Abtak Media Google News

ઈ.સ.૧૯૧૦ માં પ્રથમવાર વોશિંગટનમાં સોનારા સ્માર્ટ ડોડે પોતાના પિતાએ તેઓ છ ભાઈઓને એકલે હાથે સરસ રીતે ઉછેર્યા તેનો આભાર વ્યક્ત કરવા  આ દિવસ ઉજવ્યો.પછી તો જુદા જુદા દેશોમાં અલગ અલગ દિવસે આની ઉજવણી થવા લાગી.ઈ.સ.૧૯૪૦માં માર્ગરેટ ચેસ સ્મિથે પોતાનું મંતવ્ય આપતા  કહ્યું કે આપને માતાનું ઋણ અદા કરવા માતૃદિન ઉજવીએ છીએ પણ પિતાનું ઋણ પણ ભૂલાય એવું નથી. તેથી ફાધર્સ ડે પણ એટલા જ શાનથી ઉજવાવા લાગ્યો.

Happy Fathers Dayપિતૃદિનની ઉજવણી પાછળ જે પણ કારણો હોય પણ એટલું તો સાચું જ છે કે આપના જીવનમાં ‘માં’ને ‘પાપા’ બેય અમુલ્ય છે. કેમકે બેયની કામગીરી સમાન ભાગે વહેચાય છે.માની ઉપસ્થિતિથી બાળક પ્રેમાળ,કોમલ,વ્યવહારલક્ષી બને છે તો પાપાની ઉપસ્થિતિથી નિર્ભય, સશક્ત અને ટટ્ટાર બને છે. માં સંતાનને વહાલ કરી, ચિંતા સેવી, તેનામાં સંસ્કારો રોપે, આંતરિક શક્તિ ખીલવે, પોષણ સંવર્ધન કરે, તો પાપા બાહ્ય જગતની માયાજાળ વચ્ચેથી માર્ગ કાઢવાનું કપરું કામ શીખવે છે. ભીને સુઈ પોતે અને સુકે સુવાડનારી માં તો માત્ર એક સંતાનની જ ચિંતા કરતી હોય પછી એ બેયની ચિંતા સેવનારા પિતાની જવાબદારી બેવડી થઇ જાય છે.ત્યારે એ પિતાને બમણા નમસ્કાર જ થઇ જાય ને ?!! પુત્રના પરાક્રમથી હર્ષાશ્રુ વહાવતી માનો હરખ દેખાય છે

Happy Fathers Day 2015 Pictures Photos Imagesફોનમાં પપ્પાની નકલ કરતો અને તરુણાવસ્થામાં આવ્યા પછી છાનુંમાંનું પિતાનું રેઝર ને આફ્ટરશેવ લોશન લગાડતા પુત્રને જોઈ હૈયામાં હરખાતા પિતા અવ્યક્ત લાગણીનું માધ્યમ બની જાય છે! પોતાના શર્ટ કે ચપલ પહેરી ભાગી  જતા પુત્ર પર ખોટો ગુસ્સો વ્યક્ત કરનાર બાપ અંદરથી તો સંતોષ પામી વિચારતો હોય કે, હાશ હવે આ મારો પડછાયો બની ગયો ને ટુક સમયમાં મારી ટેકણ લાકડી બની ઉભો રહેશે! આ જ વાત જયારે પિતા પોતાના બાળકને આંગળી પકડી ચલાવતા હોય ત્યારે પણ વિચારતા હોય છે: “આજ ઉંગલી થામકે ચલના શીખાઉ તેરી તુજે મૈ,કલ હાથ પકડના મેરા,જબ મૈ બુઢા  હો જાઉં.!!”

Happy Fathers Day I Love My Dad Facebook Covers Fbcoverlover Facebook Coverઅથર્વવેદમાં કહેવાયું  છે”:
અનુવ્રત:પિતૃ:પુત્રો માતા ભવતુ સંમના:જાયાપ્રત્યે મધુમતી વચમ વદતુ શાંતિવામ’’
અર્થાત પુત્ર એ પિતાના વ્રતોને પૂરો કરનાર અનુવ્રત છે.જેની આંગળી પકડી ચાલતા શીખ્યો, તેને ઘડપણમાં ખભાનો સહારો આપવાનું ભુલી જાય, જેને હજારો પ્રશ્નો પૂછતો છતાં થાક્યા વગર જે પિતાએ  જવાબો આપ્યા ને એના થકી જ દુનિયાદારી શીખી એ જ પિતાના દરકારપૂર્વકના પ્રશ્નોને યુવાવસ્થાના કેફ માં કચક્ચ સમજી વૃધાશ્રમ તરફ ધકેલનારા પુત્રે વિચારવું જ રહ્યું કે જેને તમારા એક હાસ્ય માટે,તમારી જીત માટે પોતાનું સર્વસ્વ હાર્યું તેવા પિતાનો ખભો બની તેમની ખુમારી બનવું જોઈએ. દરેક પિતાનું ‘યુનીક’ વ્યક્તિત્વ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.