Abtak Media Google News

ગુજરાત વિધાનસભા ચુંટણીના ત્રણ વષઁથી પહેલાથી સક્રિય થયેલ પાટીદાર સમાજ  અનામતની માંગને લઇને સરકાર સામે બાયો ચડાવી લડી રહ્યા છે તેવામા વિષનગરથી શરુ થયેલી પાટીદાર સમાજની એકતા હવે રાજ્ય અને ધીરેધીરે દેશભરમા ખુબજ વિખ્યાત થવા લાગી છે પાટીદાર અનામત આંદોલનથી સ્ટાર બનેલા હાદિઁક પટેલ તથા સાથી મિત્રો પર અસંખ્ય વખત ફરીયાદો તથા જેલમા પણ ગયા છતા પણ સરકાર સામે લડી લેવાના મુળમા રહેલા પાટીદાર સમાજે હવે નવા આંદોલનને વેગ આપ્યો છે

જેમા હાલ હાદિઁક પટેલ ખેડુતો તથા પાટીદાર સમાજના હિત માટે ગત ૨૫ ઓગસ્ટથી ભુખ હડતાલ પર બેઠા છે. જોકે સમગ્ર રાજ્યમાથી તો પાટીદાર સમાજનો ટેકો અને સારો પ્રતિસાદ મળે છે સાથોસાથ દેશના રાજ્યોમા રહેલા પાટીદાર સમાજની સાથે અન્ય સમાજનો પણ ટેકો મળતા હવે આંદોલન જબરુ બન્યુ છે

તેવામા હાદિઁક પટેલના નિવાસ સ્થાને ચાલતી ભુખ હડતાલના આંદોલનને ગુજરાત રાજ્યના કોગ્રેસી ધારાસભ્યોએ પણ ટેકો કયોઁ છે જેથી સરકાર સામે વિરોધ પક્ષ પણ પાટીદાર સમાજની વ્હારે આવતા હવે પાટીદાર સમાજે “યુધ્ધ એજ કલ્યાણ”નુ સુત્ર અપનાવ્યુ છે જ્યારે આ તરફ હાદિઁક પટેલના ભુખ હડતાલ આંદોલનને સમઁથન આપવા અનેક શહેરોમા પણ પ્રતિક ઉપવાસ શરુ કરાયા છે

જેમા ધ્રાગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે પણ પાટીદાર સમાજ દ્વારા અનિચ્છિત મુદ્તના પ્રતિક ઉપવાસ શરુ કયાઁ છે જેમા હાદિઁક પટેલ ભુખ હડતાલ પર હોવાથી કથળતી જતી તબીયતને લઇને તથા ખેડુતો અને પાટીદાર સમાજની માંગો જ્યા સુધી સ્વિકારાશે નહિ ત્યા સુધી ગાંધી ચીંધ્યા માગેઁ આ રીતે ભુખહડતાલ કરવાનો નિણઁય સજ્જનપુર ગામના પાટીદાર સમાજે કયોઁ છે સાથે સરકારને ચિમકી પણ આપી છે કે જો પાટીદાર સમાજના લડવૈયા હાદિઁક પટેલને ભુખહડતાલ સમયે કોઇપણ જાનહાની થશે

અથવા તેઓની ભુખહડતાલ રોકવાનુ સરકાર દ્વારા કોઇપણ કાવતરુ તૈયાર કરાશે તો પૈટીદાર સમાજ ચુપ નહિ બેસે અને જે રીતે હાલ ગાંધી ચીંધ્યા માગેઁ આંદોલન કરે છે બાદમા સરકાર સામે ભગતસિંહનો માગઁ અપનાવતા પણ પાટીદાર સમાજ જરા પણ મોડુ નહિ કરે. ત્યારે હાલ તો સરકાર સામે લડી લેવાના મુળમા દેખાતા પાટીદાર સમાજે ભુખહડતાલ આંદોલનનો રસ્તો અપનાવી સરકારના માથે પરશેવો લાવી દીધો હોય તેવુ લાગી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.