Abtak Media Google News

કંગાળ અર્થતંત્રને બેઠુ કરવા સૈન્ય વડા બાજવા સક્રિય થતા ફરીથી પાકિસ્તાનમાં ‘સૈન્ય રાજ’ના એંધાણ: પીઓકેમાં પાક.ના અટ્ટકચાળા સામે ભારતીય સૈન્ય એલર્ટ

ભારતને આઝાદીકાળથી આતંકવાદ સહિતના મુદે પીડતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે કુનેહપૂર્વક હટાવી હતી જેથી આતંકવાદના આકા ગણાતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતુ અને આ મુદે વિશ્ર્વભરમાં કાગારોળ મચાવી હતી. પરંતુ પાકિસ્તાનને તમામ સ્થાનેથી નિષ્ફળતા મળી હતી. આ તમામ ઘટના ક્રમો વચ્ચે આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનનું અર્થતંત્ર ખસ્તા હાલતમાં પહોચી જવા પામ્યું છે. એક સમયે ક્રિકેટના અઠંગ ખેલાડી ગણાતા વડાપ્રધાન ઈમરાન ખાન રાજકારણમાં નબળા ખેલાડી પૂરવાર થઈ રહ્યા છે. તાજેતરમાં સેનાના વડા બાજવાએ બાજી સંભાળીને પાકિસ્તાનના ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે બેઠક યોજીને કંગાળ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના સુચનો માંગ્યા હતા. જેથી પાકિસ્તાનમાં ફરીથી સૈન્ય રાજ આવી રહ્યાની અટકળો ચાલી રહી છે. દરમ્યાન પૂર્વ વડાપ્રધાન જનરલ મુર્શરફે પણ પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય થવાની જાહેરાત કરતા નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

પાકિસ્તાનમાં સૈન્ય રાજ નવી વાત નથી. વડાપ્રધાન ઝુલ્ફીકાર ભુટ્ટોને ૧૯૭૭માં ઉથલાવી ફાંસીના માંચડે ચડાવી તત્કાલીન સૈન્ય વડા જનરલ જીયા ઉલ હકક રાષ્ટ્રપતિ બની બેઠા હતા જે તેમના વિમાન અકસ્માતમાં મૃત્યુ સુધી એટલે કે ૧૯૮૮ સુધી રાષ્ટ્રપતિ પદે રહીને સરમુખત્યારની જેમ શાસન ચલાવતા રહ્યા હતા જે બાદ જનરલ પરવેઝ મુશર્રફ પણ ૨૦૧૧માં તત્કાલીન સરકારને ઉથલાવીને રાષ્ટ્રપતિ પદે બેસી ગયા હતા મુર્શરફ વર્ષ ૨૦૦૮ સુધી તાનાશાહ તરીકે શાસન ચલાવતા રહ્યા હતા જે બાદ તેમની સામે અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ થયાબાદ રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપ્યું હતુ ભારતમાંથી આઝાદી સમયે પાકિસ્તાન ગયેલા મુસ્લિમોને આજે પણ મુહામીર તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાનમાં લશ્કરી શાસન સ્થાપનારા બંને લશ્કરી વડાઓ મુહામીર હતા ભારત પાકિસ્તાન વચ્ચે જમીન પર સરહદોની રેખાઓ અંકાઈ છે. જેને પાકિસ્તાનના તમામ રાજયોનાં લોકોના દિલોમાં પરાયાપણાની રેખાઓ આંકી દીધી છે.

વર્તમાન સમયમાં પાકિસ્તાનની આંતરીક બાબતોમા લશ્કર માથુ ન મારે તો પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ જાય તેવી સ્થિતિ છે.

પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફે દેશના રાજકારણમાં પાછા ફરવાના સંકેત આપ્યા છે. તેમનીઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ એપીએમએલએ કહ્યું છે કે મુશર્રફની તબીયત હવે પહેલા કરતા વધુ સારી છે. અને હવે તેઓ દેશના રાજકારણમાં પાછા ફરવાની યોજના ધરાવે છે. મુશર્રફ વિ‚ધ્ધ પાકિસ્તાનની કોર્ટમાં રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.

૭૮ વર્ષિય ભૂતપૂર્વ સરમુખત્યાર એક દુર્લભ રોગથી પીડાય રહ્યા છે અને તે પાકિસ્તાન છોડીને દુબઈમાં રહે છે. એપીએમએલના જનરલ સેક્રેટરી મહિરીન મલીકે જણાવ્યું હતુ કે, પૂર્વ રાષ્ટ્રપતિની ગયા મહિને લંડનની એક હોસ્પિટલમાં ૧૨ દિવસ સારવાર ચાલી હતી. તે હવે પહેલા કરતા વધુ સારી લાગણી અનુભવી રહ્યા છે. અને દુબઈ પરત આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી કાશ્મીરનાં વિણશે દરજજાની સમાપતીને કારણે હાથ ઘસતુ રહી ગયેલુ પાકિસ્તાન રાજદ્વારી રીતે વૈશ્ર્વિકમંચ પનર સતતને સતત પીછેહઠનું ભોગ બનતુ રહ્યું છે. ત્યારે પાક કબ્જેગ્રસ્ત કાશ્મીરમાં એલઓસી પર પ્રજાકૂચનો ડિંડક કરનાર પાકિસ્તાનની કોઈ કારી ફાવવા ન દેવા સેના સર્તક બની છે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની સમાપ્તી અને કાશ્મીરના વિશેષ દરજજાના ભારતની બંધારણ્ય પ્રક્રિયાનો વિરો વ્યકત કરવા પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરની સરહદ પર લોકકુચનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગૂ‚વારે સેનાએ જણાવ્યં હતુ કે એલઓસી પર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પાક સતાવાળાઓએ પણ તંત્રને કામે લગાડી દીધું હતુ એલઓસી પર કોઈપણ જાતની અવ્યવસ્થાની હાલ કોઈ શકયતા દેખાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.