Abtak Media Google News

“અગાઉ અમદાવાદમાં કોમી તોફાનો દરમિયાન દરિયાપુર વિસ્તારમાં આ રીતે જ લોકોને બચાવવા અંધારામાં જતા ફોજદાર સ્વ.એમ.ટી.રાણા ઉપર સામેથી ખાનગી ફાયરીંગ તથા શહીદ થઈ ગયેલા!”

ઘનઘોર અંધારી રાત્રીમાં એક બાજુ થોડે જ દૂર સામેના મકાન ઉપર ભડકતી જવાળાઓમાં શેકાઈ રહેલી અમૂલ્ય માનવ જીંદગીઓ અને આ બાજુ અંધારામાં વિશાળ સશસ્ત્ર ટોળાઓ વચ્ચે જીપ લઈને રસ્તાઓ વચ્ચે નાખેલી આડશમાં ફસાયેલા પીઆઈ જયદેવે પોતાની અને સાથેના જવાનોની જીંદગીના જોખમે પણ આ શેકાઈ રહેલી સીતેરક માનવ જીંદગીઓ બચાવવાની હતી.

તેને સૌ પ્રથમ તો ઉંઝાથી સેક્ધડ મોબાઈલ આવે તેની રાહ જોવાની હતી તે રાહ જોતો હતો દરમ્યાન કલાક ૨૩/૪૫ વાગ્યે વાયરલેસ ઉપર પસાર થતો સંદેશો સાંભળતો હતો કે અત્રે વખતે કિંગ સાહેબે વિસનગર પો.સ્ટે. દ્વારા જાણ કરેલ છે કે હાઈવે મોબાઈલને મકતુપુર ગામે મોકલી આપવી આથી ઓપરેટરે તે વર્ધી અનુસંધાને પેન્થરસરની પરવાનગી મેળવી હાઈવે મોબાઈલને મકતુપુર જવા રવાના થવા સૂચના કરી.

કલાક ૨૩/૫૦ વાગ્યે બીજી વાયરલેસ વર્ધી આવી કે ઉંઝા સેક્ધડ મોબાઈલ ઉમીયા માતા ચોકમાંથી એસ.આર.પી. ના જવાનોને લઈને મકતુપુર જવા રવાના થયેલ છે.

આ દરમ્યાન મળેલ સુચના મુજબ હાઈવે મોબાઈલ ઉંઝાથી મકતુપુર આવવા રવાના થયેલ તે ઉંઝાના વિસનગર રોડઉપરથી નેશનલ હાઈવે તરફ આવતી હતી ત્યાં ઉઝામાંજ રસ્તામાં રેલવે સ્ટેશન પાસે તોફાન ચાલુ હતુ અને ભોગ બનનાર લઘુમતીની એક વ્યકિતએ હાઈવે મોબાઈલના ઈન્ચાર્જ ને પોતાનું નામ જણાવીને કહ્યું કે તોફાની ટોળાએ પોતાના છાપરા ને આગ લગાડેલ હોઈ આગ ઠારવા આજીજી કરી આ બનાવ ઝુપડ પટ્ટીનો હતો પરંતુ ઝુપડ પટ્ટી હોયકે મકાનો હોય કે બંગલા હોય પોલીસ માટે તો માનવ જીંદગીઓ તમામ એકસરખી જ કિંમત હતી. પૈસાદાર વ્યકિતનું ખૂન થાય તો કલમ ૩૦૨ લાગે ઝુંપડ પટ્ટીવાળો મરે તો કોઈ બીજી કલમ ન લાગે તે પણ કલમ ૩૦૨ જ લાગે. આથી હાઈવે મોબાઈલે ઉંઝા પોલીસ સ્ટેશનને વર્ધી આપી કે ફાયર ફાયટર મોકલી આપવા અને તે લગતની જાણ પેન્થરસર અને મામલતદાર ને પણ કરવી તેવો સંદેશો વાયરલેસ ઉપર પસાર થતો હતો.

