Abtak Media Google News

મા-દીકરીનો સંબંધ એક પળાવ પછી સહેલી જેવો જ હોય છે. જેનું મુખ્ય કારણ ઉંમરની સાથે સંબંધોને કેળવવાની કળા માતા પાસે હોય છે. પરંતુ જ્યારે વાત આવે છે પિતા-પુત્રની મિત્રતાની તો એ બાબતે મહત્તમ સંબંધોમાં દૂરી જોવા મળે છે. જેમાં પિતાનો પુત્ર પ્રત્યેનો અમુક પ્રકારનો અભિગમ એ દૂરી માટે જવાબદાર સાબિત થાય છે.

જ્યારે પુત્ર ટીનએજમાં પ્રવેશ કરે છે ત્યારે પિતાએ તેના મિત્રની ભૂમિકા ભજવવાનો સમય આવે છે. પરંતુ મોટાભાગનાં પિતાએ સંબંધો કેળવવાની ચૂંકી જાય છે જેના પરિણામ સ્વરુપ દિકરો તેનાથી દૂર થતો જાય છે. તો એવા જ કેટલાંક અભિગમ વિશે અહિં વાત કરીશું.

– દિકરો મોટો થયો છે તે સ્વિકારો….

Maxresdefault 4દિકરો ગમે તેટલો મોટો થયો હોય પરંતુ તેના પિતા એને સમજદાર માનવા તૈયાર જ નથી હોતા. અને એક પરંપરાગત માન્યતાથી જેમ માને છે કે બાપ બાપ જ હોય છે અને દિકરાને હજૂ નાદાન જ માને છે.

જેના પગલે દિકરો ઘરની બાબતમાં કંઇ સલાહ આપે છે તો તરત જ પિતા તેને હજુ તુ નાનો છે એમ કહીં ચુંપ કરે છે. પરંતુ જો પિતા તેને યોગ્ય રીતે સમજી અને પુત્રની વાતને પાળે તો આ પરિસ્થિતિને વધુ યોગ્ય રીતે ઉકેલી શકાય છે.

– જવાબદારી બાબતે રોકટોક…..

N Fathersપુત્ર ઘરની જવાબદારી લઇ તેની ફરજ નિભાવતો હોવા છતાં પિતાનું હંમેશા એવું જ માનવાનું હોય છે કે હજુ દિકરો ઘર બાબતે બે જવાબદાર જ છે. અને એ બાબતે સતત ટોકટોક કર્યા કરે છે. પરંતુ પુત્રનાં કામને મહત્વ આપી તેને ઘરની જવાબદારીઓ સમજાવવી જોઇએ.

– પુત્રને અન્ડર એસ્ટીમેટ ન કરો.

20130505 Lifeclass Fatherless Sons 15પુત્ર જ્યારે હિંમત કરી પિતાને કોઇ પણ કામમાં મદદ કરવાની કે એ કામ જાતે કરવાની વાત કરે છે ત્યારે પિતા તેને તુ નહિં કરી શકે એવું કહી તેની આવળતને ઓછી આંકે છે પરંતુ એવું કરવાથી પુત્રમાં પિતા પ્રત્યે નકારાત્મક લાગણી જ ઉદ્ભવે છે અને પિતાથી દૂર થતો જાય છે. એવા સમયે પિતાને સાથે રાખી તેની હેલ્પ લેવી જોઇએ.

– પુત્રનાં મિત્રો બાબતેની માન્યતા.

Header Parentinvolvementકેટલાંક માતા-પિતા દિકરાનાં મિત્રો બાબતે અનેક નકારાત્મક પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. અને પુત્ર તેના મિત્રો માટે ખૂબ જ લાગણીશીલ હોય છે. અને એટલે જ જ્યારે પિતા તેનાં મિત્રો બાબતે કંઇ કહે છે તો તરત જ પુત્રની લાગણી દુભાય છે. પરંતુ તેની જગ્યાએ પુત્રના મિત્રોને ઘરે બોલાવી તેની સાથે મિત્રતાભર્યુ વર્તન કરવાથી પુત્રને પણ સારુ લાગશે તેમજ તેનાં મિત્રોને પણ જાણી શકાય છે.

– પુત્રની પણ પોતાની લાઇફ હોય છે.

દિકરો કંઇ કામસર કે સ્કૂલ કોલેજના સમયે બહાર જઇ ઘરે આવે છે ત્યારે થોડુ મોંડુ થતા પિતા તેને ઠપકો, આપ્યા રાખે છે કે રખડપટ્ટી કરવા સિવાય કંઇ જ નથી કરતો તેવા સમયે પણ પુત્રને પિતા પ્રત્યેની નકારાત્મક વ્યાખ્યા બંધાય છે. જેને અવગણવા કે દૂર કરવા પિતા માત્ર પુત્રને સમજવાની જરુર પડે છે જેના માટે પિતાએ પુત્ર સાથે એક મૈત્રીભર્યા સંબંધો કેળવવાની જરુરત રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.