Abtak Media Google News

દેશનાં પૂર્વોતર રાજ્યોમાં મળતા મિરિક ફૂલે આખા ભારતમાં ડંકો વગાડ્યો છે. ઉત્તર પૂર્વના રાજ્યો સિવાઇ બંગાળમાં આ ફૂલોની વધુ અને સારી ખેતી થવાથી ફૂલની આ પ્રજાતીને પ્રથમ પુરસ્કાર  મળ્યો છે. ઉત્તર પૂર્વીય ભારતમાં સૌથી વધુ ખપત થવા વાળા ફૂલો સિવાય મિરિકમાં ખાસ ઉત્પાદન સિંબીડિયમ ફૂલોની આખા દેશમાં ચર્ચા થઇ રહી છે ઠંડા પ્રદેશ જેવા કે ગોલાઇ, ડિયુ, નિગાલેમાં આ ફૂલની પચાસથી પણ વધુ પ્રજાતિઓને ઉગાડવામાં આવે છે. આ ફૂલોની ખેતી માટે સ્થાનિય નાના-નાના ખેડુતોએ પણ વધતી માંગને ધ્યાનમાં રાખીને પોતાની મુખ્ય ખેતી બનાવી છે. ખેડુતોના કહેવા પ્રમાણે આ ફૂલની ખેતીમાં ઓછો સમય અને ઝંઝટની સાથે વધુ નફો પણ થાય છે ખેડૂતોની સાથે-સાથે શહેરી લોકોએ પણ પોતાના ઘરમાં આ ફુલની ખેતી શરુ કરી છે શહેર મહિલાઓ આ ફૂલનો ઉપયોગ પોતાના ઘરની સજાવટ માટે ખાસ ઉપયોગમાં લ્યે છે. મિરિકનાં ૭૦% ઘર આ ફૂલોથી જ સજાવવામાં આવે છે. આ ફૂલની નાગાલેન્ડ અને મિજેરમ જેવા રાજ્યોમાં પણ સારી એવી ડિમાન્ડ રહે છે આ બાબતે ખેડુતોનું કહેવું છે કે ફુલની ખેતીમાં જો સરકાર પણ મદદ નથી કરતી તો પણ અન્ય રાજ્યોમાં સારી ડિમાન્ડના પગલે સારીકમાણી થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.