Abtak Media Google News

જામનગરના પૂર્વ સંસદસભ્ય અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ખેડૂતોના દેવા માફ કરવા ઉગ્ર માંગણી કરી છે. દેવાના ડુંગર નીચે કચડાયેલા ખેડૂતોની આત્મહત્યાનો સીલસીલો ચાલુ રહેશે તો ર૦રર માં ખેડૂત સમાજ અડધો થઈ જશે અને ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાના બદલે ખેડૂતોના દેવા સત્વરે માફ કરી દેવા તેમણે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

રાજ્યમાં આજે ખેડૂતો દવાના ડુંગર નીચે દબાયેલો છે. જો આપશ્રી ખેરખર ખેડૂતોનું હિત ઈચ્છતા હોય, તો પ્રથમ ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ. ખેડૂતોને વર્ષ ર૦રર સુધીમાં બમણી આવકનું ગતકડું દેખાડી અને દેવાના ડુંગર નીચે ડૂબાડી રાખી સતત આપઘાતની દુષપ્રેરણા હેઠળ દબાવવાનું તાત્કાલિક બંધ કરી તમામ ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ. બમણી આવકનું પછી વિચારજો પહેલા દેવા માફ કરો નહીં તો ખેડૂતો કાયમી આપઘાત કરતા રહેશે તો ર૦રર સુધીમાં ખેડૂત સમાજ અડધો થઈ જશે અને આડક્તરી રીતે ર૦રર માં બાકી રહેતા ખેડૂતોની કુદરતી બમણી આવક મેળવતા થાય તેવી ચાલ રમવાનું બંધ કરો. વિના વિલંબે દેવા માફ કરવાના હુકમો કરી આપો.

ખેડૂતોને તેમના ખેતર/વાડીમાં ઉત્પન્ન થતી તમામ જણસોનું સરકાર  કોઈપણ જાતના ભેદભાવ વગર ટેકાના ભાવે તાત્કાલિક ખરીદ કરવાનું ચાલુ કરવું જોઈએ. ખેડૂતોના ઉત્પાદનો (જણસો) ની ખરીદી માટે કોઈ લિમિટ કે બંધન ના રાખવા જોઈએ. તમામ ખેડૂતોના ઉત્પાદનો વિના રોકટોક ટેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ કરવાની માંગણી છે.

ખેડૂતો આજે મોટા કરજના ડુંગર નીચે દબાએલા છે તેમનો તાત્કાલિક પાક વીમો પાસ કરવો. ખેડૂતો રોજ આપઘાત કરે છે આવા આપઘાતના બનાવો થતા રોકવા માટે પોષણક્ષમ ખેતી ઉત્પાદનોના ભાવો મળે અને આ બધી બાબતોમાં ખેડૂતો માટે કોઈ બંધન કે સ્ટોક (જથ્થા) ની મર્યાદા હોવી જોઈએ નહીં તેવી માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.