Abtak Media Google News

રાજુલા શહેરમાં ઝરમર વરસાદ સવારે હતો. બપોર બાદ જોરદાર ૧ થી ૧॥ઈંચ વરસાદ પડયો હતો. જયારે દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં સુપડાધારે વરસાદ પડયો હતો. જેમાં ભેરાઈ, વિકટર, ઉચૈયા, ભચાદર, વડ વિગેરે ગામોમાં લગભગ ૨ થી ૨॥ઈંચ જેવો જોરદાર વરસાદ પડતા ખેડુતો ગેલમાં આવી ગયેલા છે. જયારે છલકાઈ ગયા છે.

બીજીબાજુ રાજુલા શહેરમાં ૧ થી ૧॥ઈંચ વરસાદમાં ગોકુલનગર, ધર્મરાજ સોસાયટી, આંબેડકરનગર, હવેલી ચોક અને નિચલી બજાર, ઘાંચીવાડા વિસ્તારોમાં ખુબ જ પાણી ભરાયેલ હતા અને કેટલાક ઘરોમાં પણ પાણી ભરાયાની વિગતો સામે આવેલ છે અને ભુગર્ભ ગટરની કામગીરીની પોલ ખુલ્લી થયેલ હતી અને ગટરોમાંથી ગંદા પાણી શહેરમાં વહેતા થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.