જયદેવે આ સંદેશાઓ ઉપરથી એવું અનુમાન કર્યું કે વિસનગર શહેરની પરિસ્થિતિ બેહાલ હોય પોલીસ વડા જાતે વિસનગર પહોચ્યા હતા અને આ ઉંઝા ખાતેનો હાઈવે મોબાઈલનો જે મેસેજ પાસ થયો તે ઉપરથી જણાતું હતુ કે હજુ પણ ઉંઝા ધગી રહ્યું હતુ જયારે ઉનાવા ખાતે તો પેન્થરસર અને એટીએસ હતા જ !

કલાક ૨૩/૫૮ વાગ્યે મહેસાણા કંટ્રોલે કીંગ સાહેબનો એક હુકમ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ માટેનો પાસ કર્યો કે જીલ્લામાં બનાવો બનતા હોવાથી દરેક ઈન્ચાર્જ શ્રીએ પોલીસ સ્ટેશનનાં જવાનોથી સખત હાથે કામ લેવું અને કોઈ બનાવ બને તો તેને સખ્ત હાથે ડામી દેવો. સુચના જોકે બરાબર જ હતી અને ઉચ્ચ અધિકારીઓ તો જે રાજયની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ છે તે મુજબ સરકાર વતી આવા હુકમ કરે જ તેમ છતા જો આવા હુકમ ન હોય તો પણ આવા વિકટ સંજોગોમાં પોલીસ દળે કયા સંજોગોમાં કેવા પગલા લેવા એટલે કે લાઠીચાર્જ કયા સંજોગોમાં કરવો, ગોળીબાર તથા અશ્રુવાયુ કયા સજોગોમાં છોડવા વિગેરે અંગે પોલીસ મેન્યુઅલ, સ્થાયી પરિપત્રો અને ક્રીમીનલ પ્રોસીજર કોડમાં જોગવાઈ છે જ તેમજ ભારતીય દંડ સંહિતામાંના જે સ્વરક્ષણના અધિકારો આમ જનતા છે તે પોલીસ જવાનોને પણ લાગુ પડે છે. કેમકે પોલીસ જવાન પણ આ દેશનો એક નાગરીક જ છે. તેમછતા વાસ્તવીક રીતે જયારે બનાવો બને ત્યારે તે જગ્યા; તે સમય; ત્યાં કયા પ્રકારની માનસીકતા વાળી પ્રજા તથા જેતે સંજોગોમાં કયું પગલુ જાહેરહીતનું કે સ્વરક્ષણનું વ્યાજબી છે તેતો આ ઉપદ્રવી જગ્યાએ હાજર પોલીસ અધિકારી જ નકકી કરી શકે અને ઉપર જણાવ્યા પ્રમાણે કાયદા મુજબના અને પોલીસ મેન્યુઅલ અને પરિપત્રો મુજબ પગલા લેવા માટે પોલીસ અધિકારી સત્તા ધરાવે જ છે.

7537D2F3 19

પરંતુ આ બધુ પુસ્તકો અને કાગળ ઉપર રૂડુ રૂપાળુ અને સામાન્ય લાગે જયારે અહિં ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો જાણે તોફાનોનું આભ ફાટયું હતુ. ચારે તરફ તોફાનોની હારમાળા અને અફડાતફડી હતી અને મર્યાદીત સંખ્યા વાળી પોલીસ બાર સાંધે ત્યારે તેર તુટે તેવી સ્થિતિ હતી અને તેમાં મુખ્ય પ્રશ્ર્નોએ હતા કે બનાવો દબાવવા કે અમૂલ્ય માનવ જીંદગીઓ બચાવવી? આ નિર્ણય જેતે જગ્યાના પોલીસ અધિકારીએ પોતાની રીતે અને પોતાના જોખમે લેવાનો હતો.

આવા અનેક મનોમંથન અને વિચારો વચ્ચે સૌ પ્રથમ જયદેવે ટોળામાંથી ફસાયેલી પોતાની ઉંઝાવન જીપને રસ્ત વચ્ચે પડેલ આડશો વચ્ચેથી આડી અવળી કરીને પાછી લીધી અને નેશનલ હાઈવે તરફ ગામના પ્રવેશ દ્વાર પાસે આવ્યો.

