Abtak Media Google News

ગુજરાતની ખેતીની જમીનમાં તીડનો હુમલો ખેડુતોમાં ડર પેદા કરે છે

હાલ ગુજરાતમાં ખેડૂતોને કોરોનાથી નહીં પરંતુ તીડ અને કમોસમી વરસાથી ડર લાગે છે આવી મુસીબતથી ગુજરાતના ખેડુતો પહેલા કરતાં વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને પાકને નષ્ટ કરનારા “તીડ”નો હુમલો ખેડુતો અને વહીવટીતંત્ર બંને માટે ચિંતાનું કારણ બની ગયું છે.

343287 Screen Shot 2020 01 09 At 81039 Pm

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને આશરે 10 કિલોમીટર વિસ્તારમાં પાકનો નાશ કરનાર જંતુ “તીડ”નું એક ટોળું પ્રવેશ્યા બાદ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ તીડ  પાકિસ્તાનથી આવ્યા હોવાનું કહેવાય છે જે રાજસ્થાન અને હવે ગુજરાતમાં પસાર થઈ રહ્યું છે જે હવાના પ્રવાહની દિશામાં ગમે ત્યાં પહોચી જાય છે હાલ તે ભાવનગર અને અમરેલી સુધી પહોચી ગયું છે.

તીડના હુમલાને કારણે લગભગ 20 થી 25 ગામોને નુકસાન વેઠવું પડી રહ્યું છે.

Pak Tiddis Intrude India Wreak Havoc On Farmers 2019 11 03

તીડનો હુમલો ખેડુતો અને વહીવટીતંત્ર બંને માટે ચિંતાનું કારણ બની ગયું છે. તીડના હુમલાને કારણે લગભગ 20 થી 25 ગામોને નુકસાન વેઠવું પડી રહ્યું છે. તીડનો સામનો કરવા માટે ખેડુતો અનેક પગલા લઈ રહ્યા છે પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડે છે, અને તંત્રની કામગીરી પણ કીડી વેગે આગળ વધી રહી છે.

તીડ ત્રાટકે છે ત્યાં બધો જ પાક નાશ કરે છે

 

તીડનું ટોળું ત્રણ દિવસ પહેલા ભારતમાં પ્રવેશી ગયું હતું, જે અહીંના ઘણા પાકને અસર કરે છે. જો કે બનાસકાંઠાના ખેડુતો માત્ર સરકાર પર નિર્ભર નથી પરંતુ સમસ્યાને પહોંચી વળવા સ્વ-પહેલ પણ કરી રહ્યા છે સાથે જ ભાવનગર અને અમરેલીના ખેડૂત જેમના માટે આ સૌથી નવી લડાઈ છે તીડ ત્રાટકે છે ત્યાં બધો જ પાક નાશ કરી નાખે છે બધા જ ખેડૂતોને  કોરોના કરતાં પણ વધારે રડવું રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.