Abtak Media Google News

આજુબાજુનાં ગામોને સિંચાઇનું પાણી અપાઇ છે જયારે કરણગઢમાં માત્ર ૧૦ થી ૧પ ખેતરોને જ પાણી મળે છે.

વઢવાણના કરણગઢ ગામના ખેડુતોને કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતુ હોવાથી ખેડુતોએ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરને રજુઆત કરી છે. ઉ૫રાંત આજુબાજુના ગામોને સિંચાઇ માટે પાણી મળે છે. જયારે કરણગઢના માત્ર ૧૦ થી ૧પ જેટલા જ ખેતરોમાં પાણી અપાતુ હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

રજુઆતમાં જણાવાયું છે કે લટુડાથી કરણગઢ માઇનોર કેનાલ ખેતીના હેતુ માટેની કેનાલ આવેલ છે.સદરહુ કેનાલમાંથી અમો કરણગઢના ખેડુતોને પાણી આપવાનું રહે છે.

પરંતુ આ કેનાલમાંથી આજુબાજુના ગામોને પાણી આપવામાં આવે છે. પરંતુ કરણગઢ ગામને પાણી આપવાના સમયે કેનાલથી ફકત ૧૦ થી ૧પ ખેતરોને પાણી પુરુ પાડવામાં આવે છે. તે સિવાયની કેનાલ કોરી રહે છે. તેથી કેનાલમાં પાણી નહીં આવવાથી ખેડુતો સિંચાઇ કરી શકતા નથી.

આ ચાલુ વર્ષે વરસાદની અછત છે તથા કેનાલમાં પણ પાણી પુરતુ મળતુ નહી હોવાથી ખેડુતોના ખેતરમાં ઉભો મોલ પાણી વગર સુકાવા લાગેલ છે. જો કેનાલમાંથી પાણી નહી આપવામાં આવે તો ખેતરનો પાક બળી જશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.