Abtak Media Google News

સરકાર દ્વારા ટેકાના ભાવે થતી ખરીદીમાં અનેક મુશ્કેલીઓ, ખુલ્લા બજારમાં ઓછા ભાવે મજબુરીથી મગફળીનું વેચાણ કરતા ખેડુતો

રાજકોટ જિલ્લા સહિત રાજયભરનાં ૧૨૨ કેન્દ્રોમાં ટેકાના ભાવે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.ત્યારે ટેકાના ભાવે મગફળીના વેચાણમાં અનેક મુશ્કેલીઓ હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. ઉપરાંત ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થતા વિલંબથી પણ ખેડુતો અકળાઈ રહ્યા છે. ઘણા કારણોસર ખેડુતો પોતાની મગફળીનો જથ્થો ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવા માટે મજબુર થયા છે.5 22સૌરાષ્ટ્ર દલાલ મંડળમાં પ્રમુખ અતુલભાઈ કમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દરરોજની ૧૭૦૦૦-૧૮૦૦૦ ગુણી મગફળીની આવક થાય છે. જયારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.

આ ટેકાના ભાવની ખરીદીમાં સારી ગુણવત્તા વાળી મગફળી ખરીદાય છે. તેના કારણે રાજકોટ માર્કેટીંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રમાં તમામ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક વધારે પ્રમાણમાં આવી રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ ૧૫૦૦૦થી ૧૭૦૦૦ ગુણીના વેપાર આવે છે.

2 64રૂા. ૭૫૦ થી ૯૫૦ ભાવ ખેડુતોને મળી રહ્યા છે. મગફળીના ભાવ ડિમાન્ડ અને સપ્લાય પર આધારીત હોય છે. તેલ મીલોના ઓર્ડર આવે તે પ્રમાણે મગફળીની ખરીદી થતી હોય છે. વેપારીઓ કે કમિશન એજન્ટ ભાવ નકકી નથી કરતા પરંતુ માર્કેટીંગ યાર્ડનાં કર્મચારીઓ ઓકસન કરે છે. અને આ ઓકસનમાં વધુમાંવ ધુ જે બોલી લગાવે તેના નામે વેપાર થાય છે. આ ઉપરાંત વરસાદ ઓછો હોવાથી સૌરાષ્ટ્ર અને ગુજરાત વરસાદ ઓછો હોવાને કારણે મગફળીમાં તારો પણ ઓછો આવ્યો છે.3 40ખેડુત ડાયાભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં કે તેવો ૩૦ મણ મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવ્યા છે. તેમને ૭૫૦ રૂ ભાવ મળ્યો. ઓછા વરસાદનાં કારણે ઉતારો ખુબજ ઓછો મળ્યો છે.4 28બેરોઈ ગામથી મગફળી વેચવા માટે આવેલા જીજ્ઞેશભાઈ સોજીત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૫૦ મણ મગફળી લાવ્યા છે. પહેલા ભાવ ૯૦૦ થી ૯૫૦ હતો. જે ઘટીને ૮૦૦ નજીક છે. આ ઉપરાંત મગફળીનો ઉતારો ખૂબજ ઓછો છે. ખેડુતને હાલમાં દવાના પૈસા તળકા-છાયા વેઠીને અખુટ મહેનત બાદ પાકનું ઉત્પાદન થાય છે. પરંતુ જો આટલા ઓછા ભાવ મળે તો ખેડુતોને અનુકુળ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.