ખેતી હોય એની નહીં, ‘ખેતી’ કરે એની ખેતી….!!!

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું મહત્વ ધરાવતા ભારતને કૃષિ પ્રધાન દેશ ની માન્યતા મળી છે, દેશના અર્થતંત્રમાં કૃષિક્ષેત્રનો મહત્વનો ફાળો છે કૃષિ પ્રવુતિમાં મોટાભાગે ગ્રામ્ય વસ્તી પરોવાયેલી છે અને મોટાભાગનું ભારત ગામડાઓમાં વસીરહ્યું છે, દેશના કૃષિ વિકાસ અનિવાર્યતા આજના સમયની માંગ છે આપણે ત્યાં જે ની ખેતી હોય તેજ ખેતી કરે તેવી પ્રથા પરંપરા અને સામાજિક કાયદાકીય વ્યવસ્થાને લઈને વ્યાપક વિકાસની તકો ધરાવતા કૃષિ ક્ષેત્રની મર્યાદાઓ ની માયાજાળ એટલી બધી વધી ગઈ છે કે ખેતીલાયક જમીનો હોવા છતાં તેની ઉપજ લઈ શકાતી નથી અને જેને ખેતીનો શોખ હોય છે તે પોતાનું યોગદાન કૃષિના વિકાસ માં આપી શકતા નથી, ત્યારે ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકારે કૃષિ ક્ષેત્રે જ નહિ પરંતુ દેશના આર્થિક અને માળખાકીય ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી શકે તેવી પહેલ કરીને ખેતી હોય એને નહીં પરંતુ જેને ખેતી કરવી હોય એની ખેતી ના અભિગમને સાર્થક કરતી યોજના સરકારી પડતર ઉપજાઉ જમીનનોમાં બાગાયતી ફળ ફૂલ અને ઔષધીય ખેતી માટે વ્યક્તિ જૂથ કે કોર્પોરેટ જગત ને સરકારની પથ્થર બીન ઉપજાઉ જમીન ૩૦ વર્ષના ભાડાપટ્ટે આપવાની યોજના ની જાહેરાત કરી છે

અત્યારે ખેતી હોય એને ખેતી કરવાની પરવાનગી મળે છે તેની સામે બિન ઉપજાઉ જમીનનો અને કૃષિકાર પરિવારની ખેતી પ્રત્યેની ઉદાસીનતાના કારણે કૃષિક્ષેત્રનો જોઈએ એવો વિકાસ થતો નથી, બીજી તરફ જેને ખેતી કરવી છે અને હૈયામાં હામ છે તેવા લોકોને ખેતીની તક મળતી નથી સરકારી બિન ઉપજાઉ જમીન નો હજારો એકરમાં ફાજલ પડી છે તેનો કોઈ ઉપયોગ થતો નથી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અને અન્ય દૂષણ જેવા કે દબાણો અને હવે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સરકારી જમીનનો ઉપયોગ થાય છે ગુજરાતમાં ખેતી કરે એની ખેતીની પરિભાષા પૂરી કરવા માટે વિજયભાઈ રૂપાણી સરકારે રાજ્યના પાંચ જિલ્લાઓમાં પ્રાયોગીક ધોરણે આ નવી યોજનાનો અમલ શરૂ કરાવ્યો છે જેનાથી પડતર જમીનોનો ઝાડ વાવોના વાવેતર માટે ઉપયોગ થશે આવી જમીનોમાં ફળાવ, ફૂલ છોડ અને ઔષધીય વનસ્પતિ નું વાવેતર કરવામાં આવશે જેનાથી સરકારની મહેસૂલી આવકમાં વધારો થશે સાથે સાથે ફળ-ફૂલ અને ઔષધીય ઉત્પાદનોનું પ્રમાણ વધશે જેનાથી દેશની નિકાસ વધુ વ્યાપક બનશે અને સ્થાનિકથી લઈ ચોમેર રોજગારીની તકો ઉભી થશે સરકારે એક કાંકરે અનેક નિશાન સાધવા જેવી આ યોજના પ્રારંભિક ધોરણે પાંચ જિલ્લાઓમાં અમલ કરાવીને પછી સમગ્ર જિલ્લામાં આ વ્યવસ્થા લાગુ કરવાની નેમ વ્યક્ત કરી છે ખેતી હોય એની નહીં પરંતુ ખેતી ઘરે એની ખેતી ના આ નિયમ અને કાયદાથી લાભાલાભ જ છે વળી આ કાયદાથી જમીનો મેળવનાર બિન ખેડૂતોને ખેડૂતોની માન્યતા નહીં મળે સરકાર ખેડૂતો અને મૂળભૂત ખેતી ના હ કિતને જરાપણ નુકસાન ન થાય તેની પણ ચીવટ રાખી રહી છે નવા કૃષિ કાયદાના અમલથી ગુજરાતમાં કૃષિ વિકાસની જમાવટ ની સાથે સાથે સરકારના ખેતી કરવી હોય એને જમીનની ઉપલબ્ધ કરાવવાની આ નીતિ દેશની વર્તમાન વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવી દેશે તેમાં બેમત નથી

Loading...