ગોમતીનો છેલ્લો ઘાટ તૂટયા બાદ હવે જર્જરીત સંગમ નારાયણ મંદિર નષ્ટ થવાની દહેશત

લોકાપર્ણ થયાના બે દિવસમાં જ ઘાટ તૂટી પડયો’તો

ગોમતી નદીનો છેલ્લા ઘાટ નજીક આવેલ પૌરાણિક સંગમ નારાયણનું જર્જરીત મંદિરની સારસંભાળ નહીં લેવામાં નષ્ટ થઇ જશે. તાજેતરમાં જ લોકાર્પણ થયેલો ઘાટ તૂટી પડયો હતો. જેની તંત્રે ગંભીર નોંધ લઇ તત્કાલ યોગ્ય કરવાની માંગ ઉઠી છે.

યાત્રાધામ દ્વારકાના પવિત્ર ગોમતી  ધાટનું બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંએ લોકાર્પણ કર્યું એ ગોમતી નદીનો છેલ્લો ધાટ ગત રાત્રીના દરિયાઇ પાણીમાં કરંટ હોવાથી ધાટ અને રેલીંગો ટુટી ગઇ ગોમતી નદીમાં પડ હતો. ધાટ થોડા સમય પહેલા વાવાઝોડા અને તોફાની દરિયાઇના પાણીની થપાડોમાં જર્જરીત થઇ ગયેલ હતો ત્યારે તંત્ર દ્વારા નોંધ ન લેવાતા આ સંગમ નારાયણ મંદિર પાસેનો ધાટ ટુટીને ધાટના પત્થરો અને રેલીંગ ગોમતી નદીમાં પડી ગયા હતા. બનાવની જાણ દ્વારકા પાલીકા ચિફ ઓફિસરને થતા રેસ્કયું ટીમ સાથે ગોમતીધાટે પહોચી ગોમતી નદીમાં પડી ગયેલ રેલીંગો બહાર કાઠી તાબડ તોબડ ધાટનું કામ આરૈભું હોવાનું જાણવા મલેલ છે. ઉલ્લેખીયન છેકે થોડા સમય પહેલા અખબારોમાં અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા પણ તંત્રએ નોંધ લિધી જ નહી ગોમતી કાઠાના છેલ્લા ધાટે આવેલ પોરાણીક પાંચ હજાર વર્ષથી ઉપરાંત આવેલ ગોમતીજી અને સમુંન્દ્રનું મિલન થતું હોય તે વિશ્વનું એક માત્ર સંગમ નારાયણનુ મોટુ મંદિર લાંબા સમયથી જર્જરીત થૈઇ ગયેલ હોવાથી પળવાના આરે છે.

આ મંદિર બે માળનું હોવાથી બન્ને માળ અંદર અને બહાર જર્જરીત થઇ ગયેલ છે  થોડા સમય પહેલા આવેલ વાવાઝોડામાં બાજુમાં પરીક્રમાંનો ઓટો આવેલ એ પણ ટુટ્યો હતો  સમુન્દ્ર અને ગોમતીનું મિલન થતું હોવાથી છેલ્લા ધાટે આવેલ આ મંદિરમાં દરિયો તોફાની થાય ત્યારે અથવા વાવાઝોડુ આવે ત્યારે અને તોફાની વરસાદના કારણે પહેલા આ મંદિરમાં ઈફેક્ટ પડતી હોવાના કારણે મંદિર નિચેના ભાગથી કરી ઉપલા ડેરા સુધી ખવાય ગયેલ હોવાથી હવે પડવાના આરે છે જોકે સરકાર દ્વારા તેમજ સબંધીક્ત તંત્ર દ્વારા મંદિરની ઝાણવણી વહેલામાં વહેલી તકે કરે તે જરૂરી બન્યું છે તંત્ર દ્વારા મંદિરની નોંધ નહી લેવાય તો આ પોરાણીક સંગમ નારાયણનું મંદિર નષ્ટ થૈઇ જવાના આરે છે.

Loading...