Abtak Media Google News

સંસદમાં ખરડો પસાર નહીં થાય તો પડતો મુકી દેવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભારતના વિકાસ, અર્થતંત્ર, ઉદ્યોગ અને બજારને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસીત કરવા તનતોડ મહેનત કરી રહી છે. દેશમાં જીએસટીનું માળખુ વેપાર-ઉદ્યોગમાં વધુ સરળતા મળી રહે તેવા પગલાઓથી ભારતમાં પણ વિદેશના વિકસીત રાષ્ટ્ર જેવા વેપાર-વિકાસનો માહોલ ઉભો થાય તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે ગ્રાહકને તેમના અધિકારો મળી રહે અને દરેક ખરીદનારને કાયદાનું સુરક્ષા કવચ મળી રહે તે માટે સરકાર ગ્રાહક સુરક્ષા ધારા કન્નઝયુમર પ્રોટેકશન બીલ લાવવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ જો બજેટ સત્રમાં આ ખરડો ગૃહમાં પસાર કરાવવામાં ધાર્યા મુજબની સફળતા નહીં મળે તો સરકારને તેને પડતો મુકી દેવો પડશે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના સુત્રોના જણાવ્યાનુસાર રાજયસભામાં આ ખરડો આગામી ત્રણ દિવસમાં બહાલ કરવાની તૈયારી કરવામાં આવી છે. ગૃહમાં પસાર થાય પછી આ ખરડાને કાયદાનું રૂપ આપવામાં આવશે. ગ્રાહકોના અધિકારને સુરક્ષીત કરતા આ ખરડાને કાયદો બનાવવા માટે કોઈ રાજકીય પક્ષો વિરોધ નહીં કરે તેવી સરકારને આશા છે. ત્યારે લોકસભામાં આ ખરડો વીના વિઘ્ને પસાર કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે રાજયસભામાં આ ખરડાને બહાલી માટે મુકવામાં આવશે. જો રાજયસભામાં આ ખરડો પાસ નહીં થાય તો નવી સરકારને નવેસરથી કાયદો બનાવવાની કવાયત કરવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગ્રાહકના અધિકારો અંગેના ૨૦૧૭ના ઉદ્બોધન અંગે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા ધારો અમારી સરકાર માટે ગ્રાહકોના મજબૂત અધિકારો પ્રદાન કરવા માટે સૌથી ટોચની હરોળમાં છે. ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને વિશ્વાસસઘાતની સંભાવનાઓમાં ગ્રાહકોના હિતને આબાદ રાખવા ગ્રાહક સુરક્ષાનો કાયદો ખુબજ જરૂરી છે.

યુપીએ સરકારે આ ખરડા માટેની તૈયારી કરી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે સત્તામાં આવતાની સાથે જ ગ્રાહકોને અધિકારોને તબકકાવાર સુરક્ષીત કરવા માટે પ્રથમ ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અને વિવિધ ઉત્પાદનો, કલાકારો અને સેલીબ્રીટીઓ દ્વારા કરવામાં આવતા ખોટા પ્રચારથી ગ્રાહકોને ખરીદદારી ઉપર રોક મુકવાની શરૂઆત કરી હતી. સરકારના ગ્રાહક સુરક્ષા ધારાને મુખ્ય જોગવાઈમાં ગ્રાહકોને પોતાના સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે. ગ્રાહકો અંગેની ફરિયાદો માટે અત્યારે ખૂબજ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ગ્રાહકોને ફરિયાદ માટેની સધન વ્યવસ્થા નથી જેથી ગ્રાહક સુરક્ષા અદાલતમાં ફરિયાદ થાય છે પરંતુ તેના નિકાલ માટે ખૂબજ સમય લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.