Abtak Media Google News

તહેવારોમાં જે ભીડ જોવા મળી રહી છે, માસ્ક અને સામાજીક અંતર વગર લોકો નીકળી પડયા છે, જે તહેવારો બાદ ભયંકર સ્થિતિ ન બને તો સારૂ

વિશ્વભરમાં અને ભારતમાં બીજા તબકકાનું કોરોના સંક્રમણ વઘ્યું છે ત્યારે  ‘ટાઇમ ટુ કેર’ સાથે લોકો ‘નિયમન’માં રહે તે આવશ્યક

માર્ચ ૨૦૨૦ થી ભારતમાં કોરોના કહેર દસ્તક દીધા લોક ડાઉન બાદ અનલોક ૧ થી પ ની વિવિધ ગાઇડ લાઇન સાથે આજે બધુ ખુલી ગયું છે. શાળા, કોલેજો દિવાળી ખોવાનું નકકી કરાયું છે. ત્યાં બીજા રાજયોના વિદ્યાર્થીના સંકમણના ન્યુઝ આવતા શિક્ષણ સમાજ સાથે છાત્રો અને વાલી સમુદાયો મુંઝાયા છે. અન્ય વાયરસને વાતાવરણની અસર થતી હોય છે પણ આ કોરોના એ તો ગરમી ચોમાસું ને ઠંડી એમ ત્રણેય ઋતુ જોઇ લીધી છે એ વાત ભૂલવી ન જોઇએ.

સાતમ-આઠમ, નવરાત્રી તહેવાર બરોબર ન ઉજવી શકનાર પ્રજા આ દિવાળી તહેવારોમાં ઉમટી પડી છે. આજે ધનતેરસ છે હજી તો લાભ પાંચમ સુધી તહેવારો ચાલશે, લોકો ગામ કે શહેરમાં નિષ્ફીટર થઇને સામાજીક અંતર કે વગર માસ્કે વિશાળ ભીડમાં નીકળી પડયા છે. જે કોરોના તહેવાર બાદ વધવાની દહેશત છે. હાલ વિશ્ર્વભરમાં કોરોના વાયરસનો બીજો તબકકો આવ્યો જેના પગલે અમુકે દેશોએ ફરી લોકડાઉનના પગલા ભર્યા, ત્યારે આપણે લોકડાઉન શકય નથી તો લોકોએ સમજવાની જરૂર છે. હજી કોરોના ગયો નથી તે આપણી આસપાસ જ છે. તેથી સાવચેતી એ જ સલામતી છે.

કોવિડ-૧૯ માં સતત ભિન્નતા (મ્યુટેક) જોવા મળે છે ત્યારે તબીબી જગત માટે પણ પડકારનો પ્રશ્ર્ન બન્યો છે. હાલનો સમય સંભાળનો છે, લોકોએ જ તકેદારી રાખવી પડશે, આજે સામાન્ય જનતામાં પણ ભીડ જોઇને આગામી દિવસોની ચિંતા થાય છે. થોડી પણ બેદરકારી કોરોનાનો ચેપ લાગવાને ખુલ્લુ આમંત્રણ આપે છે. હવે તો એ વાત પણ નકકી થઇ ગઇ તે આપણાં શરીરની રોગ પ્રતિકારક શકિતને એચ.આઇ.વી. વાયરસની જેમ ક્ષીણ કરી નાંખે છે.

નવલા વર્ષે શુભેચ્છા, આશીર્વાદ માટે શહેરીજનો કુટુંબો સાથે એકબીજાના ઘરે જઇને સમુહમાં મળે, હાથ મિલાવે, ચરણસ્પર્શ  કે ભેટવાથી સામાજીક અંતર જળવાનું નથી અને તે જો કારણે કોરોના સંક્રમણ વધવાની લોકો અને તંત્રને બન્ને ચિંતા છે. નવલા વર્ષે ઠંડા પીણા આ વર્ષે પિવાનું ટાળવું હિતાવહ છે. આજે પણ ગુજરાતમાં ૧૧ર૦ નવા કેસ નોંધાય છે.

ગુજરાત સાથે સૌરાષ્ટ્રની પ્રજા ઉત્સવ પ્રેમી છે. આપણી સંસ્કૃતિમાં તહેવારો આપણાં જીવન સાથે વણાયેલા જોવા મળે છે. પણ આ વાયરસે લગભગ બધુ બદલી નાખયું છે. લોકો લાઇફ સ્ટાઇલમાં બદલાવ સાથે કોરોના આપણને ઘણું શીખવી ગયો છે. હાલના વાતાવરણ ભીડના દ્રશ્યો  બેદરકારી જોતા આગામી દિવસો કપરા હશે તે નકકી છે આજે બજારોમાં ગમે ત્યાં જાઓ, ભીડ ઉમટી પડી છે.

આ લખાય ે ત્યારે ૧,૮૪,૯૬૪ કેસ ગુજરાતમાં થઇ ચુકયા છે. જેમા ૧,૬૮,૮૫૯ લોકો સાજા થયા પણ ૩૭૮૫ લોકોએ કોરોનામાં પોતાનો જીવ ખોયો છે. આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત હજારોના ટેસ્ટ કરાય છે. તંત્ર કોરોનાને કંટ્રોલ કરવા મહેનત કરી રહ્યું છે. પણ લોકો બેદરકાર હશે તો તેને કંટ્રોલ કરવો મુશ્કેલ છે. કોરોના વિષયક જનજાગૃતિ સાથે તે શેનાથી થાય, ન થાય, આપણે આપણો કેમ બચાવ કરી શકીએ તે જાણવું જરૂરી છે.

