીને ટોકયો કે ‘લ્યા આપણે સાહેબ સાથે કે પોલીસ સાથે કયાં વાંધો છે, હાલ છોડને હજુ રાત આખી બાકી છે તેમ કહી તમામ ચાલતા થઈ ગયા. પરંતુ આ છેલ્લા શબ્દો ‘રાત આખી બાકી છે’ જયદેવને અગ્ની મીસાઈલની જેમ મનમાં અસર કરી ગયા સાથે સાથે જયદેવના મગજમાં એક વૈચારિક ચમકારો પણ થયો જેનું અદ્ભૂત પરિણામ આવવાનું હતું.                     (ક્રમશ:)

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.