Abtak Media Google News

સરકારે ખાસ વટહુકમથી ખેડૂતોના હિતમાં કર્યો સુધારો

લોકડાઉનમાં રાજય સરકારના નવા નિયમથી હવે ખેડૂતોને રાહત થશે. રાજયના કોઇપણ ખેડૂતો પોતાના જિલ્લા બહારની એપીએમસી અથવા ખાનગી બજારમાં પોતાની જણસ સરળતાથી વહેંચી શકશે.

રાજય સરકારે એપીએમસી એકટમાં કરેલા સુધારા મુજબ ખેડૂતોને પોતાની જણસ અન્ય જગ્યાએ જિલ્લા બહાર વહેંચવાની છૂટ આપી છે હાલ રાજયમાં રર૪ એપીએમસી કાર્યરત છે. ત્યારે દર વર્ષે અંદાજીત ૩પ હજાર કરોડની જણસીનુ ખરીદ વેચાણ એપીએમસીમાં થાય છે. જેનાથી અડધાટકા લેખે ૩પ૦ કરોડ જેટલી સેસની આવક એપીએમસી પ્રાપ્ત કરે છે. રાજય સરકારે વટહુકમ લાવી એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટીંગ કમીટી એકટમાં સુધારો કરી નિર્ણય લીધો છે. અત્યાર સુધી ખેડૂતો પોતાના નજીકના એપીએમસીમાં પોતાની ખેતપેદાશો વહેંચી શકતા પરંતુ હવે નવા નિર્ણયથી ખેડુતો કોઇપણ જગ્યાએ જણસી વહેંચી શકશે તેથી એપીએમસીની ઇજારાશાહીનો પણ અંત આવશે. આ નિર્ણયથી ખેડૂતોને પુરતા ભાવો પણ મળી રહેશે. આ નિર્ણય વેપારીઓ માટે ફાયદાકારક હોવાનું સહકારી અગ્રણી દીલીપભાઇ સંઘાણીએ જણાવ્યું છે કે વધુમાં વેપારીઓએ અલગ અલગ એપીએમસીના લાયસન્સ લેવા નહિ પડે તેમ પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સેન્ટરો એવા હોય છે કે ત્યાંથી જિલ્લા કે તાલુકા મથક થોડુ દૂર પડતું હોય છે તેની બદલે અન્ય જિલ્લા કે તાલુકાનું મથક નજીક પડતુ હોય આવા ખેડૂતો માટે આ નિર્ણય ખૂબ મદદરૂ પ સાબિત થવાનો છે. આવા ખેડૂતો અન્ય જિલ્લા કે તાલુકા મથકે પોતાની જણસ સરળતાથી વહેંચી શકશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.