આજે તો બજારોમાં લોકો કોઇપણ જાતનાં ડર વગર ધુમી રહ્યા છે, અત્યારે તો એવું લાગે કે લોકોને ડર જે નિકળી ગયો છે, પણ કોરોના ગમે ત્યારે, ગમે ત્યાંથી ને ગમે તેને થઇ શકે છે એ ભુલવું ના જોઇએ, રસી શોધાય છે. પણ દરેક સુધી પહોચાડવી ઘણી કઠીન કામગીરી છે. અત્યારના સમયમાં તો સેનેટાઇઝ હેન્ડ, સામાજીક અંતર ને માસ્ક કવર કરીને જો જરુરી હોય તો જ ઘર બહાર નીકળવું હિતાવહ છે. કોરોના થયો હોય અને સાજા થઇ ગયા હોય તેવા લોકો તો મને હવે થાય નહી તેવું માનવા લાગ્યા છે પણ ગુજરાતમાં જ બે ત્રણ કિસ્સામાં કોવિડ-૧૯ એ ફરી ઉથલો માર્યો હોવાના સમાચાર પણ જોવા મળ્યા છે.

તહેવારોમાં ભીડથી દૂર સૌ રહે ખાસ બાળકો અને વૃઘ્ધોને વધુ તકેદારી રાખવી જરુરી છે. જે લોકોને નાની મોટી બિમારી જેમ કે બી.પી., ડાયાબીટીસ, હાર્ટ પ્રોબ્લેમ તેવા લોકોએ ખાસ પોતાની હેલ્થ માટે દરકાર કરવી હિતાવહ છે. તમે પણ બજારના અત્યારના દ્રશ્યો નિહાળ્યા હશે તે જોતા તહેવારો બાદ કોરોના બોમ્બ ફરી ફૂૂટે તેવી દહેશત સૌનામનમાં છે. વિદેશો કરતા આપણાં દેશમાં કોરોનાને નાથવામાં સફળતા મળી છે. એનો મતલબએ નથી કે આપણને ન થાય ગુજરાતમાં તબીબોની કોરોના વોરીયરની ભૂમિકા સરાહનીય છે. સૌ સાથે મળીને કોવિડ-૧૯ ને કંટ્રોલ કરવા મથે છે. ત્યારે ઢીલાસ  જરાપણ નહી ચાલે ગમે તેવા તહેવારો હોય હમણાં તો સાવચેતી રાખવી એ જ રામબાણ ઇલાજ છે.

કોરોના મહામારીમાં આપણો સકસેસ રેટ ૮૫ થી ૯૦ ટકા જેવો થઇ ગયા પણ હજી લોકો પૂરી તકેદારી રાખે તો કોરોના થાય જ નહીં, ટેસ્ટનું પ્રમાણ વધતા આપણે ચેપવાળા લોકોને ઝડપથી શોધીને સારવાર કરતા આજની તારીખે તો મૃત્યુ દર પણ ઘટાડી દીધો છે.

આજે ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ, ભાઇબીજ જેવા તહેવારોમાં ધંધા રોજગાર બંધ હોવાથી બધા નિકળી પડશે પણ એ ભુલવું ના જોઇએ કે કોરોના મારી આસપાસ જ છે. તકેદારી એ જ શ્રેષ્ઠ ઇલાજ છે.

૨૦૨૦ને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. ગુજરાત કેલેન્ડરનું નવ વર્ષ તો રવિવારે જ શરુ થશે ત્યારે પણ નિયમબઘ્ધ તહેવારોની ઉજવણીમાં સામેલ થઇ તે એટલું જ જરૂરી ને આવશ્યક છે.

જન જન જાગે….. કોરોના ભાગે

રાજયમાં કોરોના કહેર યથાવત

ગુરૂવારે રાત્રે આ લખાય છે ત્યારે ૧૧ર૦ કેસ નવા રાજયમાં નોંધાયા છે. તેની સામે આજે ૧૦૩૮ દર્દીઓ સ્વસ્થ થઇને પોતાના ઘરે ગયા. આજ સુધીમાં ૧,૮૪,૯૬૪ લોકોને કોરોનાને ચેપ આપણા રાજયમાં લાગ્યો જે પૈકી ૧,૬૮,૮૫૯ લોકોએ તો કોરોના સામે જંગ જીત્યો. રાજયમાં ૩૭૮૫ લોકોના મૃત્યુ થયા છે. હાલ રાજયોમાં ૧૨૩૨૧ એકિટવ કેસો છે. તો ૬૯ વ્યકિત જ વેન્ટિલેટર પર છે. દરરોજ પ૦ હજારથી વધુ ટેસ્ટીંગ કરાય છે. અત્યાર સુધીમાં ૬૬,૮૦,૫૦૦ ટેસ્ટ કરાયા છે. આરોગ્ય વિભાગ તબીબો વિગેરે બધા જ શ્રેષ્ઠ કાર્યો કરીને કોરોનાને નાથવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આપણે સૌએ તકેદારી રાખીને તેનો અટકાવ કરવો જરુરી છે. ખાસ તો ભીડવાળી જગ્યાએ જવાનું ટાળોને માસ્કની તકેદારી રાખીએ તો પણ તમે બચોને બીજાને પણ બચાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.