Abtak Media Google News

ફાયરીંગમાં ૨૬ ઘાયલ તો હજુ ૧૪ લોકોની હાલત ગંભીર

અમેરિકામાં સ્થિત લાસ વેગાસના કસીનોમાં યોજાયેલ મ્યુઝિક કોન્સર્ટ દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા અંધાધુંધ ફાયરીંગ થતા ઘણા લોકોને ઈજા પહોચી તો અમુક ઘાયલ થયા હતા. આ ફાયરીંગમાં ૨ લોકોને મોત નિપજયા હતા. તો ૨૬ લોકોને ઈજા પહોચવાના અહેવાલો મળ્યા છે.રિપોર્ટ પ્રમાણે હુમલાવરો આ કસીનોમાં ઘુસ્યા હતા તેમણે ૩૨માં માળેથી જ ફાયરીંગ શરૂ કરી દીધું હતુ.ફાયરીંગ શરૂ થતા જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી જોકે કસીનોનાં સીસીટીવીમાં માત્ર દોડધામ કરતા લોકો જ નજરે ચડયા હતા ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. તો યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયેલા આ દર્દીઓમાં ૧૪ લોકોની હાલત ગોળી લાગતા ખૂબજ નાજુક છે. જોકે ગોળીબાર કરનાર કાષણ છે તેનો ઉદેશ શું છે? તેની હજુ કોઈને જાણ થઈ નથી.પરતુ લાસ વેગાસમાં થયેલા આ ગોળીબારનાં એક સાક્ષીએ સ્પેશિયલ મીડિયા પર તેની તસ્વીરો શેર કરી જણાવ્યું હતુ કે કસીનોમાં જે સ્થળે ગોળીબાર થવાના અવાજો સંભળાઈ રહ્યા હતા ત્યારે સૌ કોઈ કંપી ઉઠ્યા હતા બાતમીની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.