Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા દાયકાઓથી અડી ગયેલા કાશ્મીરની સમસ્યાનો પ્રશ્ર્ન મર્દાના અંદાજમાં એક જ ઝાટકે ઉકેલીને જે ઈતિહાસ રચ્યો હતો ત્યારબાદ ઉભી થનારી પરિસ્થિતિ પર કાબુ મેળવવા જમ્મુ-કાશ્મીરમાં થયેલી રાજઘ્વારી અટકાયતમાં પકડાયેલા રાજકિય નેતાઓની મુકિતનો દોર ઘીરે-ધીરે સરકારે શરૂ  કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ની નાબુદી બાદ અટકાયતમાં લેવાયેલા રાજકિય નેતાઓની મુકિતમાં સૌપ્રથમ રાજયના પૂર્વ મુખ્યમંત્રી ફારૂ ક અબ્દુલ્લાને શુક્રવારે સાત મહિના બાદ મુકત કરવામાં આવ્યા હતા. શ્રીનગરના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂ ક અબ્દુલ્લા શુક્રવારે સાત મહિના બાદ જેલમાંથી છુટીને ગુયકર રોડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ૮૨ વર્ષના અબ્દુલ્લાને જન સુરક્ષા ધારા અનવયે અને તેમના ભાષણોથી પ્રજામાં ઉશ્કેરાટ ન ફેલાય તે હેતુથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની મુકિત બાદ તેમના પુત્ર ઉજાર અબ્દુલ્લા અને પીડીપીના મહેબુબા મુફતી સહિત બન્ને પૂર્વ મુખ્યમંત્રીઓને પણ છોડી દેવામાં આવશે.

6.Saturday 1

ફારૂ ક અબ્દુલ્લાએ પત્રકારના એક પ્રશ્ર્નના હવે પછીના કાર્યક્રમ અંગે પ્રશ્ર્નના જવાબ આપતા જણાવ્યું હતું કે, જયાં સુધી સુરક્ષાધારા હેઠળ જેલબંધ તમામ નેતાઓ છુટી ન જાય ત્યાં સુધી શાંતી જાળવવામાં આવશે. તેમણે પોતાની મુકિત માટે રાજઘ્વારી લડત આપનાર તમામ સાંસદોનો આભાર માન્યો હતો. કલમ ૩૭૦ અને ૩૫-એની સમાપ્તી અંગેના વિરોધમાં તમે બોલતા રહેશો કે કેમ ? જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજજો સમાપ્ત કરવાના નિર્ણયનો વિરોધ ચાલુ રાખશો ? જવાબમાં ફારૂ કે જણાવ્યું હતું કે, હું સંસદમાં જઈશ અને મારો અવાજ ત્યાં ઉઠાવીશ. રાજઘ્વારી અહેવાલમાં એવી વાત બહાર આવી છે કે, રાજકીય નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે તે તમામ નેતાઓ અને રોના પૂર્વ અધિકારી એ.એસ.દુલાત, ફારૂ ક અબ્દુલ્લા સાથે મળ્યા હતા. આ તે વાતના સંકેત આપે છે કે, જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી આગામી પંચાયતની ચુંટણીમાં રાજયના મુખ્ય બે પક્ષો નેશનલ કોન્ફરન્સ અને પીડીપી હાથ મિલાવીને ચુંટણી લડશે.

રાજઘ્વારી આગેવાનોને જેલમાં બંધ રાખવાની એક મર્યાદા હોય છે. આ મુદત હવે પુરી થઈ રહી છે ત્યારે રાજઘ્વારી નેતાઓની મુકિતથી રાજકારણમાં  ફરીથી ગરમાવો આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફારૂ ક અબ્દુલ્લા અને મહેબુબા અને ઉંમર અબ્દુલ્લા સહિતના નેતાઓની ધરપકડની પુન: સમીક્ષા કરવામાં આવશે. જોકે રાજયમાં સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી હોવાથી તેની કોઈ જરૂ રીયાત નથી. ફેબ્રુઆરી મહિનામાં મહેબુબા અને ઉંમરની ધરપકડનાં નિર્ણયને ત્રણ મહિનાની અવધી મળી હતી. જમ્મુ-કાશ્મીરમાં પીડીપી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીની રચનાની કવાયત કરી રહ્યા છે. રાજયમાં વિધાનસભા અને સંસદિય બેઠકોની ચુંટણીને લઈને ગતિવિધિઓ તેજ બની છે. રાજકિય નેતાઓની મુકિતથી એ વાતનો સંકેત મળી રહ્યો છે કે, સરકાર પંચાયતની ચુંટણીની તૈયારીઓને ટેક ઓફ આપી ચુકી છે.

પીડીપીના સભ્ય અલ્તાફ બુખારી ૪૦ પૂર્વ ધારાસભ્યના ટેકાથી અપની પાર્ટીના ગઠનમાં લાગી ગયા છે. ખીણમાં રાજકીય ગતિવિધિઓ અને નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ગઠબંધનનો મુસદો તૈયાર થઈ રહ્યો. ગૃહમંત્રાલયના મુખ્ય સચિનકાલિન કાબરાએ, ફારૂ ક અબ્દુલ્લાએ છ મહિનાનો જેલવાસ પુરો કર્યા બાદ તેમની મુકિતના આદેશ કર્યા હતા. અબ્દુલ્લા અને શેખ અબ્દુલ્લા દ્વારા ૧૯૭૮માં બનાવેલા જનસુરક્ષા ધારા હેઠળ જ અટકાયતમાં લીધા હતા. નેશનલ કોન્ફરન્સના પ્રમુખને ગયા વર્ષે ૫ ઓગસ્ટે અટકાયતમાં લીધા હતા અને તેમની ત્રણ મહિનાની વધારાની મુદત વધારી દીધી હતી. એમડીએમકેના વાયકોએ અબ્દુલ્લાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ સુનાવણી પહેલા જ તેમની ત્રણ મહિનાનો વધુ કારાવાસ લંબાવી દીધો હતો.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીશ રંજનાપ્રકાશ દેસાઈ અને ચુંટણી કમિશનર સુશીલ ચંદ્રને રાજયમાં બેઠકોના સીમાંકન નવી ચાર બેઠકોની રચના અને આસામ, મણીપુર, નાગાલેન્ડ અને અરૂ ણાચલ પ્રદેશમાં ચુંટણીની તૈયારીઓનું કામ સોંપી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયા બાદ હવે વિધાનસભાની હાલની ૧૦૭ બેઠકોમાંથી ૭નો વધારો થઈ ૧૧૪ પર ચુંટણીઓ થશે. જમ્મુ-કાશ્મીરમાં જનસુરક્ષા ધારાની રચના ૧૯૭૮માં શેખ અબ્દુલ્લાએ કરી હતી. આજ કલમનો ઉપયોગ કરીને શેખના પુત્ર ફારૂ ક અને પૌત્ર ઉમર અબ્દુલ્લાને કાશ્મીરની શાંતી માટે અટકાયતમાં લેવાયો હતો આને કહેવાય સમયની બલિહારી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.