Abtak Media Google News

4 સ્થળેથી નમુના  લેવાયા, 24 વેપારીઓને ત્યાં ચેકીંગ, ચારને નોટિસ: 23 કિલો છાપેલી પસ્તીનો, 10 કિલો વાસી  લાડુ અને 3 કિલો ખીરાનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની કુલ – 4 ટીમ દ્વારા ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગનો ધોસ બોલાવવામાં આવી રહયો છે. આજે વરિયા સ્વીટ માર્ટ, પારેવડી ચોક ખાતેથી મૈસુબ , અંબિકા ફરસાણ માર્ટ, મોરબી રોડ ખાતેથી શક્કરપાર,  રાજસ્થાની જોધપૂરી સ્વીટ એન્ડ નમકીન, કુવાડવા રોડ ખાતેથી કાજુ મૈસુબ અને અલંકાર મુખવાસ, નવાનાકા રોડ ખાથેતી ફાઇવસ્ટાર મુખવાસના નમુના લેવામાં આવ્યા હતા.

Whatsapp Image 2020 11 09 At 1.03.37 Pm Copy

જયારે આકાશ ડેરી ફાર્મ,યમુના ફરસાણ,  જય જલારામ દુધાલય,શ્રીશક્તિ ડેરી ફાર્મ,  જય ચામુંડા ફરસાણ, જય ગોપાલ ,ધર્મેન્દ્ર શંકર કેળા વેફર  ,  મહેતા ફરસાણ એન્ડ સ્વીટ ,  જલારામ નાયલોન ખમણ,  રામેશ્ર્વર ડેરી ફાર્મ,  તીરૂપતી ડેરી,  શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, ર નટરાજ ખમણ હાઉસ  ,ન્યુ શક્તિ ફરસાણ, શ્રી બાલકૃષ્ણ ડેરી એન્ડ ફરસાણ , શ્રી બાલાજી ફરસાણ માર્ટ, ચામુંડા ડેરી ફાર્મ, ન્યુ જય સિયારામ ફરસાણ હાઉસ, નેમીનાથ ફરસાણ માર્ટ,  શ્રી ગાયત્રી ડેરી ફાર્મ,   શ્રી વ્રજ ગૃહ ઉધોગ , મંગલ ડેરી ફાર્મ,   શ્રી રામ જાંબુ , જ્યુબેલી ગાર્ડન ખાતે છાપેલ પસ્તી અને લાઈસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી. આજે ખાદ્યચીજના  ચાર નમુના  લેવામાં આવ્યા હતા. તથા 24 પેઢીની ચકાસણી કરી જે પૈકી 4  ફુડ બિઝનેશ ઓપરેટરોને નોટીસ આપવામાં હતી.સ્થળ પર 23 કિ.ગ્રા છાપેલ પસ્તી,વાસી બિનઆરોગ્યપ્રદ લાડુ 10 કિ.ગ્રા. તેમજ 3 કિ.ગ્રા. વાસી ખીરૂ નાશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.