Abtak Media Google News

પ્રભુ મહાવીર, જે મોક્ષ સ્થાનમાં બિરાજે છે, ત્યાં જગતના સર્વ જીવો તેમની બાજુમાં બિરાજે તેવી રાહ જોવે છે. પ્રભુની સામે બેસવાનો અનુભવ કરનારા ભાવિકો પ્રભુની સાથે એક સ્થાનમાં, એક સાથે બિરાજે એવી જૈન દર્શનની શ્રેષ્ઠ માન્યતાનું વર્ણન કરતા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે જૈન દર્શનમાં અંતે ભગવાન અને ભક્ત જેવો ભેદ રહેતો નથી, પ્રભુ સરીખા બનવાનો ભાવ પ્રગટાવતા તેઓએ આગળ ફરમાવ્યું હતું કે, પ્રભુ અને આપણે એક શરીરમાં સાથે હતા એવી નિગોદ અવસ્થામાં પ્રભુ સાથે અનંત કાળ વિતાવ્યા બાદ આજે પ્રભુ સિદ્ધક્ષેત્ર પર બિરાજમાન છે અને આપણે સંસારમાં ભટકી રહ્યા છીએ. પ્રભુ અને આપણી વચ્ચે જે ડિસ્ટન્સ આવી ગયું છે તે ડિસ્ટન્સ ને ઘટાડવા માટે પર્યુષણ મહાપર્વ છે. પ્રભુ જેવા બનવાનો જે સંકલ્પ કરે છે તે અંતે પ્રભુ બનીને જ રહે છે. અમૂલ્ય એવું જિનશાસન મળ્યા પછી પણ, આપણે ભૂલી ગયા છીએ કે, જે ભવમાં ભગવાન બનવાનું ફિકસ થઇ શકે છે, તે ભવમાં આપણે સામાન્યમાં મિકસ થઈ ગયા છીએ. પૂજ્ય વિનમ્રમુનિ મહારાજ સાહેબ તેમજ પૂજ્ય પરમ ઋષિતાજી મહાસતીજીએ પ્રસંગોચિત પ્રવચન ફરમાવ્યા હતાં. આ અવસરે કોલકાતાના જ્ઞાનગંગામય ચાતુર્માસમાં નિત્ય સવારે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી ફરમાવવામાં આવતા આવશ્યક સૂત્રના શ્રવણ બાદ કંઠસ્થ કરવાના અભિયાનમાં અનેક ભાવિકો જોડાતાં પ્રતિક્રમણ કંઠસ્થ કરવા માટેની કોપીરાઇટ પુસ્તિકાનું જે ભાવિકોને પ્રતિક્રમણ કંઠસ્થહોય, તેમના દ્વારા લોકાર્પણથયેલ.

Fate-To-Be-The-Lords-Head-In-The-Dungar-Durbar-In-Association-With-Rashtrasant-Puja
fate-to-be-the-lords-head-in-the-dungar-durbar-in-association-with-rashtrasant-puja

પર્યુષણ પર્વાધિરાજ મહાપર્વનું સ્વાગત કરવા એલગિન રોડથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલ. જેમાં ગુરુ ભગવંત, મહાસતીજી વૃંદ, પર્યુષણ ના ૮ દિવસના લાભાર્થી સંઘપતિઓ, જૈન ધર્મ ઘ્વજ લહેરાવતા ભાવિકો, મસ્તકે છાબમાં આગમ ગ્રંથને ધારણ કરેલા બહેનો સાથે અન્ય અનેક ભાવિકોએ સંપૂર્ણ શિસ્તનું પાલન કરી જિનશાસનની ગરિમાને વધારેલ. ડુંગર દરબારમાં પૂજ્ય ગુરૂદેવની પધરામણી પારસધામના કમિટી મેમ્બર્સ દ્વારા નમોત્થુણંની મુદ્રા સાથે કર્યા બાદ પર્યુષણના પ્રથમ દિવસના લાભાર્થી સંઘપતિપરિવાર, આશા ફાઉન્ડેશનના કીર્તિભાઇ મહેતાનું હર્ષદભાઈ અજમેરા અને પ્રદીપભાઈ બેલાવાલા દ્વારા પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવેલ. અર્હમ યુવા સેવા ગ્રુપના ભાવિકોએ પર્યુષણ મહાપર્વને આવકારવા ભાવવાહી નૃત્ય પ્રસ્તુતિ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.