Abtak Media Google News

મામલતદાર કચેરીએ આખી રાત કામગીરી કરી

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનામાં હવે એક જ દિવસ બાકી રહેતો હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં આ યોજનામાં ખેડુતો વધુ પ્રમાણમાં જોડાવવા લાગતા ગઈકાલે ઉપલેટાની મામલતદાર કચેરી આખી રાત ચાલુ રહી અરજી નોંધી હતી.

ઉપલેટા શહેરમાં છેલ્લા ૬ દિવસ થયા મામલતદાર કચેરી ખાતે વિશાળ મંડપમાં ૧૦થી વધારે કોમ્પ્યુટરો બેસાડી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિની અરજીઓ સ્વિકારાઈ રહી છે ત્યારે છેલ્લી તા.૧૭મી હોય અને અંતિમ દિવસો નજીક હોય ગ્રામ્ય વિસ્તારમાં કોમ્પ્યુટરમાં સર્વર ઓછો મળવાથી ગ્રામ્ય વિસ્તારમાં અરજીનો ભરાવો થતા મામલતદાર સોલંકીએ નાયબ મામલતદાર બોરખતરીયાને સાથે રાખી ગઈરાત્રે ૩૦ જેટલા ગામોમાં તલાટીઓ અને કોમ્પ્યુટર ઓપરેટરોને બોલાવી તાત્કાલિક ધોરણે નવી વ્યવસ્થા ગોઠવી મામલતદાર કચેરી ખાતે ૧૩ કોમ્પ્યુટરો ભાયાવદર ખાતે ૭ કોમ્પ્યુટરો, તાલુકા પંચાયત કચેરીમાં ૬ કોમ્પ્યુટરો અને આઈટીઆઈ સ્કુલમાં ૪ કોમ્પ્યુટરો મળી ૩૦ જેટલા કોમ્પ્યુટરો ઉપર તલાટી સાથે કોમ્પ્યુટર ઓપરેટરોને બેસાડી રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી આખીરાત્રી મામલતદાર કચેરી ખુલ્લી રાખી ખેડુતોની આવેલી અરજીની નોંધણીની કાર્યવાહી ચાલુ રાખેલ હતી.

ગઈરાત્રે આખીરાત પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાનો લાભ વધુ ખેડુતોને મળી રહે તે માટે મામલતદાર સોલંકી અને નાયબ મામલતદાર બોરખતરીયાની આગેવાનીમાં તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઈ વ્યાસ, તલાટીમંત્રી તેજસભાઈ, રાહુલભાઈ, ગોહિલભાઈ સહિત ૫૦ લોકોનો સ્ટાફ આખીરાત મામલતદાર કચેરી ચાલુ રાખી અરજીની નોંધ કરતા નાગવદર ગામના સરપંચ ગોવિંદભાઈ મારડિયાએ બિરદાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.