ઉંઝા સેક્ધડ મોબાઈલ આવતા સુધીમાં જયદેવે મકતપુર ગામની ભૌગોલીક સ્થિતિ અંગે અનુમાન લગાવ્યું સામાન્ય રીતે ગામડાઓમાં પાદરમાં ગામ ફરતે થોડી ખૂલ્લી પડેલી જમીન હોય જ છે. જેથી આ ગામના પ્રવેશ દ્વારાથી ગામમાં સીધ્ધા જ જવાના રસ્તા ઉપર તો તોફાની ટોળા અને આડશો હતી જો બળજબરી કરી ત્યાંથી ભોગ બનનારા લઘુમતીઓને બહાર કાઢવામાં આવે તો ત્યાં હિંસક ટોળા હોય ઘર્ષણ થવાનું જ હતુ તેથી શારીરીક ઈજાઓ અને અને મામલો મર્યાદીત સંખ્યામાં પોલીસ જવાનો હોય કાબુ બહાર જતો રહે. અને જોખમ ગંભીર થઈ જાય કેમકે આજે બપોરે જ નાગોરી બીલ્ડીંગમાં આવો અનુભવ થયો હતો. ઈજા પામનારને બીલ્ડીંગમાંથી બહાર લાવતા જ હિંસક ટોળાએ હુમલો કરી દીધો હતો. પણ તે દિવસનો સમય હતો થોડુ બળ વાપરીને ઈશ્ર્વર કૃપાથી તે હુમલામાંથી તો સલામત નીકળી ગયા હતા. પરંતુ અત્યારે મધ્યરાત્રીના અંધારામાં કોઈ ઘર્ષણ વગર બચાવ ઓપરેશન પાર પાડવું હોય તો આ રસ્તા સિવાય અન્ય જગ્યાએથી ગામની પાછળ જઈ તળાવની પાળે પાળે લઘુમતી મહોલ્લાના છેડે આવેલ મસ્જીદ પાસે જો પહોચી જવાય અને સેક્ધડ મોબાઈલ ઝડપથી ઉનાવાના બે ફેરા કરી નાખે એટલે મામલો સલામત રીતે પૂરો થઈ જાય જોકે આ કામ પણ ખૂબજ મુશ્કેલ હતુ અને જોખમી પણ હતુ જ અને રકતપાતની પૂરી શકયતા હતી કેમકે આ વાહનો ગામની પાછળ ના ભાગે જાય તેની ખબર આ ટોળાઓને પડે એટલે ટોળાઓ પણ તે બાજુ વળવાના હતા તેથી ઘર્ષણ અને રકતપાત બંને પક્ષે નકકી જ હતો.

પરંતુ હવે આ સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો કે કોઈ વ્યવહારૂ ઉપાય પણ નહતો. કોઈપણ સંજોગોમાં માગ્યા મુજબનું પોલીસ બળ મળવાનું ન હતુ થોડીવારે ઉંઝા સેક્ધડ મોબાઈલ વાન લઈને ફોજદાર ગોસ્વામી આવી ગયા આથી જયદેવે નકકી કરેલા આયોજન મુજબ પ્રથમ ઉંઝા વન જીપને આગળ કરી પ્રવેશ દ્વારથી ડાબી બાજુ એટલે કે દક્ષિણ દિશામાં ગામની ખૂલ્લી જમીન ઉપર જીપને રવાના કરી અને સેક્ધડ મોબાઈલને પાછળ પાછળ આવવા જણાવ્યું.

તોફાની ટોળા ઉભા હતા તે મકતૂપુર ગામનું પૂર્વ તરફનું પાદર હતુ જયદેવે ગામની દક્ષિણે થઈને ગામના પશ્ર્ચિમ પાદરમાં આવ્યો જયાં તળાવ હતુ તળાવની પાળ નીચે ગામ તરફ સાંકડો કેડો ઉતર તરફ મસ્જીદ બાજુ જતો હતો જીપ તો આસાનીથી ચાલી પણ સેક્ધડ મોબાઈલ મોટુ ટાટા ૪૦૭ વાન બાર બેઠકોની ક્ષમતા વાળુ પહોળુ હતુ કેડાની બંને તરફ કાંતો ઉકરડા હતા કાંતો બાવળના ઝાડ હતા તેમ છતાં વાહનોને ગમે તેમ કરીને મસ્જીદ નજીક પાળે પાળે આવ્યા ત્યાં આવ્યા પછી સેક્ધડ મોબાઈલને પાછી વાળીને ટર્ન લેવાનો પ્રશ્ર્ન ઉભો થયો પણ where there is will there is way મુજબ ડ્રાઈવરે સેક્ધડ મોબાઈલને તળાવની પાળના ઢોળાવ ઉપર ચડાવીને બે ત્રણ કાવા મારીને પાછી વાળી લીધી.

