Abtak Media Google News

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ગયાના બ્રાહ્મણો દ્વારા શ્રાધ્ધ પક્ષમાં ઓનલાઈન પીંડદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી

વ્યકિતનું મૃત્યુ થયા બાદ વ્યકિતની આત્માને શાંતિ મળી રહે તે માટે તેમના પરિવારજનો દ્વારા પિતૃશ્રાધ્ધ કરવામાં આવતું હોય છે. વ્યકિત જયારે જીવીત હોય ત્યારે તેમના દ્વારા થયેલા પાપને ભરપાઈ કરવા અને તે વ્યકિતને સ્વર્ગમાં વાસ થાય તે હેતુથી મૃત્યુ પામનાર વ્યકિતનો પરિવારજનો પિંડદાન કરતા હોય છે. પીંડદાનની ક્રિયા મૃત્યુ પામનાર વ્યકિતનો દિકરો જ કરતો હોય છે. પીંડદાન ગુજરાતી મનિ પ્રમાણે ભાદરવા માસમાં કરવામાં આવતું હોય છે. પીંડદાન ભારતનાં ગયા, સીધ્ધપૂર અને ગંગાઘાટ પર કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પીંડદાન માટે અનોકી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની મહામારીને કારણે પીંડદાન કરવા માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામા આવી છે.

૧૫ દિવસના પીતૃપક્ષમાં લોકો સિધ્ધપૂર પાટણ ખાતે હજારો લોકો પીંડદાન માટે જતા હોય છે. ત્યારે આ વર્ષ કોરોનાનેકારણે લોકો એકત્રીત ન થાય તે માટે ઓનલાઈન વરચ્યુઅલ પીંડદાન કરવાની વ્યવસ્થા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ઓનલાઈન પીંડદાન માટેની વ્યવસ્થા ગયાના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી છે.ત્યારે સિધ્ધપૂરના બ્રાહ્મણો દ્વારા વરચ્યુઅલ પિંડદાન માટેની કોઈ તૈયારી દર્શાવવામાં આવી નથી સીધ્ધપૂરના બ્રાહ્મણોના મત મુજબ પીંડદાન એ એક ધાર્મિક વિધિ છે. તેમાં મૃત્યુ પામનાર વ્યકિત સાથે સીધો સંબંધ ધરાવતું હોવાનું જણાવ્યું હતુ.

બ્રાહ્મણોના મત મુજબ ઓનલાઈન પીંડદાન કરવાથી પવિ શહેર સિધ્ધપૂરમાં લોકો આવવાનું બંધ કરી દેશે જેને કારણે શહેરને આર્થિકની સાથે સાથે ધાર્મિકી રીતે પણ નુકશાની થશે.સિધ્ધપૂર એ દેશનું એક પાત્ર સ્થળ છે કે જયાં માતૃ શ્રાધ્ધ, કરવા માટે દેશભરમાંથી લોકો ભાદરવા માસ દરમિયાન આવે છે. સિધ્ધપૂરમાં આવેલ બિંદુ સરોવર પર આ વિધિ કરવામાં આવે છે.

શરૂઆતના સમમાં ગયાની જેમ સિધ્ધપૂરમાં પણ ઓનલાઈન પિંડદાન કરાવવાની વ્યવસ્થા વિશે વિચાર્યંુ હતુ પરંતુ બાદમાં તે વિચારને રદ કર્યો હતો.

સિધ્ધપૂરનાં અવદિચ્ય બ્રાહ્મણ ધ્રુવિન સંસ્થાના પ્રમુખ કરણ શાસ્ત્રીએ જણાવ્યું હતુ કે સામાન્ય રીતે શ્રાધ્ધ સમયગાળા દરમિયાન રોજના ૧ હજારથી પંદરસો લોકે આવતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે ફકત ૧૦૦થી ૨૦૦ જ લોકો અહી શ્રાધ્ધ વિધિ કરાવવા માટે આવે છે. મહારાષ્ટ્રમાંથી પણ ૧૦૦૦ જેટલા લોકો દર વર્ષે સિધ્ધપૂર ખાતે પીતૃના પીંડદાન માટે આવતા હોય છે. અમદાવાદના મિતેશ પટેલ દર વર્ષે સિધ્ધપૂર પિંડદાન માટે આવતા હોય છે. તેમણે પણ જણાવ્યું હતુ કે આ વર્ષે અહી લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

કોરોનાની અસર સમગ્ર ઉદ્યોગો વ્યવસ્થાયને પહો છે.ત્યારે ધાર્મિક વિધિઓને પછી કોરોનાની માઠી અસર પહોચવા પામી છે. દર વર્ષે સિધ્ધપૂરમાં લાખો લોકો પીંડદાન કરાવવા માટે આવતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે સિધ્ધપૂર આવતા લોકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે હજારો બ્રાહ્મણોની રોજી રોટીને અસર પહોચી છે. ત્યારે સિધ્ધપૂરના બ્રાહ્મણ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આર્થિક સહાય માટેની ભલામણ પણ મોકલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.