અહી પણ ઘોર અંધારૂ તો હતુ જ ગલ્લી પણ સાંકડી હતી તેમાં મસ્જીદને પણ આગ લાગી ગઈ હતી. ગલ્લીમાં મસ્જીદ પાસે થઈને અંદર જતા લઘુમતીના મહોલ્લાનો ડેલો હતો. મસ્જીદને આગ લાગી ગઈ હોય હવે ગલીમાં જવું ખૂબ જોખમી હતુ. કેમકે હવે અંદર જવું એટલે આગમાંથી જ જવું પરિસ્થિતિ વળી એવી હતી કે મહોલ્લામાં રહેલા લોકો ધૂમાડા અને તેમની નજીકની આગને કારણે દૂર અંધારામાં તળાવની પાળ તરફ કોણ વ્યકિત છે તે જોઈ શકાય તેમ નહતુ આથી જયદેવે અગાઉ લઘુમતી મહોલ્લામાંથી તેની ઉપર જે નંબરમાંથી ફોન આવેલ તેને રીંગ કરતા ગમે તે કારણોથી તે નંબર લાગ્યો નહિ. હવે આ સળગતા મહોલ્લામાં અંદર લઘુમતી કોમ ને બોલાવવા કોણ જાય? શહીદી માટે બીજાને સલાહ આપવી તે મહામુર્ખાઈ જ ગણાય. જયદેવને હવે જરા પણ સમય વેડફયા સિવાય તાત્કાલીક ઓપરેશન પૂરૂ કરવાનું હતુ કેમકે જો તોફાની ટોળા આ બાજુ આવી ગયા તો પોલીસના વાહનો હાઈવે ચડી શકે જ નહિ અને જે સ્થિતિ ઉભી થાય તે કલ્પના બહારની થાય.

આથી જયદેવ જાતે જ મુઠ્ઠીમાં જાન લઈ  સળગતી મસ્જીદ વાળી ગલીમાં અંદર ગયો મસ્જીદ પાસેથી પસાર થતા જયદેવને બરાબરની ગરમજાળ લાગી પણ આગળ વધી ગયો થોડો અંદર જતા જ ખ્યાલ આવ્યો કે માનો કે ભૂલથી કોઈ તેને અજાણી વ્યકિત જાણી આ મહોલ્લામાંથી થતા ફાયરીંગ કરવા વાળાઓ તેની ઉપર ફાયરીંગ કરી નાખ્યું તો ? કેમ કે કોમી તોફાનો દરમિયાન અગાઉ અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આ રીતે જ ફોજદાર સ્વ. એમ.ટી.રાણા કોઈને બચાવવા જતાં અંધારામાં તેમની ઉપર સામેી ફાયરીંગ તા શહિદ ઈ ગયેલા !  બીજો પ્રશ્ર્ન પણ ત્યાંજ ઉભો થયો, લઘુમતી મહોલ્લાના દરવાજા પાસે જ અંદર એક બંધ બોડીની જીપ પડી હતી. આગતો ચારે બાજુ હતી તેથી જોગાનું જોગ તે જીપની ડીઝલ ટાંકી આગ પકડે અને તેનો બ્લાસ્ટ થાય તો ? આમ બે ચમકારા થતા જયદેવે ત્યાં ઉભા ઉભા એટલે કે ગલ્લીમાંથી સળગતી મસ્જીદ અને મહોલ્લાના ડેલા પાસેથી જ મોટેથી અવાજ કર્યો કે પોલીસ પોલીસ તુરત જ મહોલ્લામાંથી અવાજ આવ્યો કે તમે ડેલામાં અંદર આવો આથી જયદેવે મોટેથી કહ્યું ‘આ બાજુ જુઓ પોલીસ જ છે. અને હવે સમય વધારે નથી તેથી જલ્દી આ બાજુ વાહન ઉભુ રાખ્યું છે. તેમાં ચડી જાવ. આ સાંભળી ને મહોલ્લામાં એક વકીલ હતા તે સમયાંતરે ઉંઝા કોર્ટમાં જયદેવને મળતા આથી તેઓ જયદેવનો અવાજ ઓળખી ગયા. આ અવાજ ઉપરથી વકીલે કહ્યું કે જયદેવ સાહેબ જ છે અને વકીલ ડેલાના દરવાજા સુધી આવ્યા અને જયદેવ ને જોતા જ તેમણે લોકોને કહ્યુ એલા ચાલો સાહેબ જ છે. અને મહોલ્લામાંથી તમામ લઘુમતી અબાલ વૃધ્ધો પોત પોતાની મરણ મૂડી કિંમતી જણસો લઈને દરવાજા બહાર ગલીમાંથી સળગતી મસ્જીદ પાસેથી પોલીસ પાસે પહોચી ગયા એક વયોવૃધ્ધ જે નિવૃત નાયબ મામલતદાર હતા તેમણે જયદેવ પાસે આવી ને પોતાની પરવાના વાળી બાર બોર બંદૂક અને કાર્ટીસ રજૂ કર્યા અને કહ્યું સાહેબ હવે સંભાળો આ અમાનતને અને જયદેવે તે લઈ પોતાની જીપમાં રખાવ્યા. જયદેવે જોયું તો આ ભોગ બનનાર વ્યકિતઓ કુલ પાંસઠ હતા અને સેક્ધડ મોબાઈલની ક્ષમતા બાર જણાની હતી તેથી જયદેવે કહ્યું અડધા પહેલા બેસી જાવ બાકીનાં પંદરેક મીનીટમાં ઉનાવાથી બીજો ફેરો કરી લઈશું પરંતુ આલોકો તો મોતને ખૂબ નજીકથી ભાળી ગયા હતા તેથી હવે કોઈ એક ક્ષણ પણ અહી રોકાવા માગતુ ન હતુ આથી લોકોએ કહ્યું ના સાહેબ હવે અહિં રોકાવાય નહી કહીને તમામે તમામ પાંસઠ વ્યકિતઓ ધીમેધીમે આડા અવળા ત્રાંસા ઉભા ઉભા ગોઠવાઈ ગયા બારની ક્ષમતા વાળા વાહનમાં પાંસઠ વ્યકિતઓ ખીચોખીચ વાહનમાં ચડીને ભરાઈ ગયા પાંચ એસઆરપીના જવાનો પૈકી ચારને સેક્ધડ મોબાઈલમાં આગળની કેબીનમાં ડ્રાઈવર પાસે ચડાવ્યા હતા જયાં અમુક લોકો તો કેબીનમાં પણ ઘૂસી ગયા હતા એક એસઆરપી જવાનને ઉંઝા વન જીપમાં અને ફોજદાર ગોસ્વામીને જયદેવની બાજુમાં આગળની સીટમાં ડ્રાઈવર પાસે બેસાડી દીધા બંને વાહનોએ ધીમેધીમે તળાવની પાળ પસાર કરી ગામના દક્ષિણ પાદરમાંથી પ્રવેશ દ્વાર તરફ જતા હતા ત્યાં ટોળાઓને જોકે મોડો મોડો ખ્યાલ આવેલો તેથી તે રસ્તા ઉપર પણ નાની મોટી આડશો નાખેલી પણ ખૂલ્લી જમીન હોય અને પોલીસના ડ્રાઈવરો પણ હિંમતવાળા અને સાહસીક હોઈ વાહનો આડા અવળા કરીને ફુલ રેસ રાખીને હાઈવે ઉપર ચડાવી દીધા જેવા બંને વાહનો હાઈવે ઉપર ચડયા ત્યાં તમામે તમામને હાશકારો થયો કે હાશ બચી ગયા. (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.